Virat Gujarat
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ગુજરાતમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં રાજકોટનો હવે 40 ટકા હિસ્સોઃ રેઝરપે રિપોર્ટ

  • રાજકોટમાં ઇ-કોમર્સ મર્ચન્ટ્સમાં 210 ટકાનો વધારો, શહેરમાં ડિજિટલ કોમર્સની લહેરથી બળ મળ્યું
  • SaaS કંપનીઓમાં 150 ટકાનો વધારો, જે રાજકોટમાં અદ્યતન ડિજિટલ સોલ્યુશન્સની સ્વિકાર્યતામાં વધારો સૂચવે છે

ભારત, રાજકોટ | 24 સપ્ટેમ્બર 2025: ભારતના અગ્રણી પેમેન્ટ ગેટવે રેઝરપેએ આજે “રાજકોટનો ઉદયઃ ગુજરાતનું ડિજિટલ પેમેન્ટ્સ પાવરહાઉસ” શિર્ષક હેઠળ તેનો ડિજિટલ પેમેન્ટ્સ રિપોર્ટ રજૂ કર્યો છે. આ રિપોર્ટમાં કેવી રીતે રાજકોટ શહેર ગુજરાતનું ડિજિટસ ગ્રોથ એન્જિન તરીકે ઉભરી રહ્યું છે તેના માટે સપ્ટેમ્બર 2024 અને ઓગસ્ટ 2025 દરમિયાન પેમેન્ટના ટ્રેન્ડ્સનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. એક સમયે મુખ્યત્વે પરંપરાગત ઉદ્યોગો માટે ઓળખ ધરાવતું રાજકોટે આજે નવી ઓળખ પ્રસ્થાપિત કરી છે કે જ્યાં એમએસએમઇ, જ્વેલર્સ, એજ્યુકેટર્સ, SaaS (સોફ્ટવેર એઝ અ સર્વિસ) અને ઇ-કોમર્સ મર્ચન્ટ્સ આત્મવિશ્વાસ અને મોટાપાયે ડિજિટલ કોમર્સ અપનાવી રહ્યાં છે.

આ રિપોર્ટની કેટલીક મહત્વપૂર્ણ બાબતો નીચે મૂજબ છેઃ રિપોર્ટના તમામ નિષ્કર્ષ રેઝરપે પ્લેટફોર્મ ઉપર સપ્ટેમ્બર 2024 અને ઓગસ્ટ 2025 દરમિયાન થયેલા ટ્રાન્ઝેક્શન આધારિત છે. ઓફલાઇન ડેટા રેઝરપેના ઓફલાઇન પેમેન્ટ્સ પ્લેટફોર્મ, રેઝરપે પીઓએસ પાસેથી પ્રાપ્ત કરાયા છે.

  1. રાજકોટની ડિજિટલ વિકાસગાથાઃ ક્વોન્ટિટી કરતાં ક્વોલિટી ઉપર ધ્યાન

સપ્ટેમ્બર 2024થી ઓગસ્ટ 2025 દરમિયાન રાજકોટ ભારતની ડિજિટલ અર્થવ્યવસ્થામાં અલગ ઉભરી આવ્યું છે, જેનું મુખ્ય કારણ કેટલાં ટ્રાન્ઝેક્શન થયાં તે નહીં, પરંતુ દરેકની વેલ્યુને કારણે અલગ તરી આવ્યું છે. સરેરાશ રૂ. 6,200ના ઓનલાઇન ટ્રાન્ઝેક્શન સાથે શહેર હાઇ-વેલ્યુ ડિજિટલ ખર્ચમાં કેન્દ્રસ્થાને રહ્યું છે.

રાજકોટમાં વિશેષ કરીને એમએસએમઇએ મજબૂત ક્રેડિટ અપ્રુવલ રેટ દર્શાવ્યો છે, જે તેની નાણાકીય સદ્ધરતા દર્શાવે છે. 50થી વધુ મોટી કંપનીઓએ તેમની કામગીરીના વિસ્તરણ માટે રેઝરપે કેપિટલ પાસેથી વૃદ્ધિ લોન મેળવી છે. આ ઉપરાંત ફેશન અને લાઇફસ્ટાઇલ, SaaS (સોફ્ટવેર એઝ અ સર્વિસ), એજ્યુકેશન અને જ્વેલરી જેવાં ક્ષેત્રોએ પણ પરિવર્તનનું નેતૃત્વ કર્યું છે, જે દર્શાવે છે કે રાજકોટ ડિજિટલ માધ્યમને અપનાવવાની સાથે-સાથે એક મજબૂત, વ્યાપક અને ભવિષ્ય માટે સજ્જ અર્થતંત્રની પણ રચના કરી રહ્યું છે, જેનો આધાર ભવિષ્ય માટે ગુણવત્તા દ્વારા સંચાલિત અર્થતંત્ર રહેશે.

