Virat Gujarat
અવેરનેસ

KFS-ઘાટલોડિયાએ પ્રજાસત્તાક દિવસ નિમિત્તે '360° યુનિટી રન' ઈવેન્ટની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરી

અમદાવાદ: કેલોરેક્સ ફ્યુચર સ્કૂલ (KFS)-ઘાટલોડિયા દ્વારા 26 જાન્યુઆરી, 2026 ના રોજ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવા માટે '360° યુનિટી રન'નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટએ તંદુરસ્તી અને દેશભક્તિના મૂલ્યોને એકતાની મજબૂત ભાવના સાથે સફળતાપૂર્વક જોડ્યા હતા. અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી આ ઈવેન્ટમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ અને સમુદાયના સભ્યોએ પૂરા જોશ અને ઉત્સાહ સાથે ભાગ લીધો હતો.
પ્રોગ્રામની શરૂઆત ઊર્જાથી ભરપૂર ઝુમ્બા વોર્મ-અપ સેશનથી થઈ હતી અને ત્યારપછી 10 કિમી, 5 કિમી અને 2 કિમી દોડને ફ્લેગ-ઓફ કરવામાં આવી હતી. પ્રોગ્રામના મુખ્ય મહેમાન, કેલોરેક્સ ગ્રુપના એકેડેમિક્સ ડિરેક્ટર શ્રીમતી આરતી મિશ્રાએ આ દોડને ફ્લેગ-ઓફ આપી હતી.

આ પ્રોગ્રામમાં 101 વિદ્યાર્થીઓ અને 63 શિક્ષકોએ ભાગ લીધો હતો, જે મજબૂત સામુદાયિક ભાગીદારી અને સહકારની ભાવના પ્રદર્શિત કરે છે. બધા સહભાગીઓને મેડલ, ટી-શર્ટ અને નાસ્તો આપવામાં આવ્યો હતો. આ ઈવેન્ટના આયોજને "સહભાગીતા અને એકતા, એ જ સાચી સિદ્ધિઓ છે", એવો મજબૂત સંદેશ આપ્યો હતો.

સાચે જ, '360° યુનિટી રન' એ એકતા, સમાવેશીતા અને રાષ્ટ્રીય ગૌરવનું પ્રતીક સમાન ઈવેન્ટ હતી, જેણે
પ્રજાસત્તાક દિવસની ઉજવણીને યાદગાર બનાવી હતી. આ પ્રોગ્રામ KFS-ઘાટલોડિયા માટે એક ઐતિહાસિક
સીમાચિહ્નરૂપ પ્રસંગ બન્યો હતો.

Related posts

ધીરુભાઇ અંબાણી યુનિવર્સિટી – સ્કુલ ઓફ લો દ્વારા IP લેન્ડસ્કેપનું માર્ગદર્શનઃ કાયદાના વ્યાવસાયિકો માટે એક વ્યાપક માર્ગદર્શિકા પર રાષ્ટ્રીય સેમિનારનું આયોજન

viratgujarat

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે પીપળાવની પેરા એથલીટ દીકરી વેદાંશીને શુભાષિશ પાઠવ્યા

viratgujarat

મુસ્લિમ વેલ્ફેર એસોસિએશન દ્વારા મુસ્લિમ મહિલાઓએ સેલ્ફ ડિફેન્સ શીખવાની પહેલ કરી

viratgujarat

Leave a Comment