Virat Gujarat
ગુજરાતબિઝનેસમોટરસાઇકલરાષ્ટ્રીયહેડલાઇન

2025 MT-15 વર્ઝન 2.0ટેક અપગ્રેડ્સ અને આકર્ષક નવા રંગો સાથે લોન્ચ

  • નવા ટેક અપગ્રેડમાં ટર્ન-બાય-ટર્ન નેવિગેશન સાથે કલર TFT સ્ક્રીનનો સમાવેશ.
  • 3 નવા રંગ વિકલ્પોમાં ઉપલબ્ધ- આઈસ સ્ટોર્મ, વિવિડ વાયોલેટ મેટાલિક અને મેટાલિક સિલ્વર સિયાન

_________________________________________________________

ચેન્નાઈ | ૦૧ ઓગસ્ટ ૨૦૨૫: ઈન્ડિયા યામાહા મોટર (આઈવીએમ) પ્રા. લિ. દ્વારા તેની લોકપ્રિય ‘ધ કોલ ઓફ ધ બ્લુ’ બ્રાન્ડ કેમ્પેઈન હેઠળ ભારતમાં નવી 2024 યામાહા MT-15 વર્ઝન 2.0 લોન્ચ કર્યાની ઘોષણા કરી છે. મોટરસાઈકલ રૂ. 1.69 લાખની આરંભિક કિંમતે (એક્સ- શોરૂમ, દિલ્હી) બે પ્રકારમાં ઉપલબ્ધ થશે.

2025 MT-15 વર્ઝન 2 DLXને ટર્ન-બાય-ટર્ન નેગિવેશન પ્રદાન કરતા કલર TFT ડિસ્પ્લેની રજૂઆત સાથે નોંધપાત્ર ટેક અપગ્રેડ પ્રાપ્ત થયું છે. રાઈડરોને યામાહાના Y-કનેક્ટ મોબાઈલ એપ થકી બ્લુટૂથ કનેક્ટિવિટી ફીચરમાંથી લાભ મળશે, જે નવીનતમ MT-15માં અપગ્રેડ કરવામાં આવ્યું છે. તે મેઈનટેનન્સની ભલામણ, પાર્કિંગ સ્થળ, ઈંધણનો ઉપભોગ, ખરાબીમાં અલર્ટસ, રેવ્ઝ ડેશબોર્ડ અને અજોડ રાઈડર રેન્કિંગ સિસ્ટમ સહિત એપ થકી ઘણા બધા ફીચર્સને પહોંચ આપે છે.

આકર્ષણમાં ઉમેરો કરતાં નવી MT-15 વર્ઝન 2 DLX બે નવા યુવાપૂર્ણ અને શહેરી રંગ વિકલ્પોમાં આવે છે, જેમાં આઈસ સ્ટોર્મમાં આવે છે, જે વૈશ્વિક સ્તરે લોકપ્રિય MT સિરીઝ શેડ હવે ભારતમાં પદાર્પણ કરી રહ્યો છે અને મોજૂદ મેટાલિક બ્લેક સાથે વિવિડ વાયોલેટ મેટાલિકમાં પણ ઉપલબ્ધ છે. સ્ટાન્ડર્ડ પ્રકારને બોલ્ડ નવો મેટાલિક વાયોલેટ મેટાલિક પણ મળ્યો છે, જે MTની ગતિશીલ અને આક્રમક સ્ટ્રીટ હાજરી પર ભાર આપે છે.

