ગુજરાત, અમદાવાદ ૧૭ માર્ચ ૨૦૨૫: JSW MG મોટર ઇન્ડિયા હાલોલમાં પોતાની અત્યાધુનિક ઉત્પાદન સુવિધા ઉભી કરીને ગુજરાતમાં આર્થિક વિકાસને વેગ આપી રહી છે. JSW MG મોટર ઇન્ડિયા ગુજરાતમાં સ્થાનિક જોડાણને વેગ આપી રહી છે, જેની કેટલીક મુખ્ય રીતો અહીં રજૂ કરવામાં આવી છે:
1. આર્થિક પ્રભાવ: જ્યારે JSW MG મોટર ઇન્ડિયાએ ગુજરાતમાં 7,000 કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરી, ત્યારે જ તેણે 6,000 કરતાં વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીનું સર્જન કર્યું હતું. સ્થાનિક રોજગાર અને વૃદ્ધિમાં નોંધપાત્ર યોગદાન આપતું કંપનીનું આ રોકાણ રાજ્યના આર્થિક વિકાસ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે.
2. મેન્યુફેક્ચરિંગ સુવિધામાં ઉચ્ચ ઉત્પાદન: હાલોલ સ્થિત પ્લાન્ટમાં દર વર્ષે 120,000 વાહનોનું ઉત્પાદન કરવાની ક્ષમતા છે જેને વધારીને 3,00,000 વાહનના ઉત્પાદન સુધી કરી શકાય તેમ છે. આ સુવિધાએ તાજેતરમાં ભારતની પ્રથમ ઇન્ટેલિજન્ટ CUV, MG વિન્ડસરના 15,000 યુનિટના ઉત્પાદનનું સીમાચિહ્ન પ્રાપ્ત કર્યું છે. આ સુવિધા 6,000થી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ કર્મચારીઓને રોજગારી પૂરી પાડતી હોવાથી પ્રદેશમાં તેના કારણે રોજગારનો નોંધપાત્ર સ્ત્રોત ઉભો થઈ શક્યો છે.
3. ઇનોવેશન અને ટેકનોલોજી: JSW MG મોટર ઇન્ડિયા ઇલેક્ટ્રિક વાહનોમાં અગ્રેસર છે. તે હાલોલ સ્થિત સુવિધામાં ZS અને કોમેટ જેવા મોડેલોનું મેન્યુફેક્ચરિંગ કરે છે. કંપનીએ 2024માં EV કોમ્પોનન્ટ્સના સ્થાનિક ઉત્પાદનને એક્સપ્લોર કરવાનો અને EV ઇકોસિસ્ટમને સમર્થન આપવા માટે ગુજરાતમાં બૅટરી એસેમ્બલી યુનિટ સ્થાપિત કરવાનો પોતાનો ઇરાદો જાહેર કર્યો હતો.
4. વિવિધતા અને સમાવેશીતા: કામ કરવા માટેના સમાવેશી માહોલને પ્રોત્સાહન આપવાના કંપનીના સમર્પણના ભાગ રૂપે, 41% લૈંગિક વિવિધતા સાથે કંપની વૈવિધ્યસભર કાર્યબળ ધરાવે છે અને ભવિષ્યમાં 50% વિવિધતા સુધી પહોંચવાનું કંપનીનું લક્ષ્ય છે.