Virat Gujarat
ગુજરાતરાજકારણરાષ્ટ્રીયસરકારહેડલાઇન

આમ આદમી પાર્ટીના પ્રદેશ ખજાનચી અને દસ્ક્રોઈ વિધાનસભાના ઉમેદવાર શ્રી કિરણ પટેલ આગેવાનો સાથે કોંગ્રેસ પક્ષમાં જોડાયા

  • ગુજરાતીઓની સેવા-સાધના માટેના કોંગ્રેસ પક્ષના સેવા યજ્ઞમાં જોડાવા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કરેલ આહવાનમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ ખજાનચી અને દસ્ક્રોઈ વિધાનસભાના ઉમેદવાર શ્રી કિરણ પટેલ આગેવાનો સાથે કોંગ્રેસ પક્ષમાં જોડાયા.

ગુજરાત, અમદાવાદ ૨૮ એપ્રિલ ૨૦૨૫: રાજીવ ગાંધી ભવન ખાતે રાજકીય, સામાજિક આગેવાનોને કોંગ્રેસ પક્ષના આવકારતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાસંદશ્રી શક્તિસિંહ ગોહિલએ જણાવ્યુ હતું કે ગુજરાતમાં ભાજપના શાસનમાં લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. યુવાનોને રોજગારી નથી, ખેડૂતો પરેશાન છે, શિક્ષણ ખૂબ મોંઘુ થયું છે, મોંઘવારી આસમાને છે, દરેક જગ્યાએ પુષ્કળ ભ્રષ્ટાચાર છે, માટે ગુજરાતના હિતમાં સત્તા પરિવર્તન જરૂરી છે. કોંગ્રેસ પક્ષ સકારાત્મક એજન્ડા સાથે આગળ વધી રહેલ છે ત્યારે જનહિતમાં કોંગ્રેસ પક્ષમાં જોડાવાનો પ્રદેશ ખજાનચી અને દસ્ક્રોઈ વિધાનસભાના ઉમેદવાર શ્રી કિરણ પટેલ આગેવાનો સાથે કાર્યકર્તાઓ – આગેવાનોએ નિર્ણય કરેલ છે તેઓનું સ્વાગત કરીએ છીએ.

ગુજરાતીઓની સેવા-સાધના માટેના કોંગ્રેસ પક્ષના સેવા યજ્ઞમાં જોડાવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે શ્રી શક્તિસિંહ ગોહિલે કરેલ આહવાનમાં રાજકીય, બિનરાજકીય અને ખાસ કરીને વિવિધ સામાજિક આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા છે, તેઓને આવકારીએ છીએ.

આપ પક્ષ છોડીને કોંગ્રેસ પક્ષમાં વિધિવત રીતે જોડાયા બાદ શ્રી કિરણ પટેલે જણાવ્યું હતું કે, “પ્રમાણિકતા સાથે, રાજનિતિમાં મોટા બદલાવ આવશે” તેવી વાતથી આકર્ષાઈને આમ આદમી પક્ષમાં જોડાયો હતો. નજીકથી “આપ” માં કામ કર્યા પછી હકીકત સત્ય સામે આવ્યું અને “આપ” “ભાજપને” મદદકર્તા છે એટલે મોહભંગ થયો. માટે સત્ય સાથે કામ કરવા, પ્રજાનો અવાજ ઉઠાવતા કોંગ્રેસ પક્ષમાં જોડાઈ રહ્યો છું.

રાજીવ ગાંધી ભવન ખાતે કાર્યક્રમમાં કોંગ્રેસ પક્ષના ઉપપ્રમુખશ્રી પંકજ પટેલ, પ્રદેશ મહામંત્રીશ્રી જગત શુક્લ, મીડિયા ડિપાર્ટમેન્ટના કન્વિનર ડૉ.મનીષ દોશી, હાથ સે હાથ જોડો અભિયાનના કન્વીનર શ્રી હરેશ કોઠારી ઉપસ્થિત રહ્યા હતા અને કોંગ્રેસ પક્ષમાં જોડાઈ રહેલા વિવિધ આગેવાનોને કોંગ્રેસ પક્ષનો ખેસ પહેરાવીને આવકાર્યા હતા.

Related posts

ફિલ્મ “મેરે હસબંડ કી બીવી” એ પહેલો દિવસમાં 1.7 કરોડની કમાઈ કરી

viratgujarat

મહાકુંભમાં ભાગદોડમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાયતા

viratgujarat

ધોનીવર્સ અને તેના વિશ્વસનીય રહસ્યો: ધોનીની હેર સ્ટ્રેટેજી જે તમે અપનાવવા માંગશો!

viratgujarat

Leave a Comment