Virat Gujarat
આંતરરાષ્ટ્રીયગુજરાતટ્રાવેલિંગબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ભારતથી ચિયાંગ માઈ ફરવા જવાના 5 કારણો

ગુજરાત, અમદાવાદ ૨૮ માર્ચ ૨૦૨૫: શું તમે તમારા આગામી એડવેન્ચરની શોધમાં છો? ઉત્તર થાઇલેન્ડમાં આવેલ ચિયાંગ માઇ એક એવું શહેર છે જ્યાં ઇતિહાસ, પ્રકૃતિ અને સંસ્કૃતિનું સુમેળભર્યું મિલન થાય છે. પછી તમે ભલે પ્રાચીન મંદિરો, સ્વાદિષ્ટ ઉત્તરી થાઈ ભોજન, કે રોમાંચક આઉટડોર એડવેન્ચર્સ તરફ આકર્ષિત થાઓ, આ આકર્ષક સ્થળ દરેક માટે કંઈકને કંઈક ધરાવે છે.

મલેશિયા એરલાઇન્સની સાથે ચિયાંગ માઇ જવાનું હવે પહેલા કરતાં વધુ સરળ બન્યું છે, જે ભારતના અનેક શહેરોથી કુઆલાલંપુર થઈને સીમલેસ વન-સ્ટોપ કનેક્શન ઓફર કરે છે. ઉપરાંત બોનસ સાઇડ ટ્રીપ ઓફરની સાથે તમે તમારા અંતિમ મુકામ પર જતા પહેલા કોઈ વધારાના હવાઈ ભાડા વિના મલેશિયાની મુસાફરી કરી શકો છો.

અહીં દર્શાવામાં આવ્યું છે કે ચિયાંગ માઈ તમારી મુસાફરીની યાદીમાં સ્થાન મેળવવા માટે હકદાર કેમ છે.

1. ઇતિહાસ અને સંસ્કૃતિથી ભરેલું શહેર
એક સમયે લન્ના સામ્રાજયની રાજધાની રહેલું ચિયાંગ મઈ અદભુત મંદિરો, સદીઓ જૂની શહેરની દિવાલો અને પરંપરાઓથી ભરચક મોહક ગલીઓનું ઘર છે. શહેરના આકર્ષક દ્રશ્યો માટે પહાડની ટોચ પર આવેલ વાટ ફ્રા થાટ દોઈ સુથેપની મુલાકાત લો અથવા જૂના શહેરમાં આરામથી લટાર મારવા જાઓ, જ્યાં ધમધમતા બજારો, કાફે અને પ્રાચીન મંદિરો તમારી રાહ જોઈ રહ્યા છે.

કુઆલાલંપુર થઈને ઉડાન ભરશો? ચિયાંગ માઈ જતા પહેલા મલેશિયામાં એક સાંસ્કૃતિક સ્ટોપ ઉમેરો – મેલાકાના ડચ સ્ક્વેર અને કુઆલાલંપુરની બાટુ ગુફાઓ જેવા હેરિટેજ સ્થળોની અવશ્ય મુલાકાત લો.

2. ખાવાના શોખીનો માટે સ્વર્ગ

ચિયાંગ માઇનું પાક-કલા દ્રશ્ય ઇન્દ્રિયો માટે એક તહેવાર. શહેરની સિગ્નેચર વાનગી, ખાઓ સોઈ, એક સમૃદ્ધ અને મલાઇદાર નાળિયેર કરી નૂડલ સૂપ છે, જે તમારે એક વાર ચોક્કસ અજમાવી જોઇએ. સન્ડે નાઇટ માર્કેટ જેવા સ્ટ્રીટ માર્કેટમાં ફરો, જ્યાં તમે સાઈ ઓઉઆ (મસાલેદાર ઉત્તરીય થાઈ સોસીસ) અને ક્રિસ્પી કનોમ જીન (આથો આપેલા ચોખાના નૂડલ્સ) જેવા સ્થાનિક સ્વાદને માણી શકો છો.

મલેશિયા એરલાઇન્સમાં ઉડાન ભરતા ખાણીપીણીના શોખીનો માટે સ્વાદિષ્ટ ભોજનનો અનુભવ તમારા પહોંચતા પહેલાં જ શરૂ થઈ જાય છે. તેમના બેસ્ટ ઓફ એશિયા મેનૂનો આનંદ માણો, જેમાં પ્રાદેશિક વાનગીઓની એક શ્રેષ્ઠ પસંદગી સામેલ છે અથવા બિઝનેસ ક્લાસના મુસાફરો માટે ઉપલબ્ધ શેફ-ઓન-કોલ સર્વિસની સાથે વ્યક્તિગત ભોજનનો અનુભવ માણો. આ તમારા ગેસ્ટ્રોનોમિક રોમાંચની શરૂઆત કરવાની એક શ્રેષ્ઠ રીત છે!

