ગુજરાત, અમદાવાદ | ૧૫મી જાન્યુઆરી ૨૦૨૬ — ભારતમાં ઘરમાં વૃદ્ધિ પામેલી કોલા દિગ્ગજ થમ્સ અપ દ્વારા દેશભરનાં સૌથી વ્યસ્ત ત્રણ એરપોર્ટસમાં દિલ્હી એરપોર્ટ અને અદાણી એરપોર્ટસ સાથે ભાગીદારીમાં ઉચ્ચ પ્રભાવશાળી આઈસીસી ટ્રોફી વ્યુઈંગ એક્સપીરિયન્સ થકી ચાહકોની નજીક પ્રતિષ્ઠિત આઈસીસી ટી20 મેન્સ વર્લ્ડ કપ ટ્રોફી લાવી છે. આઈસીસી સાથે તેની દીર્ઘ સ્થાયી ભાગીદારીમાં મૂળિયાં સાથે પહેલ ક્રિકેટ સાથે ભારતના ઊંડા, ભાવનાત્મક જોડાણની ઉજવણી કરીને રોજબરોજનાં અવરજવરનાં સ્થળોને રાષ્ટ્રીય ગૌરવ અને ચાહકોથી સમૃદ્ધ અવસરોમાં ફેરવી દે છે.
આ પહેલ એરપોર્ટ ઓપરેટર્સ સાથે ભાગીદારીમાં જીવંત કરાઈ છે. થમ્સ અપે અમદાવાદ અને મુંબઈમાં ગ્રાહકોના મજબૂત સહભાગ અને રોજબરોજ લાખ્ખો ભારતીય પ્રવાસીઓ જ્યાંથી અવરજવર કરે છે તે ટ્રાન્ઝિટ કેન્દ્રો તેને ઉચ્ચ સ્તરે લઈ જવાની ખાતરી રાખવા માટે દિલ્હી એરપોર્ટ અને અદાણી એરપોર્ટસ સાથે ભાગીદારી કરી છે.
આઈસીસી ટ્રોફી વ્યુઈંગ એક્સપીરિયન્સ 15મી જાન્યુઆરીના રોજ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે શરૂ થયો હતો, જે પછી 16મી જાન્યુઆરીના રોજ ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ અને 17મી જાન્યુઆરીએ મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે માણવા મળશે અને સર્વ દિવસે સવારે 6થી રાત્રે 8 સુધી તે પ્રદર્શિત કરાશે. દિલ્હી એરપોર્ટ સમર્પિત આઈસીસી ટ્રોફી ડિસ્પ્લેની યજમાની કરશે, જ્યારે અમદાવાદ અને મુંબઈ ચાહકોના સહભાગ માટે રોમાંચક એલઈડી મુરાલ ફોટો ઝોન રાખશે.
આઈસીસી સાથે દીર્ઘ સ્થાયી ભાગીદાર તરીકે થમ્સ અપ સતત ક્રિકેટના સૌથી મોટા માઈલસ્ટોન ભારતીય ચાહકોની નજીક લાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહી છે. આ ભાગીદારીના મૂળિયાં દેશને એકત્ર કરવા અને સ્ટેડિયમની પાર અવસરો નિર્માણ કરવા રમતગમતની શક્તિમાં સમાન વિશ્વાસમાં છે, જે પ્રતીકાત્મક ક્રિકેટિંગ એસેટ્સને ગ્રાહકો માટે જીવંત, અસલ દુનિયાના અનુભવોમાં ફેરવે છે.