આ લોન્ચ પર બોલતાં યામાહા મોટર ઈન્ડિયા ગ્રુપ ઓફ કંપનીઝના ચેરમેન શ્રી ઈટારુ ઓટાનીએ જણાવ્યું હતું કે, “MT-15 વર્ઝન 2.0એ તેની આક્રમક સ્ટાઈલિંગ, પરફોર્મન્સ- ઓરિયેન્ટેડ એન્જિનિયરિંગ અને રોજબરોજની વર્સેટાલિટી સાથે સ્ટ્રીટ- નેકેડ સેગમેન્ટમાં મજબૂત ઓળખ કંડારી છે. અમે લોકપ્રિય R15M પર ટર્ન-બાય-ટર્ન નેવિગેશન ફીચર સાથે કલર TFT ડિસ્પ્લે રજૂ કર્યું ત્યારથી અમને આવી જ ખૂબીઓ માટે MT-15ના ગ્રાહકો પાસેથી સતત માગણી પ્રાપ્ત થઈ છે. 2025ની અપડેટ આધુનિક ફીચર્સ અને નવા યુવાપૂર્ણ રંગો સાથે આ જ અપેક્ષાઓને પહોંચી વળવાની અમારી કટિબદ્ધતા દર્શાવે છે, જે વિઝ્યુઅલ રીતે તેને આકર્ષક અને રાઈડર સહભાગ બહેતર બનાવે છે. આ અપડેટ્સ સાથે યામાહાએ રોમાંચ અને વ્યવહારુતા ચાહતા યુવા, ગતિશીલ રાઈડરો સાથે સુમેળ સાધતી મોટરસાઈકલોની ડિલિવરી કરવાનું ચાલુ રાખ્યું છે.”

પરફોર્મન્સ અને રોજબરોજની પ્રેક્ટિકાલિટીના સંતુલનની માગણી કરતા રાઈડરો માટે ઘડવામાં આવેલી 2025 MT-15 વર્ઝન 2.0માં વેરિયેબલ વાલ્વ એક્ચ્યુએશન (VVA)લિક્વિડ- કૂલ્ડ, 155cc ફ્યુઅલ- ઈન્જેક્ટેડ એન્જિન છે, જે 10,000 rpmએ 18.4 PS અને 7,500 rpmએ 14.1 Nm ટોર્ક પ્રદાન કરે છે. આસિસ્ટ અને સ્લિપર ક્લચ સાથે 6-સ્પીડ ગિયરબોક્સ આક્રમક ડાઉનશિફ્ટ્સ દરમિયાન આસાન શિફ્ટિંગ અને ઘટતા વ્હીલ હોપની ખાતરી રાખે છે. ટ્રેકશન કંટ્રોલ સિસ્ટમ વિવિધ સપાટીઓ પર રાઈડરનો ભરોસો વધારે છે.

તેના મસ્ક્યુલર સ્ટ્રીટફાઈટર વલણને MotoGP- પ્રેરિત એલ્યુમિનિયમ સ્વિંગઆર્મ છે, જે ખાસ કરીને કોર્નરિંગ અને બ્રેકિંગ સમયે સ્થિરતા અને હાથ ધરવામાં બહેતર બનાવે છે. તેની પેટન્ટેડ ડેલ્ટા બોક્સ ફ્રેમ અને 141 કિગ્રાનો હલકા વજનનો સમૂહ તેની સ્થિતિસ્થાપકતા અને નિયંત્રણમાં ઉમેરો કરે છે. નવીનતમ અપગ્રેડ સાથે યામાહા MT-15 વર્ઝન 2.0એસ્ટ્રીટ- નેકેડ શ્રેણીની સીમાઓને પાર કરવાનું ચાલુ રાખ્યું છે, જે પરફોર્મન્સ, ટેકનોલોજી અને સ્ટાઈલને ધ કોલ ઓફ ધ બ્લુના જોશને પ્રદર્શિત કરે છે.

કિંમતો (એક્સ- શોરૂમ, દિલ્હી)
MT-15 Version 2.0STD INR 1,69,550
MT-15 Version 2.0 DLX INR 1,80,500

 

Related posts

કોસ્ટા કોફી કારમેલ નટક્રેકર રેન્જના લોન્ચ સાથે ભારતમાં રજાઓની ભાવના લાવી

viratgujarat

પ્રેમના મહિનાની ઉજવણી માટે દુબઇમાં રોમેન્ટિક એસ્કેપ્સ

viratgujarat

“મડઈ જા માડૂ”, રામસેતુ ગ્રુપ,અમદાવાદ એ લાઈવ વિધાનસભા નિહાળીને પ્રસન્નતા અનુભવી

viratgujarat

Leave a Comment