  1. રાજકોટના નાના બિઝનેસિસનો ડિજિટલક્ષેત્ર તરફ વધુ ઝુકાવ

છેલ્લાં કેટલાંક વર્ષોમાં રાજકોટના નાના વ્યવસાયો અને સ્થાનિક દુકાનોએ ઝડપથી ડિજિટલ માધ્યમોને અપનાવ્યાં છે, જે મજબૂત વિકાસ માટે પરંપરાને નવી ટેક્નોલોજી સાથે જોડે છે.

  • ઇ-કોમર્સ સેક્ટરે જંગી કામગીરી નોંધાવી છે, જેમાં રેઝરપે પ્લેટફોર્મ ઉપર મર્ચન્ટ્સ 210 ટકા વધ્યાં છે
  • SaaS કંપનીઓમાં 150 ટકાનોવધારો, જેરાજકોટમાંઅદ્યતનડિજિટલસોલ્યુશન્સનીસ્વિકાર્યતામાંવધારોસૂચવેછે
  • આર્ટ્સ અને કલેક્ટિબલ્સ સેક્ટરમાં પણ વૃદ્ધિ, 145 ટકા વધુ બિઝનેસ ઓનલાઇન આવી રહ્યાં છે ત્યારે તેમનું વેચાણ 38 ટકા વધ્યું છે, જે સૂચવે છે કે કેવી રીતે કલ્ચર અને ક્રાફ્ટ નવા ડિજિટલ યુઝર્સ મેળવી રહ્યાં છે
  • કોસ્મેટિક્સની દુકાનો પણ ડિજિટલ માધ્યમ અપનાવી રહી છે, જેમાં 120 ટકા વધુ સ્ટોર જોડાયા છે અને વેચાણ 37 ટકા વધ્યું છે
  • ચેરિટી સેક્ટર પણ તેમાં સામેલ થયું છે, 114 ટકા વધુ સંસ્થાનો લોકો સુધી પહોંચવા અને સહયોગ મેળવવા માટે ડિજિટલ ટુલ્સનો ઉપયોગ કરી રહ્યાં છે
  • ફેશન અને લાઇફસ્ટાઇલ બિઝેસ 102 ટકા વિકસ્યો છે, તે રાજકોટના ઉદ્યોગસાહસિકતાના જુસ્સાને દર્શાવે છે

આ તમામ બદલાવ સૂચવે છે કે કેવી રીતે રાજકોટના નાના બિઝનેસિસ ડિજિટલ ટુલ્સનો ઉપયોગ કરવાની સાથે-સાથે ગ્રાહકો સાથે જોડાવા અને વેચાણ કરવા માટે નવા માર્ગો અપનાવી રહ્યાં છે.

  1. નાનું શહેર, મોટી પહેલઃ રાજકોટ ડિજિટલ બાબતોમાં મોટા શહેરોથી આગળ

સપ્ટેમ્બર 2024 અને ઓગસ્ટ 2025 દરમિયાન રાજકોટ રેઝરપે માટે રાષ્ટ્રીય સ્તરે ગુજરાતમાં સૌથી ઝડપથી વૃદ્ધિ સાધતું શહેર બન્યું છે. રાજકોટમાં રેઝરપેનો ઉપયોગ કરતાં બિઝનેસિસની સંખ્યામાં 64 ટકાનો વધારો થયો છે, જે ગુજરાતમાં ભાવનગર (89 ટકા), જામનગર (78 ટકા) અને સુરત (68 ટકા) બાદ ચોથા ક્રમે છે. જોકે, મહત્વપૂર્ણ બાબત એ છે કે રાજકોટે ડિજિટલ પેમેન્ટ્સને ઝડપથી અપનાવ્યાં છે, જે અપેક્ષાથી વધુ છે.