આ પહેલ વિશે બોલતાં કોકા- કોલા ઈન્ડિયા અને સાઉથ વેસ્ટ એશિયાના ચીફ કસ્ટમર ઓફિસર અભિષેક ગુપ્તાએ જણાવ્યું હતું કે, “ક્રિકેટ ભારતના સૌથી શક્તિશાળી ઉપભોગ કરાતા અવસરમાંથી એક છે અને લોકોને એકત્ર લાવવાની અજોડ રીત છે અને થમ્સ અપ હંમેશાં લગની મજબૂત હોય ત્યાં દેખા દે છે. આઈસીસી ટ્રોફી એક્સપીરિયન્સને અમારા ભાગીદારો સાથે ભારતનાં મુખ્ય એરપોર્ટસ, જેમ કે, દિલ્હી એરપોર્ટ અને અદાણી એરપોર્ટસ ખાતે લઈ જઈને અમે ચાહકોને તેમના રોજબરોજના પ્રવાસની વચ્ચે મળી રહ્યા છીએ, અવરજવરની જગ્યાને અર્થપૂર્ણ સંપર્કસ્થળોમાં ફેરવી રહ્યા છીએ, જે ઉચ્ચ સ્તર, આત્મવિશ્વાસ અને બોલ્ડનેસ દર્શાવે છે, જે થમ્સન અપની વ્યાખ્યા કરે છે.”
આ ભાગીદારી વિશે બોલતાં અદાણી એરપોર્ટસ હોલ્ડિંગ લિ.ના સીઈઓ અરુણ બંસલે જણાવ્યું હતું કે, “એએએચએલે અમદાવાદ અને મુંબઈ એરપોર્ટસ ખાતે આઈસીસી ટ્રોફી લઈ જઈને રોજબરોજના પ્રવાસને રાષ્ટ્રીય ગૌરવ, ચાહકોનો સહભાગ અને નાવીન્યપૂર્ણ પ્રવાસ અનુભવના સ્વર્ણિમ અવસરોમાં ફેરવવા માટે થમ્સ અપ સાથે ગૌરવપૂર્વક જોડાણ કર્યું છે. અમને બેજોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેવાઓ સાથે અમારા પ્રવાસીઓ માટે આવા યાદગાર અવસરો લાવવાનો રોમાંચ છે. એકત્ર મળીને અમે પ્રવાસને ભારતના રમતગમતના જોશની ઉજવણીમાં ફેરવી રહ્યા છીએ.“
શક્તિશાળી સાંસ્કૃતિક બળ તરીકે રમતગમતમાં મૂળિયાં સાથે થમ્સ અપે પડદાની પાર રમત અનુભવવા ચાહકો માટે નવી રીતમાં આગેવાની કરી છે. ફ્લાઈંગ કન્ટેસ્ટ વિજેતાઓથી વેસ્ટ ઈન્ડીઝમાં આઈસીસી વર્લ્ડ કપ 2024થી ક્રિકેટમાં ઉચ્ચ પ્રભાવશાળી, ટેક પ્રેરિત અવસરો નિર્માણ કરવા સુધી બ્રાન્ડે મુખ્ય સ્પોર્ટિંગ માઈલસ્ટોન્સને અસલ, સમાન ઉપભોગ અવસરોમાં ફેરવી દીધા છે. આ અનુભવો રમતગમત એ ફક્ત જોવાતી નથી, પરંતુ મેદાનમાં, અવસરમાં અને ઉચ્ચ સ્તરે જીવાય છે તે થમ્પ અપની માન્યતા પ્રદર્શિત કરે છે.
આઈસીસી ટ્રોફી એક્સપીરિયન્સ ક્રિકેટ સાથે થમ્સ અપના દીર્ઘ સ્થાયી સહયોગ અને ચાહકો માટે મહત્ત્વપૂર્ણ અવસરોની નજીક રહેવાના તેના હેતુને પ્રદર્શિત કરે છે. મુખ્ય ટ્રાન્ઝિટ હબ્સ ખાતે ટ્રોફી મૂકીને બ્રાન્ડનું લક્ષ્ય એવા ચાહકોને મળવાનું છે, જ્યાં તેમનો પ્રવાસ શરૂ થઈને તેઓ લગની સાથે જુઓ તે રમતગમત આસપાસ અવિસ્મરણીય સંપર્કસ્થળ નિર્માણ કરવાનું છે.
===◊◊◊◊===
