ભારતની સૌથી મોટી રિન્યુએબલ એનર્જી કંપની અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL) એ એનર્જી ઇન્ટેલિજન્સ ગ્લોબલ ટોપ 100 ગ્રીન યુટિલિટીઝના રેન્કિંગમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. AGEL ચીનની નેશનલ ન્યુક્લિયર કોર્પ, સ્પેનની એકિઓના અને ઇબરડ્રોલા અને ઇટાલીની એનેલ સહિતના આંતરરાષ્ટ્રીય સ્પર્ધકોને પાછળ રાખી વિશ્વની અગ્રણી સ્વચ્છ ઉર્જા યુટિલિટીઝ બની છે. ભારતના સ્વચ્છ ઉર્જા ક્ષેત્ર માટે તે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.
એનર્જી ઇન્ટેલિજન્સ રેન્કિંગ વૈશ્વિક વીજળી ઉત્પાદનના ત્રીજા ભાગથી વધુ 100 સૌથી મોટા પાવર જનરેટર્સને ટ્રેક કરે છે. આ મૂલ્યાંકન નવીનીકરણીય ઉર્જા પોર્ટફોલિયો અને ગ્રીનહાઉસ-ગેસ ઉત્સર્જનના સ્કેલને દર્શાવે છે. એટલું જ નહીં, વિસ્તરણની સાથે તે અસરકારક પર્યાવરણીય અસર માટે યુટિલિટીઝની વધતી માંગ અને મહત્વને દર્શાવે છે. AGEL ની વૃદ્ધિ સ્વચ્છ ઉર્જા સંક્રમણ ક્ષેત્રના વૈશ્વિક નેતૃત્વમાં એશિયાના વધતા પ્રભાવ અને મહત્વપૂર્ણ પરિવર્તનને દર્શાવે છે.
અદાણી ગ્રુપના ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર જુગેશિન્દર સિંહે આ સિદ્ધિ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, “ઉર્જા સંક્રમણ એક આર્થિક દબાણ બની ગયું છે”. નાણાકીય વર્ષ 2030 સુધીમાં 50 ગીગાવોટ (GW) નવીનીકરણીય ઉર્જા ક્ષમતા પ્રાપ્ત કરવાના મહત્વાકાંક્ષી લક્ષ્ય પ્રત્યે AGEL ની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ આપતા તેમણે કહ્યું કે, ભારતના 500 ગીગાવોટના રાષ્ટ્રીય લક્ષ્યમાં તે 10% થી વધુ યોગદાન આપશે”.
આ ગ્લોબલ રેન્કિંગ AGELનું મજબૂત પ્રદર્શન અને ટોચના ખેલાડીઓની ભુમિકામાં ભારતની નવીનીકરણીય ઉર્જાના મુખ્ય ડ્રાઇવર તરીકેની ભૂમિકા દર્શાવે છે. 16.7 ગીગાવોટ ઓપરેશનલ નવીનીકરણીય ઊર્જા સાથે કંપની તેના ફૂટપ્રિંટનો સતત વિસ્તાર કરી રહી છે. તાજેતરના અહેવાલમાં ગત વર્ષે ટ્રેક કરેલા જનરેટર્સમાં CO₂ ઉત્સર્જનમાં 6% ઘટાડો પણ નોંધવામાં આવ્યો છે.
એનર્જી ઇન્ટેલિજન્સના રેન્કિંગમાં પ્રતિ મેગાવોટ કલાક(MWh) કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જન અને નવીનીકરણીય ઊર્જા ક્ષમતા અનુસાર તેમની “હરિયાળી”નું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. રિપોર્ટમાં દેશ અથવા પ્રદેશ દ્વારા ઔદ્યોગિક અને ઉભરતા બજારો બંનેમાંથી વ્યક્તિગત કંપનીઓની તુલના કરવામાં આવી હતી.