રાજકોટ શહેરનું કુલ પેમેન્ટ વોલ્યુમ (ટીપીવી) પણ વાર્ષિક ધોરણે 28 ટકા વધ્યું છે. મહત્વપૂર્ણ છે કે હવે રેઝરપેના ગુજરાતમાં કુલ ટ્રાન્ઝેક્શનમાં રાજકોટનો હિસ્સો 40 ટકા છે, જે અમદાવાદ અને સુરત જેવાં મોટા શહેરોથી વધુ છે. તે ગુજરાતમાં ખરા અર્થણાં ડિજિટલ પેમેન્ટ લીડર છે.

  1. ઓનલાઇન અને ઓફલાઇન મિક્સઃ બિઝનેસ કરવામાં રાજકોટની નવી રીત

સપ્ટેમ્બર 2024થી ઓગસ્ટ 2025 દરમિયાન રાજકોટે દર્શાવ્યું છે કે સફળ બિઝનેસ માત્ર ઓનલાઇન અથવા ઓફલાઇન વેચાણ પૂરતું નથી, પરંતુ આ બંન્ને માધ્યમનો સાથે ઉપયોગ કરવા વિશે છે.

આશરે 12 ટકા સ્થાનિક બિઝનેસિસે ઓમ્નીચેનલ પેમેન્ટ્સનો ઉપયોગ શરૂ કર્યો છે, તેનો મતલબ તેઓ ફિઝિકલ સ્ટોર્સ અને ઓનલાઇન બંન્ને માધ્યમથી નાણા સ્વિકારે છે. આમાંથી લગભગ અડધા બિઝેસિસ ઇન્ટરનેટ ઉપર પ્રોડક્ટ્સનું વેચાણ કરે છે. આ અભિગમથી તેમને ગ્રાહકો સાથે વધુ સારી રીતે જોડાવા તથા વેચાણનું વધુ સારી રીતે સંચાલન કરવામાં મદદ મળી છે. સરેરાશ ધોરણે મર્ચન્ટ્સે દર મહિને 80થી100 પમેન્ટ્સ ટ્રાન્ઝેક્શન પૂર્ણ કર્યાં છે તથા દરેક વેચાણનું મૂલ્ય આશરે રૂ. 6,200 નોંધાયું છે, જે રાષ્ટ્રીય સરેરાશ રૂ. 2,500 કરતાં બમણાથી વધુ છે.

નીચે દર્શાવાયું છે કે કેવી રીતે અલગ-અલગ ક્ષેત્રોએ કામ કર્યું છે અને કેવી રીતે રાજકોટ સાબિત કરે છે કે ઓફલાઇન અને ઓનલાઇન વેચાણ વેપારનું ભવિષ્ય છે.

  • જ્વેલરીઃ સેલ્સ વેલ્યુ 40 ટકા વધી છે તેમજ ટ્રાન્ઝેક્શનની સંખ્યા 18 ટકા વધી છે, જે રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધુ છે
  • ગ્રોસરીઃ સેલ્સ અને ટ્રાન્ઝેક્શનની સંખ્યામાં 20 ટકાનો વધારો, જ્યારેકે દેશભરમાં સાધારણ બદલાવ જોવા મળ્યો છે
  • એજ્યુકેશનઃ વધુ બિઝનેસિસે દર મહિને ઓનલાઇન પેમેન્ટ સ્વિકાર્યાં છે તેમજ સેલ્સમાં સ્થિર વૃદ્ધિ થઇ છે

આ ટ્રેન્ડ્સ વિશે પ્રતિક્રિયા આપતાં રેઝરપેના ચીફ ઓપરેટિંગ ઓફિસર રાહુલ કોઠારીએ જણાવ્યું હતું કે, “કેવી રીતે ભારતના ટિયર 2 શહેરો ડિજિટલ કોમર્સને આકાર આપી રહ્યાં છે, તેમાં રાજકોટની સફર ઉત્તમ ઉદાહરણ છે. શહેરની એમએસએમઇ ટેક્નોલોજી અપનાવવાની સાથે-સાથે આત્મવિશ્વાસ, શિસ્ત અને મોટાપાયે તેનો ઉપયોગ કરી રહી છે. અહીં વેપારની ગુણવત્તા મહત્વપૂર્ણ છે, જ્યાં પ્રતિ ટ્રાન્ઝેક્શન ગ્રાહકો દ્વારા કરાતી ચૂકવણી નોંધપાત્ર રીતે વધુ છે, ક્રેડિટની એક્સેસ સાથે બિઝનેસિસ ઝડપથી આગળ વધી રહ્યાં છે તથા તમામ ક્ષેત્રો ડિજિટલ યુગ સાથે તાલ મિલાવી રહ્યાં છે. આજે રેઝરપે પ્લેટફોર્મ ઉપર ગુજરાતના કુલ ટ્રાન્ઝેક્શન વોલ્યુમમાંરાજકોટ 40 ટકા હિસ્સો ધરાવે છે, જે સૂચવે છે કે ભારતમાં ડિજિટલ પરિવર્તન માત્ર મેટ્રો દ્વારા જ સંચાલિત નથી, પરંતુ રાજકોટ જેવાં શહેરો પણ તેમાં યોગદાન આપી રહ્યાં છે.”

