અમદાવાદ 28મી ડિસેમ્બર 2024: 31 ડિસેમ્બર ની રાત બધા માટે ન્યુ યર સેલિબ્રેશન નો બહુમૂલ્ય મોકો હોય છે. આખી દુનિયા મ્યુઝિક ના તાલે થરકીને જ્યારે નવા વર્ષનું સ્વાગત કરતી હોય ત્યારે અમદાવાદમાં એક હોટલના રૂમમાં એક યુવતી નો એના જ બોયફ્રેન્ડ અને અન્ય મિત્રો દ્વારા ગેંગરેપ થયો હોવાનો આરોપ લગાવવામાં આવે છે. આરોપીઓ ઘણા વગવાળા ફેમિલીથી આવતા હોવાથી શરૂઆતમાં આ કેસને રફેદફે કરવા પોલીસ પ્રશાસન દ્વારા પીડીતા તેમજ એની મોટી બહેનને કેસ ડ્રોપ કરવા માટે ધાકધમકી અને જરૂર પડે ત્યારે પ્રલોભનો આપવામાં આવે છે. ન્યાય મળવાની આશા ધૂંધળી દેખાતા ઘટતા થયાના એક અઠવાડિયા પછી પીડિતા આત્મહત્યા કરી લે છે. છતાં પણ પીડિતાની મોટી બહેન હિંમત દાખવી એકલા હાથે આરોપીઓને કોર્ટમાં લલકારે છે અને પોતાની બહેનને ન્યાય આપવાની પૂરજોર કોશિશ કરે છે. એની આ હિંમત ને તોડવા માટે આરોપીઓના વકીલો તરફથી પીડિતા અને એની બહેન ઉપર વ્યભિચારી અને પૈસાની લાલચી હોવાના લાંચન પણ ખુલ્લેઆમ લગાવવામાં આવે છે. આ બધા અવરોધો છતાં શું મોટી બહેન મૃતક પીડીતાને ન્યાય અપાવી શકશે?
ક્રાઈમ, સસ્પેન્સ, પોલીસ ઇન્વેસ્ટીગેશન તેમજ કોર્ટરૂમ ડ્રામાથી ભરપૂર ગુજરાતી ફિલ્મ “31st” આપના નજીકના સિનેમા ઘરોમાં 20 ડિસેમ્બર ના રોજ રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મના નિર્માતા ભૌમિક પટેલ, જયેશ પટેલ તેમજ જયેશ પરમાર છે. આ ફિલ્મના લેખક તથા દિગ્દર્શક પ્રણવ પટેલ છે. આ ફિલ્મ ક્લાઉડલેન્ડ એન્ટરટેનમેન્ટ ના બેનર હેઠળ બનાવવામાં આવી છે. આ ફિલ્મમાં ગુજરાતી સિનેમા જગતના ખ્યાતનામ એક્ટર હિતુ કનોડીયા તેમજ નેશનલ એવોર્ડ વિનર શ્રદ્ધા ડાંગર મુખ્ય ભૂમિકામાં છે. આ સાથે પરીક્ષિત તમાલીયા, પ્રાચી ઠાકર, ચેતન દૈયા, વિપુલ વિઠલાણી, હેમાંગ દવે અને અન્ય કલાકાર મિત્રોએ પણ અભિનય કર્યો છે.