ગુજરાત, અમદાવાદ | ૧૦મી સપ્ટેમ્બર ૨૦૨૫: ભારતની અગ્રણી મલ્ટીનેશનલ ફેશન બ્રાન્ડ્સમાંથી એક મેક્સ ફેશને તેના પ્રથમ પુરુષ બ્રાન્ડ એમ્બેસેડર: અભિનેતા અને સાંસ્કૃતિક ટ્રેન્ડસેટર સિદ્ધાંત ચતુર્વેદીને નિયુક્ત કરીને ઐતિહાસિક પરિવર્તન કર્યું છે. “હાઉ ન્યૂ ઇઝ યોર ન્યૂ?” નામના નવા અભિયાનનું અભિનેતા અને સાંસ્કૃતિક ટ્રેન્ડસેટર સિદ્ધાંત ચતુર્વેદી નેતૃત્ત્વ કરી રહ્યા છે. તેમની સરળ શૈલી અને વ્યક્તિત્વ તેમજ સાંસ્કૃતિક ઉત્કૃષ્ટતા બંનેને મહત્વ આપતી પેઢી સાથે જોડાવાની ક્ષમતા માટે જાણીતા સિદ્ધાંત મેક્સની એનર્જી અને ઉત્કૃષ્ટતાને વ્યવસ્થિત રીતે દર્શાવે છે.
આ સહયોગ ફક્ત એક સિઝનલ કેમ્પેઇન જ નથી, તે એક ઉદ્દેશ્યનું નિવેદન છે. મેક્સ લાખો લોકો માટે ફેશન પ્રેરણા લઇને આવે છે, દર અઠવાડિયે નવી સ્ટાઇલ લઇને આવે છે, જે ટ્રેન્ડ્સ કેટલી ઝડપથી બદલાય છે અને વ્યક્તિગત સ્ટાઇલમાં પરિવર્તન આવે છે તેની સાથે તાલમેલ રાખે છે.
સિદ્ધાંતની વિશાળ અપીલ અને જનરેશન ઝેડ સાથે જોડાવા ઉપરાંત, તે એક એવી ધાર લઇને આવે છે જે સંગીત, મુવમેન્ટ અને સ્ટાઇલના સંગમ પર રહેતા યુવા ભારતીયો સાથે સુસંગત છે. કલ્કી કોચલિન, અલાયા એફ અને હવે સિદ્ધાંત ચતુર્વેદીની સાથે બ્રાન્ડે એક ત્રિપુટી તૈયાર કરી છે જે આધુનિક ભારતના બહુસ્તરીય, જીવંત અને સ્ક્રોલ પ્રેમી પક્ષને દર્શાવે છે. કલ્કી ઊંડાણ અને વ્યક્તિત્વ લાવે છે, અલાયા જનરેશન ઝેડની નીડર ઉર્જાને પ્રદર્શિત કરે છે અને સિદ્ધાંત આ સમીકરણમાં એક તાજી, યુવા સહજતાને જોડે છે. સાથે મળીને તેઓ એક એવી પેઢીને પ્રતિબિંબિત કરે છે જે કોફી રનથી રેડ કાર્પેટ સુધી, પરંપરાથી ટ્રેન્ડ સુધી, સમાન આત્મવિશ્વાસની સાથે આગળ વધી શકે છે.
એક નવા ભારત માટે એક નવું મેક્સ
આ કેમ્પેઇન ફક્ત એક સર્જનાત્મકતાથી કયાંય વધુ છે. તે મેક્સ દ્વરા પોતાના નિયમોને ફરીથી લખવા જેવું છે. સિદ્ધાંતને બ્રાન્ડનો ચહેરો બનાવીને મેક્સ એનર્જી અને ઉદ્દેશ્ય બંનેમાં પરિવર્તનનો સંકેત આપી રહ્યું છે. તેઓ યુવાન છે. તે વધુ તેજ છે. સિદ્ધાંત ચતુર્વેદી કહે છે કે, “આજકાલ સ્ટાઇલનો મતલબ છે પરિવર્તન, હું સેટ પર, જીમમાં કે મિત્રોની સાથે ફરવા જતા પહેલા જેવો વ્યક્તિ રહ્યો નથી,” ‘હાઉ ન્યૂ ઇઝ યોર ન્યુ?’ તમને તે પરિવર્તન વિશે વિચારવા માટે મજબૂર કરે છે અને મેક્સે તેને પોતાના કલેકશનની સાથે વ્યવસ્થિત રીતે દર્શાવ્યું છે જે તમારી સાથે ચાલે છે, નહીં કે તેની વિપરીત. આજકાલની ફેશન તમારા ફીડ જેવી છે, તે સતત વિકસિત થતી રહે છે અને મેક્સની પાસે તે સ્ક્રોલ ફેક્ટર છે, જેમાં તમારા દરેક વર્ઝન માટે કંઈક નવું છે.”
“હાઉ ન્યૂ ઇઝ યોર ન્યૂ?” જે ઓન-પોઇન્ટ એથ્લેઝરથી લઈને વીકેન્ડના અંતે રજાઓ ગાળવા સુધીની ગતિવિધિઓ માટે ડિઝાઇન કરાઈ છે, મેક્સનો નવીનતમ ડ્રોપ રોજીંદા ડ્રેસિંગને સ્વ-અભિવ્યક્તિનું કાર્ય બનાવે છે.
“સિદ્ધાંત સાથેની અમારી ભાગીદારી સ્વાભાવિક છે,” મેક્સ ફેશનના ડેપ્યુટી સીઈઓ સુમિત ચંદના કહે છે. “તે એક આત્મવિશ્વાસી, સર્જનાત્મક અને પ્રગતિશીલ ભારતનું પ્રતિનિધિત્વ કરે છે, અને આ જ ગુણો અમે અમારા ગ્રાહકોમાં જોઇએ છીએ. ‘તમારું નવું કેટલું નવું છે?’ તેઓને દર સપ્તાહે તેમના માટે વિશિષ્ટ રૂપમાં તૈયાર કરવામાં આવેલ નવી સ્ટાઇલ પ્રમાણે, જેટલી વખત ઇચ્છો, તેમના નવા લુકને નવું રૂપ આપવાની આઝાદી આપવાની અમારી રીત છે. જે મેક્સના એક મૂળભૂત સત્ય પર ભાર મૂકે છે: સૌથી શક્તિશાળી વાર્તાઓ ઓળખ નક્કી કરતી નથી; તેઓ પહેલાથી જ ચાલી રહેલા વિકાસને પ્રતિબિંબિત કરે છે.
Instagram link: https://www.instagram.com/reel/DNe3MUIMRU0/?igsh=MTh5OXVzd2dqZmU2YQ==
Youtube link:https://www.youtube.com/watch?v=Y_Q5ApoAXL0