૩. પ્રકૃતિ પ્રેમીઓ માટે શાનદાર જગ્યા
મનમોહક પર્વતો અને લીલાછમ ગ્રામ્ય વિસ્તારોથી ઘેરાયેલું, ચિયાંગ માઈ પ્રકૃતિ પ્રેમીઓ માટે સ્વર્ગ છે. ડોઈ ઈંથાનોન નેશનલ પાર્કમાં ચાલીને ફરો, છુપાયેલા ધોધને શોધો અથવા નૈતિક હાથી અભયારણ્યની મુલાકાત લો. જો તમે સાહસિકતાનો અનુભવ કરવા માંગતા હોવ તો મઇ તાંગ નદીના કિનારે વાંસ રાફ્ટિંગ કરો અથવા એડ્રેનાલિન રશ માટે જંગલમાં ઝિપલાઇન કરો.

શું તમે ઉષ્ણકટિબંધીય તટ પર જવા માંગો છો? લંગકાવીમાં રોકાઓ, જ્યાં તમે સૂર્યપ્રકાશિત દરિયાકિનારા પર આરામ કરી શકો છો, લીલાછમ વર્ષાવનની શોધ કરી શકો છો અને ચિયાંગ મઈ જતા પહેલા મલેશિયામાં આ છુપાયેલા રત્નના શાંત ટાપુના વાતાવરણમાં ડૂબી શકો છો.

4. આરામ કરવા માટેનું સ્થળ
ચિયાંગ માઈની શાંત ગતિ તેને તાજગી મેળવવા માટે એકદમ ઉત્તમ સ્થળ બનાવે છે. પરંપરાગત થાઈ મસાજથી લઈને યોગા રિટ્રીટ અને ગરમ પાણીના ઝરણા સુધી આરામ કરવાના અસંખ્ય રસ્તાઓ છે. સાન કમ્ફેંગ હોટ સ્પ્રિંગ્સની મુલાકાત ચોક્કસ લો – તેના કુદરતી રીતે ગરમ ખનીજ સ્નાનથી ઉપચારાત્મક ફાયદા થાય છે તેવું માનવામાં આવે છે.

5. ખરીદદારો માટે એક ખુશી
ચિયાંગ માઈ ખરીદદારો માટે એક સ્વર્ગ છે, જ્યાં હાથથી બનાવેલા સામાન, ચાંદીના ઘરેણાં અને પરંપરાગત કાપડથી ભરેલા રાત્રિ બજારો ધમધમતા રહે છે. વધુ આધુનિક ખરીદીના અનુભવ માટે માયા લાઇફસ્ટાઇલ શોપિંગ સેન્ટરની મુલાકાત લો, જે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સનું મિશ્રણ પ્રદાન કરે છે.

ચિયાંગ માઈ ફરવા માટે તૈયાર છો?
ઇતિહાસ અને સંસ્કૃતિથી લઈને રોમાંચ અને આરામ સુધી ચિયાંગ માઈમાં દરેક પ્રવાસી માટે કંઈક ને કંઈક છે. અને મલેશિયા એરલાઇન્સ સાથે ત્યાં પહોંચવું એ પ્રવાસ જેટલું જ આનંદપ્રદ છે. આજે જ તમારી ફ્લાઇટ બુક કરો અને સહજ કનેક્શન્સ, શ્રેષ્ઠ સર્વિસીસ અને વિશિષ્ટ મુસાફરી લાભોનો આનંદ માણો!

Related posts

પારસ, પરિમલ અને ઈલાઈટ સ્કૂલે એન્યુઅલ ડે સેલિબ્રેટ કર્યો

viratgujarat

કિસ્ના ડાયમંડ અને ગોલ્ડ જ્વેલરી લકી ડ્રો વિજેતાઓને ભવ્ય ઇનામ તરીકે કાર, વાઉચર્સ આપ્યા

viratgujarat

દુનિયાનાં સૌથી ઊંચા શિવલિંગ સ્થાન-તંજાવુરથી ૯૪૮મી રામકથાનો મંગલ આરંભ

viratgujarat

Leave a Comment