અમદાવાદ, ગુજરાત | ૧૩મી જાન્યુઆરી ૨૦૨૬ — ગુજરાત જેવું ઉત્તરાયણ અને તેની પતંગ ઉડાડવાના ટ્રેડિશન માટેની તૈયારી કરી રહ્યું હોય, રાજ્યમાં ભારતના પાકના તહેવારની ઉજવણીના અવસર પર, સમગ્ર રાજ્યમાં આંતરશહેર મુસાફરીમાં જોરદાર વધારો થઈ રહ્યો છે. રેડબસ પ્લેટફોર્મના ડેટા સૂચવે છે કે તહેવારો દરમ્યાન મુસાફરીના સમયે ગુજરાતમાંથી બસ બુકિંગમાં 23 ટકાનો વધારો થવાનો અંદાજ છે, જે આ સમયગાળા માટે સમગ્ર ભારતમાં જોવા મળેલો સૌથી વધુ વધારો છે. આ વિશ્લેષણ 09 અને 18 જાન્યુઆરી 2026 વચ્ચે કરવામાં આવેલા બુકિંગની સરખામણી ગયા વર્ષના સમાન સમયગાળા (10 – 19 જાન્યુઆરી 2025) સાથે કરવામાં આવી છે, જે ઘરે આવવા અને રજાઓ માટે થતી મુસાફરીમાં ચોખ્ખો વધારો દર્શાવે છે.
આ વધારો દર્શાવે છે કે તહેવારો દરમ્યાન મુસાફરીમાં બસો કેટલી અગત્યની ભૂમિકા ભજવે છે, ખાસ કરીને એ મુસાફરો માટે કે જે ઘરે પાછા ફરતા હોય, પરિવારને મળવા જતા હોય અથવા ઉત્તરાયણની આસપાસ ટૂંકી રિજનલ રજાઓનું આયોજન કરતા હોય. આ ટ્રેન્ડ બદલાતા ટ્રાવેલ બિહેવિયરને પણ પ્રકાશિત કરે છે, જેમાં મુસાફરો અગાઉથી જ મુસાફરીનું આયોજન કરતા હોય છે અને ઉચ્ચ-ડિમાન્ડવાળા ઇન્ટરસિટી રૂટ પર આરામદાયક સર્વિસીસ પસંદ કરી રહ્યા છે.
ઉત્તરાયણ દરમિયાન વધતી તહેવારોની ટ્રાવેલ ડિમાન્ડ વચ્ચે, રેડબસ 8 થી 26 જાન્યુઆરી સુધી ડિસ્કવર ભારત સેલનું આયોજન કરી રહી છે. આ સેલમાં સમગ્ર બારતમાં ટ્રાવેલ ઓપ્શન મળી રહ્યા છે, જેમાં પ્રતિ સીટ રૂ.299 થી શરૂ થતા ભાડા સાથે મુસાફરીના વિકલ્પો પ્રદાન કરે છે, સાથો સાથ બસો, ટ્રેનો અને હોટલ પર 50 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ પણ મળી રહ્યું છે. પ્રવાસીઓ પસંદગીની બેંક અને પેમેન્ટ પાર્ટનર ઑફર્સ દ્વારા વધારાની બચતનો લાભ પણ મેળવી શકે છે, જેથી કરીને ફેસ્ટિવ ટ્રાવેલનું પ્લાનિંગ વધુ સસ્તું અને સુવિધાજનક થશે.
મુખ્ય મુસાફરી અંદાજો (રેડબસ પ્લેટફોર્મ પર બુકિંગ મુજબ)
- Top Routes by Traffic:
- અમદાવાદ – મુંબઈ
- અમદાવાદ – પુણે
- અમદાવાદ – ઉદયપુર
- અમદાવાદ – રાજકોટ
- રાજકોટ – અમદાવાદ
- સુરત – અમદાવાદ
- ટ્રાફિકની દ્રષ્ટિએ ટોચના બોર્ડિંગ પોઈન્ટ્સ
- પાલડી (અમદાવાદ)
- CTM ચાર રસ્તા (અમદાવાદ)
- શાહીબાગ – (અમદાવાદ)
- પંડ્યા બ્રિજ – (વડોદરા)
- પારસી પંચાયત પાર્કિંગ (સુરત)
મુસાફરોની પ્રાથમિકતા:
● 55% બુકિંગ એસી બસો માટે છે, જે અગાઉથી આયોજન કરવા પર આરામદાયક ટ્રાવેલ ઓપ્શન માટે વધુ પસંદગી દર્શાવે છે, જ્યારે બાકીનું બુકિંગ નોન-એસી બસો માટે છે.
● 72% મુસાફરોએ સ્લીપર બસોને પસંદ કરી છે, જે તહેવારોની સીઝન દરમિયાન આરામદાયક રાત્રિ મુસાફરીની સતત લોકપ્રિયતા દર્શાવે છે.
મુસાફરોની ડેમોગ્રાફિક્સ:
● કુલ બસ બુકિંગમાં 68% પુરુષ પ્રવાસીઓનો અને મહિલા પ્રવાસીઓનો 32% હિસ્સો છે.
● 44% પ્રવાસીઓ મોટા શહેરો (ટાયર-2) માંથી આવે છે, જ્યારે નોંધપાત્ર 56% નાના શહેરો અને ગ્રામીણ વિસ્તારો (ટાયર-3) માંથી આવે છે, જે મુખ્ય શહેરો ઉપરાંત ફેસ્ટિવ ટ્રાવેલમાં જબરદસ્ત ઉછાળો દર્શાવે છે.
કુલ મળીને આ ટ્રેન્ડ ગુજરાતમાંથી ફેસ્ટિવ ટ્રાવેલમાં એક મજબૂત અને સતત વધારા તરફ ઇશારો કરે છે, જે સાંસ્કૃતિક પરંપરાઓ, શ્રેષ્ઠ કનેક્ટિવિટી અને રોડ ટ્રાવેલમાં વધતા આત્મવિશ્વાસને કારણે થઇ રહ્યું છે. ઉત્તરાયણ પરિવારો માટે ફરીથી ભેગા થવા અને અલગ-અલગ વિસ્તારોમાં મુસાફરી કરવા માટે એક મહત્વપૂર્ણ તક બની છે, આથી રેડબસ ગુજરાત અને તેની બહાર પણ કોઇપણ પ્રકારના અડચણ વગર ઇન્ટરસિટી કનેક્ટિવિટીને સમર્થન આપવાનું ચાલુ રાખે છે, જેનાથી લાખો મુસાફરો સરળતાથી તેમની ફેસ્ટિવ મુસાફરીનું આયોજન કરી શકે છે.
==♦♦♦♦♦♦==
