એક ઈન્વાઈટ–ઓનલી ઇવેન્ટ જેમાં ભૂમિ પેડનેકર, નીના ગુપ્તા, કૃતિ સેનન, સુશાંત દિવગીકર સહિતના અને 600 થી વધુ એમેઝોન પ્રાઇમ મેમ્બર્સ અને ક્રિએટર્સને બ્યૂટીની શોધ માટે ડેમોક્રેટાઈઝ કરવા એકસાથે લાવવામાં આવે છે
મુંબઈ ૦૫ જુલાઈ ૨૦૨૫: એમેઝોન ઇન્ડિયાએ આજે એમેઝોન બ્યુટીવર્સની બીજી આવૃત્તિ પ્રસ્તુત કરીને મુંબઈને બ્યૂટી ઇનોવેશન હબમાં પરિવર્તિત કર્યું છે, જે મેબેલાઇન દ્વારા બેલા વિટા, વિશકેર અને એક્સિસ-વાય સાથે મળીને પ્રસ્તુત કરાયું હતું. પ્રાઇમ ડે 2025 (12-14 જુલાઈ) પહેલાં આયોજિત, ઈન્વાઈટ-ઓન્લી ઇવેન્ટમાં 600થી વધુ બ્યૂટી એન્થુઝિયાસ્ટને એક છત નીચે વર્કશોપ માટે એકત્રિત કરાયા હતા, જેથી એક તરબોળ થઈ જનારી બ્યૂટી અનુભૂતિ પ્રાપ્ત કરી શકાય. આ ઇવેન્ટમાં ભૂમિ પેડનેકર, નીના ગુપ્તા, કૃતિ સેનન અને સુશાંત દિવગીકર સહિતના બોલીવૂડ દિગ્ગજો, પ્રાઇમ મેમ્બર્સ, ક્રિએટર્સ અને ઈન્ડસ્ટ્રી લીડર્સ સામેલ હતા. ઉપસ્થિત આમંત્રિતોને હાઇફન, સેરાવે, લેનેઇજ, ટીએફઆઇટી, મિલાની, રિઅલ ટેકનિક, નૌટિકા ફોર હર, લેમેલ અને બીજી અગ્રણી બ્યૂટી બ્રાન્ડ્સ તરફથી નવા લોન્ચનો એક્સક્લુઝિવ ફર્સ્ટ લુક મળ્યો હતો.
“અમે એમેઝોન બ્યુટીવર્સ 2025 પ્રસ્તુત કરતા રોમાંચિત છીએ, જે એક વિશેષ ઇવેન્ટ છે અને પ્રાઇમ મેમ્બર્સ તથા એમેઝોન ઈન્ફ્લુએન્સર્સ માટે બ્યૂટી ડિસ્કવરીની પુનઃકલ્પના કરે છે,” એમ એમેઝોન બ્યૂટી, ઇન્ડિયાના ડિરેક્ટર સિદ્ધાર્થ ભગતે જણાવ્યું. “બ્યૂટીવર્સ એ નિષ્ણાતોની આગેવાનીમાં વર્કશોપ, ઇન્ટરેક્ટિવ શોકેસ અને બ્યૂટી ટેક અનુભવો સાથે બ્યૂટી બ્રાન્ડ્સની વિશાળ પસંદગીને એકસાથે પ્રસ્તુત કરે છે. તે એક ક્યુરેટેડ પ્લેટફોર્મ છે જે પ્રેરણા આપવા સાથે એજ્યુકેટ કરવા રચાયેલું છે, જે સાથે-સાથે સમાવિષ્ટ છે તેમજ ટ્રેન્ડ-ફોરવર્ડ અને ટેક-સક્ષમ બ્યૂટી ડિસ્કવરી ડિસ્ટિનેશન તરીકે એમેઝોન બ્યૂટીની ભૂમિકાને સુદૃઢ કરે છે.”
એમેઝોન ઇન્ડિયાના સેન્ટ્રલ શોપિંગ એક્સપિરિયન્સ ડિરેક્ટર ઝાહિદ ખાને ભાર મૂક્યો હતો કે, એમેઝોન ખાતે, કોમ્યુનિટી બિલ્ડીંગ એ આપણે સર્જકો સાથે કેવી રીતે ભાગીદારી કરીએ છીએ તેના કેન્દ્રમાં છે. બ્યૂટીવર્સ સાથે, અમે ભારતમાં સુંદરતાના ભવિષ્યને સેલિબ્રેટ કરવા અને તેને નવો આકાર આપવા સર્જકો, બ્રાન્ડ્સ અને ગ્રાહકોને એકમંચ પર લાવીને આ સહયોગને વધુ ગાઢ બનાવી રહ્યા છીએ. એમેઝોન ક્રિએટર સેન્ટ્રલ, ક્રિએટર યુનિવર્સિટી અને અમારા AI-નેતૃત્વ હેઠળના વર્ચ્યુઅલ ટ્રાય-ઓન જેવા ટૂલ્સ દ્વારા સંચાલિત થઈને, અમે સર્જકોને વધુ સમૃદ્ધ વાર્તાઓ કહેવામાં મદદ કરી રહ્યા છીએ અને ગ્રાહકોને સુંદરતા શોધવા અને ખરીદી કરવા વધુ આત્મવિશ્વાસપૂર્ણ બનાવી રહ્યા છીએ.
