પુણે | ૧૫મી જાન્યુઆરી ૨૦૨૬ — ક્લાસિક લિજેન્ડે નવી પેટન્ટ જીતી છે, જેનાથી ભારતમાં નવી ડિઝાઇન આધારિત પરફોર્મન્સ મોટરસાઇકલ ઉત્પાદક તરીકે પોતાની ઓળખ મજબૂત થઈ છે. એડજસ્ટેબલ વાઇઝર અને સ્પીડોમીટર ધરાવતી આ પેટન્ટ, જેઓ પ્રથમ વખત 2025 યેઝદી એડવેન્ચરમાં જોવા મળ્યા હતા, પેટન્ટ્સ ધારા, 1970ની જોગવાઇઓ હેઠળ 21 માર્ચ, 2023થી 20 વર્ષ સુધીની અવધિ માટે આપવામાં આવી છે. આ કંપનીના વધતા આરએન્ડડી ફર્સ્ટ્સ અને પેટન્ટ જીતના ટ્રેક રેકોર્ડમાં અન્ય રાઇડર-કેન્દ્રિત કાર્યાત્મક નવીનીકરણ છે.
રાઇડર, મશીન અને પર્યાવરણ વચ્ચેનાં ઇન્ટરફેસને ઓપ્ટિમાઇઝ કરીને આ નવીનીકરણ ક્લાસિક લિજેન્ડ્સની પર્ફોર્મન્સ એન્જિનિયરિંગનું પરિણામ છે, જે ડિઝાઇનના નિર્ણયો લેવા માટે વ્યવહારું રાઇડર લાભનો ઉપયોગ કરે છે. આ ફિચર રાઇડર્સને ઓફ-રોડિંગ દરમિયાન પણ તેમની ઊંચાઇ અને સવારીની સુવિધા અનુસાર વાઇઝર અને સ્પીડોમીટરને સમાયોજિત કરવા સક્ષમ બનાવે છે. મજબૂત મોટરસાઇક્લિંગ વારસાની સાથે બ્રાન્ડ્સને પુનર્જીવિત કરવાની સાથે કંપનીએ ભારતીય અને વૈશ્વિક બજારો માટે મોટરસાઇકલ બનાવવાના માર્ગમાં બૌદ્ધિક સંપત્તિ અને ઉદ્યોગમાં પ્રથમ નોંધપાત્ર સમૂહ વિકસાવ્યો છે.
ક્લાસિક લિજેન્ડ્સે અગાઉ એરફિલ્ટર મલ્ટિફ્રિક્વન્સી રેઝોનેટર માટે એક પેટન્ટ જીતી હતી, જેને તેની 650સીસી મોટરસાઇકલ, બીએસએ ગોલ્ડ સ્ટાર અને બીએસએ સ્ક્રેમ્બલર (યુકેમાં ઉપલબ્ધ)માં ઉપયોગકરવામાં આવ્યું છે. પરંપરાગત રેઝોનેટર માત્ર એક ફ્રિક્વન્સી પર કાર્ય કરે છે, જ્યારે પેટન્ટ થયેલું કોમ્પેક્ટ રેઝોનેટર એન્જિનની સમગ્ર આરપીએમ રેન્જમાં અનિચ્છિત એર-ફિલ્ટર અવાજ ઓછો કરે છે.
કંપનીએ મધ્યમ કદની શ્રેણીના વિકાસની શરૂઆતમાં તેનું લિક્વિડ-કૂલ્ડ 334સીસી એન્જિન રજૂ કર્યું છે. તેને બજારમાં સેગમેન્ટને ઉચ્ચ પ્રદર્શન અને થર્મલ ક્ષમતાને વધુ આગળ લઈ જવામાં સહાય કરી છે, જે હજુ પર જૂના એર-કૂલ્ડ એન્જિન્સ પર આધારિત હતા. આલ્ફા 2 એન્જિન ક્લાસિક લિજેન્ડ્સના મધ્યમ-ક્ષમતા પોર્ટફોલિયોનો આધાર બનાવે છે.
ક્લાસિક લિજેન્ડ્સ મધ્યમ-કદની કેટેગરીમાં સિક્સ-સ્પીડ ગિયરબોક્સ, આસિસ્ટ અને સ્લિપર ક્લચ, ટ્રેક્શન કન્ટ્રોલ અને એડવાન્સ્ડ બ્રેકિંગ સિસ્ટમ લાવનારી પ્રથમ કંપનીઓ પૈકીની એક હતી, જે દરેકનો રાઇડિંગ મૂલ્ય વધારવા માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો.
