Virat Gujarat
બિઝનેસ

રાજમાર્ગ ઇન્ફ્રા ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટનો રૂ. 6,000 કરોડનો આઈપીઓ બુધવાર, 11 માર્ચ, 2026ના રોજ ખુલશે

  • રાજમાર્ગ ઇન્ફ્રા ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ રૂ. 60,000.00 મિલિયન સુધીના યુનિટ્સ ઇશ્યૂ કરી રહ્યું છે
  • બિડ/ઇશ્યૂ બુધવાર, 11 માર્ચ, 2026 ના રોજ ખુલશે અને શુક્રવાર, 13 માર્ચ, 2026 ના રોજ બંધ થશે.એન્કર ઇન્વેસ્ટર બિડિંગ તારીખ બિડ/ઇશ્યૂ ખુલવાની તારીખના કામકાજના એક દિવસ પહેલા એટલે કે મંગળવાર, 10 માર્ચ, 2026 ના રોજ રહેશે.
  • ઇશ્યૂ માટે પ્રાઇસ બેન્ડ પ્રતિ યુનિટ રૂ. 99 થી રૂ. 100 છે.
  • એન્કર ઇન્વેસ્ટર્સ અને સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટર્સ સિવાયના બિડર્સ ઓછામાં ઓછા 150 યુનિટ માટે અને ત્યારબાદ 150 યુનિટના ગુણાંકમાં બિડ કરી શકે છે.

 

અમદાવાદ,6 માર્ચ, 2026: એનએચએઆઈ (નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા) દ્વારા સ્પોન્સર્ડ InvIT, રાજમાર્ગ ઇન્ફ્રા ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ, સ્પોન્સર કોન્ટ્રીબ્યુશન સાથે મળીને બુધવાર, 11 માર્ચ, 2026 ના રોજ રૂ. 60,000 મિલિયન (રૂ. 6,000 કરોડ) સુધીના યુનિટ્સનો આઈપીઓ (“IPO” or “Issue”) ખોલવાનો પ્રસ્તાવ મૂકે છે. પ્રતિ યુનિટ પ્રાઇઝ બેન્ડ રૂ. 99 થી રૂ. 100 સુધી નક્કી કરવામાં આવ્યો છે. આ ઇશ્યૂ શુક્રવાર, 13 માર્ચ, 2026 ના રોજ બંધ થશે. એન્કર ઇન્વેસ્ટર બિડિંગ તારીખ મંગળવાર, 10 માર્ચ, 2026 છે. રાજમાર્ગ ઇન્ફ્રા ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટની સ્થાપના એનએચએઆઈદ્વારા પ્રોજેક્ટ એસપીવી ને આપવામાં આવેલા કન્સેશન કરારની શરતો અનુસાર InvIT એસેટ્સ હસ્તગત કરવા, ઓપરેટ કરવા અને મેઇન્ટેઇન કરવા માટે કરવામાં આવી હતી અને એનએચએઆઈદ્વારા કલ્પના કરાયેલ ટોલ ઓપરેટ ટ્રાન્સફર (“TOT”) મોડેલ હેઠળ ઝારખંડ, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને કર્ણાટકમાં પાંચ ટોલ રોડનો પ્રારંભિક પોર્ટફોલિયો રાખવા માટે કરવામાં આવી હતી.

 

એન્કર ઇન્વેસ્ટર્સ અને સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટર્સ દ્વારા સબ્સ્ક્રાઇબ કરાયેલા યુનિટ્સ સિવાયના બિડર્સ દ્વારા ઓછામાં ઓછા 150 યુનિટના લોટ માટે અને ત્યારબાદ 150 યુનિટના ગુણાંકમાં બિડ કરી શકાય છે.

 

આ યુનિટ્સને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ (“NSE”) અને બીએસઈ લિમિટેડ (the “BSE”, together with NSE, the “Stock Exchanges”) પર લિસ્ટિંગ કરવાનો પ્રસ્તાવ છે. યુનિટ્સના લિસ્ટિંગ માટે બીએસઈ અને એનએસઈ તરફથી સૈદ્ધાંતિક મંજૂરી 13 ફેબ્રુઆરી, 2026 ના રોજ મળી ગઈ છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ એ નિયુક્ત સ્ટોક એક્સચેન્જ છે.

 

ઇશ્યૂમાંથી મળેલી ચોખ્ખી રકમનો ઉપયોગ નીચેના હેતુઓ માટે કરવાનો પ્રસ્તાવ છે: (1) પ્રોજેક્ટ એસપીવીમાં ડેટ અને ઇક્વિટીનું રોકાણ કરવા, જેનો ઉપયોગ પ્રોજેક્ટ એસપીવી દ્વારા એનએચએઆઈ ને InvIT એસેટ્સની કન્સેશન વેલ્યુની ચુકવણી માટે કરવામાં આવશે અને (2) સામાન્ય હેતુઓ માટે.

