![]()
કાર્યક્રમ અંતર્ગત ભવ્ય ઓપન હાઉસ અને STEAM પ્રદર્શન યોજાવામાં આવ્યું, જેમાં પ્રી-પ્રાઈમરીથી ધોરણ ૮ સુધીના વિદ્યાર્થીઓએ અભ્યાસક્રમ આધારિત પ્રવૃત્તિઓ રજૂ કરી, જેનાથી અનુભવ દ્વારાશીખીનેસર્જનાત્મક વિચારોને ઉજાગર કરવામાં આવ્યા. વિશેષ “Future Zone”માં ધોરણ ૯ અને ૧૧ના વિદ્યાર્થીઓએ આવનારી વૈજ્ઞાનિક અને ટેકનોલોજી સંબંધિત પ્રગતિ અંગે પોતાની સમજ રજૂ કરી.
કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ વિઝ્યુઅલ આર્ટ પ્રદર્શન રહ્યું, જેમાં વિદ્યાર્થીઓની કલાત્મક કુશળતા અને સર્જનાત્મક વિકાસ સ્પષ્ટ રીતે જોવા મળ્યો. સમગ્ર શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ભારતીય બંધારણ અને સંયુક્ત રાષ્ટ્રના ટકાઉ અને વિકાસના લક્ષ્યોની (SDG) રજૂઆતો કરવામાં આવી, જેના દ્વારા બંધારણીય મૂલ્યો અને વૈશ્વિક જવાબદારીનો સંદેશ આપવામાં આવ્યો.
એલ્યુમ્ની સ્ટાર્ટ-અપ ઝોન દ્વારા ઉદ્યમશીલ વિચારધારાને પ્રોત્સાહન મળ્યું, જ્યારે કુકરી પ્રવૃત્તિના વિદ્યાર્થીઓએ તેમની રસોઈ કળા રજૂ કરી માતા-પિતાને ખૂબ પ્રભાવિત કર્યા.
સામાજિક જવાબદારી અને સહયોગને વધુ મજબૂત બનાવવા-IBDPના વિદ્યાર્થીઓએ સિવિલ હોસ્પિટલના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કર્યું, જે શાળાની સામાજિક સેવાના પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યું.
આ કાર્યક્રમને માતા-પિતા અને મુલાકાતીઓ તરફથી ખૂબ ઉત્સાહભર્યો પ્રતિસાદ મળ્યો.આ કાર્યક્રમ વિદ્યાર્થીઓની પ્રતિભા, નવીનતા તથા સામાજિક જાગૃતિનુંએકમહત્વપૂર્ણ અને સુંદર ઉત્સવ સાબિત થયો.
≡≡≡≡≡≡≡≡≡≡≡≡≡≡≡≡≡≡