ક્લાસિક લિજેન્ડ્સના આરએન્ડડીના વડા સુશીલ સિંહાએ જણાવ્યું હતું કે “આ પેટન્ટ વિશેષ રાઇડર-ઇન્ટરફેસ સમસ્યાને ઉકેલી શકે છે, પરંતુ તે એ દર્શાવે છે કે આપણે મોટરસાઇકલ્સ વિશે કેવી રીતે વિચારીએ છીએ. ક્લાસિક લિજેન્ડ્સમાં પર્ફોર્મન્સ એન્જિનિયરિંગ માત્ર ફિચરને ઉમેરવા વિશે નથી. તેનો વર્ષો સુધીના ઉપયોગ પછી પણ મોટરસાઇકલના અહેસાસમાં મિકેનિકલ સ્પષ્ટતા અને ટકાઉતા લાવવાની રહેશે. ડિઝાઇનના નિર્ણયો સાથે પણ આવું જ છે, જે રાઇડર અને માર્ગથી શરૂ થાય છે. આ ઓળખ અમારા માટે અમે મજબૂત એન્જિનિયરિંગના પાયાની સાથે રાઇડર કેન્દ્રિત મોટરસાઇકલનું નિર્માણ કરતા રહેવા માટેનું એક નવું પ્રોત્સાહન છે.”
ક્લાસિક લિજેન્ડ્સનું પર્ફોર્મન્સ એન્જિનિયરિંગે ડિઝાઇન ભાષાને આકાર આપ્યો છે, જ્યાં ફોર્મ મિકેનિકલ કાર્યને અનુસરે છે. 2025 યેઝદી એડવેન્ચર પર કેન્દ્રમાં રૂટ કરેલા એક્ઝોસ્ટ થર્મલ કાર્યક્ષમતા અને રાઇડરના આરામને સુધારે છે, જ્યારે ટ્વીન હેડલેમ્પસ એક અલગ વિઝ્યુઅલ ઓળખ અને વ્યાપક, આત્મવિશ્વાસપૂર્ણ પ્રકાશ આપે છે – આ દરેક માત્ર સ્ટાઇલિંગનો આંડબર નથી, પરંતુ ઇરાદાપૂર્વકનો એન્જિનિયરિંગનો વિકલ્પ છે.
રાઇડર ઇર્ગોનોમિક્સને ડિઝાઇન અને એન્જિનિયરિંગ બંનેને માર્ગદર્શન આપવાની સાથે કસ્ટમાઇઝેશન સમાન મૂળભૂત બાબતોને અનુસરે છે. 2025 યેઝડી રોડસ્ટરનું એડજસ્ટેબલ સિટિંગ કન્ફિગ્યુરેશન, સમતુલિત રાઇડિંગ ટ્રાયએંગલ, પહોંચક્ષમ સીટની ઊંચાઇ અને ફેક્ટરી-સમર્થિત કસ્ટમાઇઝેશન વિકલ્પો ચેસિસ ભૂમિતિ, માઉન્ટિંગ વ્યુહરચનાઓ અને વિકાસની શરૂઆતમાં લીધેલા માળખાકીય ડિઝાઇનના નિર્ણયોમાંથી આવે છે.
મધ્યમ ક્ષમતા સેગમેન્ટથી આગળ, ક્લાસિક લિજેન્ડ્સે ભારતમાં ઉત્પાદનમાં સૌથી મોટા સિંગલ-સિલિન્ડર 650સીસી એન્જિન્સ પૈકીના એક સાથે બીએસએ ગોલ્ડ સ્ટારની સાથે તેની એન્જિનિયરિંગની મહત્ત્વકાંક્ષા પણ પ્રદર્શિત કરી છે, જે એડવાન્સ્ડ મિકેનિકલ સિસ્ટમની સાથે ઉચ્ચ-ડિસ્પ્લેસમેન્ટ પ્લેટફોર્મ્સની ડિઝાઇન અને ઉત્પાદન કરવાની તેની ક્ષમતાને મજબૂત કરે છે.
ક્લાસિક લિજેન્ડ્સનાં એન્જિનિયરિંગ કૌશલ્ય, ઇન-હાઉસ આરએન્ડડી, અને ડિઝાઇન સંકલનમાં ટકાઉ રોકાણથી માન્યતા મળી છે,જેમાં જીતેલી બે પેટન્ટ્સ, ફાઇલ કરેલી બે પેટન્ટ અને ઉદ્યોગમાં ઘણા પ્રથમ કાર્યો સામેલ છે.
==∅∅∅∅∅∅∅∅∅==
