Virat Gujarat
CSR પ્રવૃત્તિઓ

“વસુધૈવ સહકાર નહીં ઉદાર” અને “વસુધૈવ સંસ્કાર નહીં સહકાર” ના મંત્રને શ્રી જયંતિભાઈ મહેતાએ જીવનમાં સાર્થક કર્યો છે – શ્રી સુરેશ પ્રભુ

શ્રી જયંતિભાઈ મહેતા સાહેબના 75મા જન્મદિવસ નિમિત્તે અમૃત મહોત્સવનું આયોજન સરદાર પટેલ મેમોરિયલ હોલ, શાહીબાગ, અમદાવાદ ખાતે 8 માર્ચ 2026 ના રોજ કરવામાં આવ્યું.

આ પ્રસંગે ભાજપ ગુજરાતના પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશ વિશ્વકર્મા, ભારત સરકારના પૂર્વ વાણિજ્ય મંત્રી શ્રી સુરેશ પ્રભુ, સહકાર ભારતના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી ઉદય જોશી, IFFCO ના પ્રમુખ શ્રી દિલીપ સંઘાણી, ભારત હાઉસિંગ બેંકના ડિરેક્ટર શ્રી સર્વેશ મરાઠે, ગુજરાત સ્ટેટ કો-ઓપ બેંકના ચેરમેન શ્રી અજયભાઈ પટેલ તેમજ અન્ય સીમાન્ત સહકારી કાર્યકરો અને ગુજરાત તેમજ અન્ય રાજ્યોની સહકારી બેંકોના ચેરમેન અને ડિરેક્ટરો ઉપસ્થિત રહ્યા હતા.

સહકાર ભારતના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તેમજ ગુજરાત અર્બન કો-ઓપ બેંક્સ ફેડરેશનના વાઇસ ચેરમેન શ્રી કાંતિભાઈ પટેલ સાહેબે મંચ પરથી સહકારી અગ્રણીઓનો પરિચય આપ્યો અને અમૃત મહોત્સવનું સફળ સંચાલન કર્યું. તેમણે પોતાના ઉદ્દબોધનમાં જણાવ્યું કે જયંતિભાઈ મહેતાનું સન્માન એ સહકારી કાર્યકરોનું સન્માન છે જે અન્ય સહકારી કાર્યકરોને પ્રેરણા આપશે.

શ્રી જગદીશ વિશ્વકર્મા સાહેબે જયંતિભાઈ મહેતાને સત્યનિષ્ઠ સહકારી કાર્યકર તરીકે અભિનંદન પાઠવ્યા અને તેમના દીર્ઘાયુ માટે શુભકામનાઓ આપી.

શ્રી ઉદય જોશીએ જણાવ્યું કે જયંતિભાઈ મહેતાએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને સહકાર ભારત બંને સંસ્થામાં કાર્ય કરીને સહકાર ભારતને રાષ્ટ્રીય સ્તરે આગવી ઓળખ અપાવી છે.

શ્રી સુરેશ પ્રભુએ પોતાના ઉદ્દબોધનમાં જણાવ્યું કે
“વસુધૈવ સહકાર નહીં ઉદાર” અને “વસુધૈવ સંસ્કાર નહીં સહકાર” ના મંત્રને જયંતિભાઈ મહેતાએ સંપૂર્ણ રીતે સાકાર કર્યા છે. તેમણે સમાજ અને રાષ્ટ્ર માટે લાંબા સમય સુધી યોગદાન આપતા રહે તેવી શુભકામનાઓ પાઠવી.

ઉપસ્થિત સહકારી કાર્યકરોએ શ્રી મહેતા સાહેબના જાહેર જીવનના કાર્યની પ્રશંસા કરી અને જન્મદિવસની શુભકામનાઓ આપી.

શ્રી જયંતિભાઈ મહેતાએ પોતાના પ્રતિભાવમાં જણાવ્યું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયા પછી તેમના જીવનમાં નવી ચેતના અને સમર્પણનો ભાવ આવ્યો અને સમાજ તથા રાષ્ટ્ર માટે કાર્ય કરવાની પ્રેરણા મળી.

તેમણે જણાવ્યું કે જાહેર જીવનમાં સંસ્કારનું મહત્વ છે જે તેમને માનનીય લક્ષ્મણરાવ ઇનામદાર (વકીલ સાહેબ) પાસેથી મળ્યા હતા. તેમણે ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી માનનીય કેશુભાઈ પટેલને પણ યાદ કર્યા.

આ કાર્યક્રમના આયોજનમાં સહકાર આપનાર તમામ સંસ્થાઓ અને વ્યક્તિઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.

આભાર દર્શન: શ્રી નભિલભાઈ સાવા (પ્રદેશ ઉપાધ્યક્ષ)

અમૃત મહોત્સવમાં 100થી વધુ સંસ્થાના લગભગ 850થી વધુ વ્યક્તિઓ હાજર રહ્યા.

જન્મ દિવસ નિમિત્તે: મહેતા પરિવાર તરફથી ઉપસ્થિત તમામ મહેમાનોને 6 નોટબુક (ચોપડા) નો એક સેટ ભેટ આપવામાં આવ્યો.

Related posts

અનિલ રેલિયા અને આર્ચર આર્ટ ગેલેરી ના સહયોગથી અમદાવાદ માં પ્રથમ વાર યોજાનારજાણીતા ઉદ્યોગપતિ પ્રફુલ્લ શાહના ચિત્રોનુ પ્રદર્શન

viratgujarat

૨૦૦ વર્ષના ભવ્ય ઇતિહાસ બાદ જેતલપુરધામનો મહિમાં આજે પણ એટલો જ અકબંધ છે -શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા

viratgujarat

સોમનાથ હેલિપેડ ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું ભાવભીનું સ્વાગત

viratgujarat

Leave a Comment