‘બ્યુટી બિયોન્ડ બાઉન્ડ્રીઝ: ઇન્ડિયાઝ ગ્લોબલ બ્યુટી મૂવમેન્ટ’ પેનલના ભાગ રૂપે, અભિનેત્રી ભૂમિ પેડનેકરે ઉમેર્યું હતું કે, “એમેઝોન બ્યૂટીવર્સ એ ઓનલાઈન સુંદરતા જે દિશામાં જઈ રહી છે તેનું પાવરફુલ શોકેઝ છે – અને આ દિશા છે ઇમર્સિવ ટ્રાયલ્સ અને ટેક-આધારિત ડાયગ્નોસ્ટિક્સ – જેના દરેક ટચપોઇન્ટ એજ્યુકેટ કરવા, પ્રેરણા આપવા અને જોડાવા માટે રચાયેલા છે. ટ્રેન્ડિંગ હોમગ્રોન ડર્માથી લઈને કે-બ્યુટી બ્રાન્ડ્સ સુધી બધું જ સર્જકો અને ગ્રાહકો સાથે એક જ જગ્યાએ જોવાનું મને ગમ્યું. એમેઝોન કેવી રીતે સીમાડાઓ ઓળંગી રહી છે અને બ્યૂટીમાં વોટ ઈઝ નેક્સ્ટને આકાર આપી રહી છે તે જોવું રોમાંચક છે.”
આ કાર્યક્રમની પેનલ, ‘રિડિફાઇનિંગ ઇન્ડિયન બ્યૂટી: આઇકોન્સ, ઇન્ફ્લુએન્સર્સ એન્ડ ઇન્ક્લુસિવિટી’ માં અભિનેત્રી નીના ગુપ્તાનો સમાવેશ થાય છે, જેમણે શેર કર્યું હતું, “મેં સમય જતાં બ્યૂટી આદર્શોમાં નાટ્યાત્મક ફેરફાર જોયા છે. એમેઝોન બ્યૂટીવર્સ એક હકારાત્મક ઉત્ક્રાંતિને પ્રતિબિંબિત કરે છે – તે એક એવી જગ્યા છે જે પેઢી દર પેઢી વચ્ચે સ્વ-અભિવ્યક્તિ અને પ્રામાણિકતાને સેલિબ્રેટ કરે છે. આજના ગ્રાહક તેમની સુંદરતાની પસંદગીઓ વિશે વધુ માહિતીપૂર્ણ અને સભાન છે, જે આ એજ્યુકેશનલ પ્લેટફોર્મને ખાસ સુસંગત બનાવે છે. એ જોવું અદ્ભુત છે કે સુંદરતા કેવી રીતે વધુ સમાવિષ્ટ બની છે, અને લોકો વન-સાઈઝ-ફિટ્સ-ઓલ અભિગમને અનુસરવાને બદલે વ્યક્તિગત રીતે તેમના જે શ્રેષ્ઠ છે તેને શોધે છે અને આત્મસાત છે.”
એમેઝોન બ્યુટીવર્સ ફક્ત બ્યૂટી ટ્રેન્ડ્સની વાત નથી – તે એવા લોકો વિશે છે જે તેને આકાર આપે છે. એક સર્જક તરીકે, એમેઝોન સાથેની આ સફરનો ભાગ બનવાનો અર્થ એ છે કે ભારતમાં સુંદરતા કેવી રીતે વધુ અભિવ્યક્તિપૂર્ણ, સમાવિષ્ટ અને કોમ્યુનિટી-ડ્રિવન બની રહી છે તે જોવાનું છે.” – યાશી ટાંક, ક્રિએટર.
આ ઈવેન્ટમાં મેબેલાઇન, બેલા વિટા, વિશકેર, હાઇફન, સેરાવે, પેન્ટીન, લો’રિયલ પેરિસ, એક્સિસ-વાય, ટિર ટિર, ઇનિસફ્રી, લેનેઇજ, મેકઅપ રિવોલ્યુશન અને ઘણી બધી અગ્રણી બ્યૂટી બ્રાન્ડ્સને શોકેઝ કરાઈ હતી. મુલાકાતીઓએ વિશિષ્ટ પ્રાઇમ ડે પ્રિવ્યૂ લોન્ચનો અનુભવ માણ્યો અને આગામી બ્યૂટી ટેક નવીનતાઓને દર્શાવતા માસ્ટરક્લાસમાં ભાગ લીધો હતો.
પ્રાઇમ ડે નજીક આવી રહ્યો છે તેમ-તેમ, એમેઝોન બ્યૂટીવર્સ ભારતમાં બ્યૂટી રિટેલને નવો આકાર આપવા એમેઝોનની વ્યાપક પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરી રહ્યું છે – જેમાં તે ટેકનોલોજી, કોમ્યુનિટી અને ક્રિએટર-લેડ સ્ટોરીટેલરનું મિશ્રણ કરીને વધુ સમૃદ્ધ, અર્થપૂર્ણ શોપિંગ અનુભૂતિ પૂરી પાડે છે.
