Virat Gujarat
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇનહોટેલ અને રિસોર્ટ

એજી ગ્રુપ અને IHG એ અમદાવાદમાં “હોલિડે ઇન અમદાવાદ” શરૂ કરવા માટે એક ઐતિહાસિક કરાર પર હસ્તાક્ષર કર્યા

ગુજરાત, અમદાવાદ 29 મે 2025: એજી ગ્રુપ અને ઈન્ટરકોન્ટિનેન્ટલ હોટેલ્સ ગ્રુપ (IHG), જે વિશ્વની અગ્રણી હોટેલ કંપનીઓમાંની એક છે, તેમણે અમદાવાદમાં 150 રૂમની હોલિડે ઇન શરૂ કરવા માટે સત્તાવાર રીતે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ નવો ફોર-સ્ટાર ડેવલપમેન્ટ ન્યૂ સાયન્સ સિટી ખાતેના 35 માળના મિક્સ યુઝ પ્રોજેક્ટ એજી હાઈલાઈન માં સ્થિત હશે. આ કરાર શહેરના વિકસતા સ્કાયલાઈન અને હોસ્પિટાલિટી ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.

ગુરુવારે અતિથિ ગોકુલ હોટેલ એન્ડ ઇન પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર શ્રી વિક્રમ ભારવાડ અને IHG હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સના સાઉથ વેસ્ટ એશિયાના મેનેજિંગ ડિરેક્ટર શ્રી સુદીપ જૈન દ્વારા કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ભારતના ટોચના આર્કિટેક્ટ પૈકીના એક, પ્રખ્યાત આર્કિટેક્ટ શ્રી રેઝા કાબુલ દ્વારા ડિઝાઇન કરવામાં આવશે અને TQ Cert (ટાટા એન્ટરપ્રાઇઝ) દ્વારા પ્રોજેક્ટનું સંચાલન કરવામાં આવશે. હોલીડે ઇન અમદાવાદમાં 150 રૂમ, ૧૦૦૦ મહેમાનોની ક્ષમતાવાળા મલ્ટીપલ રેસ્ટોરન્ટ અને બેન્ક્વેટિંગ, તેમજ સ્વિમિંગ પૂલ, જીમ, સ્પા અને બીજી ઘણી બઘી સુવિધાઓ હશે જે ભારતમાં હોસ્પિટાલિટી ઉદ્યોગમાં નવા બેન્ચમાર્ક સ્થાપિત કરશે.

આ પ્રસંગે બોલતા, શ્રી વિક્રમ ભરવાડે જણાવ્યું: “આ પ્રોજેક્ટ અમારી હોસ્પિટાલિટી યાત્રામાં એક નવું ચેપ્ટર શરૂ કરે છે. હોલિડે ઇન અમદાવાદ અમારા લાંબા ગાળાના વિઝનનો એક ભાગ છે, જેમાં આગામી થોડા વર્ષોમાં ભારતભરમાં પાંચથી સાત વધુ બ્રાન્ડેડ હોટલો અને રિસોર્ટ્સ વિકસાવવાની યોજના છે. 25 વર્ષથી વધુ સમયથી અતિથિ ગોકુલ ક્લબ અને હોટેલનું સંચાલન કર્યા પછી, અમને વિશ્વાસ છે કે હોલિડે ઇન અમદાવાદ મહેમાનોના અનુભવને બહેતર બનાવશે અને અમદાવાદ શહેરને પણ જીવંત બનાવશે.”

₹200 કરોડના અંદાજિત પ્રોજેક્ટ ખર્ચ સાથે, હોલિડે ઇન અમદાવાદનું બાંધકામ આ વર્ષના અંતમાં શરૂ થવાની અને 2028ના અંત સુધીમાં કોમર્શિયલ કામગીરી શરૂ થવાની અપેક્ષા છે. તે ગુજરાતમાં પ્રથમ હોલિડે ઇન હશે, જે ભારતમાં IHGના 150થી વધુ હોટલના અને વિશ્વભરમાં 5,000થી વધુ હોટલના મજબૂત પોર્ટફોલિયોને વધુ મજબૂત બનાવશે.

કોન્ટ્રાક્ટ સાઇન કરતી વખતે AG ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર ભવન ભરવાડ, તેમજ દિનેશ ભરવાડ, દિલીપ ભરવાડ, હર્ષ ભરવાડ, દીપ ભરવાડ અને કાર્તિક પટેલ પણ હાજર રહ્યા હતા. AG ગ્રુપ રિયલ એસ્ટેટ, એવિએશન, ફાઇનાન્સ અને હોસ્પિટાલિટી ક્ષેત્ર માં શ્રેષ્ઠતાનો વારસો ધરાવે છે. અને IHG સાથેનું આ સાહસ અમદાવાદમાં વિશ્વ કક્ષાના હોસ્પિટાલિટી અનુભવો પ્રદાન કરવાની તેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

Related posts

NB ગ્રુપ દ્વારા અમદાવાદમાં ‘NB પામ’ લોન્ચ, સાયન્સ સિટી રોડ પર લક્ઝરી 4 અને 5 BHK રેસિડેન્સીસ

viratgujarat

રાજમાર્ગ ઇન્ફ્રા ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટનો રૂ. 6,000 કરોડનો આઈપીઓ બુધવાર, 11 માર્ચ, 2026ના રોજ ખુલશે

viratgujarat

LG ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયા લિમિટેડે અર્જૂન પુરસ્કાર વિજેતા વન્તિકા અગ્રવાલને બ્રાન્ડ એમ્બેસડર બનાવવાની જાહેરાત કરી

viratgujarat

Leave a Comment