ચેન્નઇ | ૧૦મી સપ્ટેમ્બર ૨૦૨૫: ઇન્ડિયા યામાહા મોટર (IYM) પ્રા, લિમીટેડએ આજે ઘોષણા કરી છે કે તે ટુ-વ્હીલર પરના તાજેતરના જીએસટી સુધારાનો સંપૂર્ણ લાભ ગ્રાહકોને આપશે, આ સુધારાઓ 22 સપ્ટેમ્બરથી અસરમાં લાગુ થશે.
આ પ્રગતિ અંગે સંબોધન કરતા યામાહા મોટર ઇન્ડિયા ગ્રુપના ચેરમેન ઇતારુ ઓટાણીએ જણાવ્યું હતુ કે, “ટુ-વ્હીલર પર GSTમાં સમયસર ઘટાડો કરવા બદલ અમે ભારત સરકારનો આભાર માનવા માંગીએ છીએ. આ પગલું તહેવારોની મોસમ દરમિયાન ટુ-વ્હીલરની માંગને મજબૂત વેગ આપશે. ટુ-વ્હીલર્સને વધુ સસ્તું બનાવીને, તે ફક્ત ગ્રાહકોને સીધો લાભ જ નહીં પરંતુ એકંદર વપરાશને પણ ઉત્તેજીત કરશે અને ઉદ્યોગ માટે સકારાત્મક ગતિનું સર્જન કરશે. યામાહા ખાતે, અમે આ ઘટાડાનો સંપૂર્ણ લાભ સમગ્ર ભારતમાં અમારા ગ્રાહકોને પહોંચાડતા ખુશ છીએ.”
22 સપ્ટેમ્બર 2025 થી અમલમાં આવનારા યામાહાના ટુ-વ્હીલર પોર્ટફોલિયોમાં સંભવિત કિંમત ઘટાડાની વિગતો નીચે આપેલ છે. આગામી તહેવારોની મોસમ દરમિયાન આ લાભોનો લાભ લેવા માટે ગ્રાહકોને વહેલા બુકિંગ કરવા પ્રોત્સાહિત કરવામાં આવે છે.
| GST Price Benefit | |||
| Ex-showroom, Delhi (INR) | |||
| Models | Old Price | New Price | GST Benefit upto |
| R15 | 2,12,020 | 1,94,439 | 17,581 |
| MT15 | 1,80,500 | 1,65,536 | 14,964 |
| FZ-S Fi Hybrid | 1,45,190 | 1,33,159 | 12,031 |
| FZ-X Hybrid | 1,49,990 | 1,37,560 | 12,430 |
| Aerox 155 Version S | 1,53,890 | 1,41,137 | 12,753 |
| RayZR | 93,760 | 86,001 | 7,759 |
| Fascino | 1,02,790 | 94,281 | 8,509 |
