- ડબ્લ્યુડબ્લ્યુઇ સુપરસ્ટાર્સ કોડી રોડ્સ, રિયા રિપ્લે, ધ અન્ડરટેકર, બિયાન્કા બેલેર અને અન્ય એપ્રિલ દરમિયાન લોકપ્રિય મોબાઇલ ગેમમાં દેખાશે
- રેસલમેનિયા 41માં મેચ સ્પોન્સપશીપ સાથે બહુસ્તરીય ભાગીદારી મુખ્ય આકર્ષણ
૩૧ માર્ચ ૨૦૨૫: ટીકેઓ ગ્રુપ હોલ્ડિંગ્સ (એનવાયએસઇઃ ટીકેઓ)નો ભાગ ડબ્લ્યુડબ્લ્યુઇ અને સુપરસેલની લોકપ્રિય ગેમ ક્લેશ ઓફ ક્લેન્સ, જેણે બે અબજથી પણ વધુ લાઇફટાઇમ ડાઉનલોડ પ્રાપ્ત કર્યું છે, તેણે આજે એક નવી ભાગીદારીની જાહેરાત કરી છે, જેના હેઠળ ડબ્લ્યુડબ્લ્યુઇ સુપરસ્ટાર્સની એક ટુકડી એપ્રિલ દરમિયાન એક આકર્ષક ઇન-ગેમ અને આઉટ-ગેમ ઇવેન્ટમાં મુખ્ય ભૂમિકા ભજવશે.
નવી ભાગીદારી હેઠળ નિર્વિવાદ ડબ્લ્યુડબ્લ્યુઇ ચેમ્પિયન કોડી રોડ્સ, રિયા રિપ્લે, ધ અન્ડરટેકર, બિયાન્કા બેલેર અને અન્ય ડબ્લ્યુડબ્લ્યુઇ સુપરસ્ટાર્સની ક્લેશ ઓફ ક્લેન્સનાં વિશ્વની અંદર પ્રતિષ્ઠિત પાત્રો તરીકે ફરીથી કલ્પના કરવામાં આવશે, જેનો અંત લાસ વેગાસમાં એલેજિયાન્ટ સ્ટેડિયમ ખાતે રેસલમેનિયામાં વિસ્તૃત્ત મેચ સ્પોન્સપશીપમાં થશે.
પ્રશંસકો 1લી એપ્રિલ, મંગળવારથી ક્લેશ ઓફ ક્લેનમાં ડબ્લ્યુડબ્લ્યુઇના સુપરસ્ટાર્સનો અનુભવ કરી શકશે અને સમગ્ર મહિનામાં ગેમમાં આવનારા ડબ્લ્યુડબ્લ્યુઇ થીમની ઘણી વિશેષતાઓનો આનંદ ઉઠાવી શકશે, જેમાં થીમ ધરાવતા વાતાવરણ, ગેમપ્લે ઇવેન્ટ્સ, કોસ્મેટિક્સ અને ઇસ્ટર એગ્સ સામેલ હશે, જે ડબ્લ્યુડબ્લ્યુઇના સમૃદ્ધ વારસાને શ્રદ્ધાંજલી આપશે. સંકલનનું મુખ્ય કેન્દ્ર રોડ્સ છે, જેઓ લગભગ એક દાયકા સુધી ક્લેશ ઓફ ક્લેન્સ રમ્યા પછી અને વિશ્વભરમાં ટોચના 10 ટકા ખેલાડીઓમાં સ્થાન પ્રાપ્ત કર્યા પછી તેમની “બાર્બેરિયન કિંગ” તરીકે ફરી કલ્પના કરવામાં આવશે. આ જ સમયે, અને લાંબા ગાળાના “ઓવરલોર્ડરોડ્સ” પ્લેયર હેન્ડલ હેઠળ રોડ્સ લાઇવ-એક્શન લોન્ચ વિડિયોમાં અભિનય કરે છે અને ખલનાયક વિનાશ અને પ્રભુત્ત્વ પર બનેલી ગેમપ્લે સ્ટાઇલ દર્શાવે છે.
વધારાના ડબ્લ્યુડબ્લ્યુઇ સુપરસ્ટાર સંકલનોમાં સામેલ છેઃ
- રિયા રિપ્લે “આર્ચર ક્વિન” તરીકે
- ધ અન્ડરટેકર “ગ્રાન્ડ વોર્ડન” તરીકે
- બિયાન્કા બેલેર “રોયલ ચેમ્પિયન” તરીકે
- રે મિસ્ટિરિયો “મિનિયોન પ્રિન્સ” તરીકે
- કેન “પી.ઇ.કે.કે.એ.” તરીકે
- બેકી લિન્ચ “વાલ્કીરી” તરીકે
- જેય ઉસો “થ્રોવર” તરીકે
રોડ્સે જણાવ્યું હતું કે “મેં ડબ્લ્યુડબ્લ્યુઇમાં મારો વારસો બનાવવામાં ઘણા વર્ષો વિતાવ્યા છે, પરંતુ પ્રશંસકો માટે એ જાણવાનો સમય આવી ગયો છે કે મેં મોટા ભાગની મારી જીત ક્યાં મેળવી છે, ક્લેશ ઓફ ક્લેન.” “ઓવરલોડ્સ તરીકે હું બચાવ કરતો નથી, હું જીતું છું. ગામડાઓ પડી ભાગશે, અને કોઇ વિરોધીને મારા કમાન્ડ હેઠળ કચડી નાખવામાં આવશે. આ રિંગમાં નિષ્પક્ષ રીતે રમવા વિશે નથી, આ યુદ્ધનાં મેદાન પર રાજ કરવા વિશે છે. રેસલમેનિયા41ની જેમ જ હું એક લક્ષ્યની સાથે આગળ વધી રહ્યો છું – સંપૂર્ણ જીત. મેં આ ક્ષણ માટે લાંબા સમયની રાહ જોઇ છે અને હવે હું આવી ગયો છું, હવે મને કોઇ રોકી શકશે નહીં.”
સુપરસેલ ખાતે લાઇવ ગેમ્સના વડા સારા બેચે જણાવ્યું હતું કે “જ્યારે ગેમ ટીમને ખબર પડી કે કોડી રોડ્સ અને અન્ય સુપરસ્ટાર્સ લાંબા સમયથી ક્લેશ ઓફ ક્લેનના પ્રશંસકો છે ત્યારે તેમણે ડબ્લ્યુડબ્લ્યુઇનો સંપર્ક કરવામાં સંકોચ અનુભવ્યો નહોતો.” “ક્લેશ ઓફ ક્લેન્સમાં આ ભાગીદારી એ સ્તરે છે જે અમે પહેલા ક્યારેય બનાવી નથી – ઇન-ગેમ ઇવેન્ટથી લઈને લાખો ખેલાડીઓ સુધી પહોંચવા સુધી, રેસલમેનિયા 41 અને અમારા ક્લેશ ઓફ ક્લેન્સ મેચ સુધી, તે સૌથી મોટા મંચ પર આવા પ્રકારની પ્રથમ ઇવેન્ટ છે.”
તમામ અપડેટ્સ માટે સોશિયલ મિડિયા (YouTube/Instagram/X/TikTok) પર “ક્લેશ ઓફ ક્લેન્સ”ને અનુસરો.