કોઠારીએ ઉમેર્યું હતું કે, સપ્ટેમ્બર 2024 અને ઓગસ્ટ 2025 દરમિયાન રેઝરપે પ્લેટફોર્મ ઉપર રાજકોટની વૃદ્ધિ ખૂબજ અભૂતપૂર્વ રહી છે, જેમાં પ્રીમિયમ ટ્રાન્ઝેક્શનનું મૂલ્ય રાષ્ટ્રીય સરેરાશ કરતાં 2.5 ગણુ વધુ નોંધાયું છે, મર્ચન્ટ્સમાં 64 ટકાની વૃદ્ધિ તથા એન્ટરટેઇનમેન્ટ, લાઇફસ્ટાઇલ અને એજ્યુકેશન જેવાં ક્ષેત્રોએ તેનું નેતૃત્વ કર્યું છે. આ બદલાવ માત્ર ઉદ્યોગસાહસિકતાના જુસ્સાને જ નહીં, પરંતુ એક સુરક્ષિત અને નાણાકીય સિસ્ટમના અનુપાલનમાં રાજકોટનો વિશ્વાસ દર્શાવે છે. રેઝરપે ખાતે અમારા માટે આ માત્ર વૃદ્ધિના આંકડા જ નહીં, પરંતુ બિઝનેસિસના સપના સાકાર કરવા, ઝડપી વૃદ્ધિ અને અમારામાં તેમનો વિશ્વાસ કરવા વિશે છે.

રાજકોટનો વિકાસ ભારતની ડિજિટલ સફરને પ્રતિબિંબિત કરે છે, સ્થિતિસ્થાપકતા, ઇનોવેશન અને વિશ્વાસ દ્વારા સંચાલિત છે. યુપીઆઇ અને ડિજિટલ પેમેન્ટ્સ વેપારમાં પરિવર્તન લાવી રહ્યાં છે ત્યારે રાજકોટ સાબિત કરે છે કે ભારતની ડિજિટલ અર્થવ્યવસ્થાનું ભવિષ્ય ફક્ત મહાનગરોમાં જ નહીં, પરંતુ તેના વાઇબ્રન્ટ ટિયર 2 શહેરોમાં રહેલું છે. રેઝરપે 180 અબજ યુએસ ડોલરથી વધુના વાર્ષિક ટીપીવી સાથે ભારતનું અગ્રણી પેમેન્ટ પ્રોસેસર છે, જે ભારતના 119 યુનિકોર્નમાંથી 105થી વધુ માટે પેમેન્ટ્સ, બેંકિંગ, પેરોલ અને ધિરાણને શક્તિ આપે છે. આ બદલાવમાં અગ્રેસર છે તેમજ લાખો વ્યવસાયો માટે એક સુરક્ષિત, સુવિધાજનક અને વ્યાપક નાણાકીય ઇકોસિસ્ટમનું નિર્માણ કરે છે. ભારતની ડિજિટલ સફર વધુ ઝડપથી આગળ વધવા માટે સજ્જ છે ત્યારે રેઝરપે વ્યવસાયોને ટેકો આપવા માટે ગર્વ અનુભવે છે.

Related posts

તમારા ગળામાં છુપાયેલા સંકેતો: માથા અને ગરદનના કેન્સરનું વહેલું નિદાન

viratgujarat

“અંતર્ગત સ્ટેબિલાઈઝર” ભ્રમણા છેઃ ભારતનાં સ્માર્ટ ટીવી માટે બહારી રક્ષણની જરૂર હજુ પણ શા માટે છે

viratgujarat

દિલ્હી રેલ્વે સ્ટેશન પર માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

viratgujarat

Leave a Comment