 

આ ઇશ્યૂ બુક બિલ્ડિંગ પ્રક્રિયા દ્વારા અને InvIT નિયમો અને SEBI InvIT માસ્ટર સર્ક્યુલરનું પાલન કરીને કરવામાં આવી રહ્યો છે, જેમાં નેટ ઇશ્યૂના મહત્તમ 75 ટકા (સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટર પોર્શન સિવાય) ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે.જોકે ઇન્વેસ્ટમેન્ટ મેનેજર, બુક રનિંગ લીડ મેનેજર્સ સાથે ચર્ચાકરીને, InvIT નિયમો અને SEBI InvIT માસ્ટર સર્ક્યુલર અનુસાર વિવેકાધીન ધોરણે એન્કર ઇન્વેસ્ટર્સને ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર પોર્શનના 60 ટકા સુધી ફાળવી શકે છે.

 

વધુમાં, InvIT નિયમો અને SEBI InvIT માસ્ટર સર્ક્યુલર અનુસાર, નેટ ઇશ્યૂના લઘુતમ 25 ટકા (વ્યૂહાત્મક રોકાણકાર ભાગ સિવાય) નોન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, જે માન્ય બિડ્સ ઇશ્યૂ કિંમત પર અથવા તેનાથી ઉપર પ્રાપ્ત થવાને આધીન છે.

 

એન્કર ઇન્વેસ્ટર્સ અને સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટર્સ સિવાયના તમામ બિડર્સે તેમના સંબંધિત ASBA એકાઉન્ટ્સ અને યુપીઆઈ આઈડી (રૂ. 0.50 મિલિયન કે તેથી ઓછી બિડ રકમ સાથે યુપીઆઈ મિકેનિઝમ બિડિંગનો ઉપયોગ કરતા ઇન્ડિવિડ્યુઅલ નોન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સના કિસ્સામાં) ની વિગતો પ્રદાન કરીને Application Supported by Blocked Amount (“ASBA”) પ્રક્રિયાનો ઉપયોગ કરવો જરૂરી છે, જેમાંઆ ઇશ્યૂમાં ભાગ લેવા માટે સંબંધિત બિડની રકમ Self Certified Syndicate Banks (“SCSBs”) દ્વારા અથવા લાગુ પડતીયુપીઆઈ મિકેનિઝમ હેઠળ બ્લોક કરવામાં આવશે. એન્કર ઇન્વેસ્ટર્સને ASBA પ્રક્રિયા દ્વારા ઇશ્યૂના એન્કર ઇન્વેસ્ટર ભાગમાં ભાગ લેવાની પરવાનગી નથી. વિગતો માટે, કૃપા કરીને પેજ નંબર 271 પર “Issue Information” શીર્ષક ધરાવતું સેક્શન જુઓ.

 

ટ્રસ્ટના સ્પોન્સર નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા છે. ઇન્વેસ્ટમેન્ટ મેનેજર રાજમાર્ગ ઇન્ફ્રા ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સ પ્રાઇવેટ લિમિટેડ છેઅને ટ્રસ્ટી આઈડીબીઆઈ ટ્રસ્ટીશીપ સર્વિસીસ લિમિટેડ છે.

 

એસબીઆઈ કેપિટલ માર્કેટ્સ લિમિટેડ, એક્સિસ કેપિટલ લિમિટેડ, આઈસીઆઈસીઆઈસિક્યોરિટીઝ લિમિટેડ અને મોતીલાલ ઓસ્વાલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ લિમિટેડ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર છે.

 

 

 

Related posts

RummyCultureને યુનોમર અને સાયબરમીડિયા રિસર્ચ (CMR) દ્વારા ‘ભારતની નંબર એક રમી ઍપ’ તરીકે ઓળખી કઢાઇ

viratgujarat

યામાહા દ્વારા ગ્રાહકોની વધતી માગણી પહોંચી વળવા માટે R3 અને MT-03ની કિંમતોમાં સુધારણાઃ વૈશ્વિક સ્તરે R3ના એક દાયકાની ઉજવણી

viratgujarat

એમેઝોન બાઝારની ટ્રાવેલ એસેન્શિયલ્સ સાથે શરૂ થાય છે સ્માર્ટ ટ્રાવેલ રૂ. 99ની આરંભિક કિંમતે

viratgujarat

Leave a Comment