Virat Gujarat
ગુજરાતજીવનશૈલીમનોરંજનરમતગમતરાષ્ટ્રીયહેડલાઇન

રોટરી ક્લબ ઓફ અમદાવાદ હેરિટેજ આયોજિત RBL 3.0 ક્રિકેટ ટુર્નામેન્ટનું સમાપન

ગુજરાત, અમદાવાદ ૧૫ એપ્રિલ ૨૦૨૫: રોટરી ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ “RBL 3.0” (રોટરી બોક્સ ક્રિકેટ લીગ )નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. રોટરી ક્લબ ઓફ અમદાવાદ હેરિટેજની આગેવાની હેઠળ આ ત્રીજી આવૃત્તિ વધુ વિશાળ, વધુ રસપ્રદ અને વધુ સંવાદસભર બની હતી.

ટુર્નામેન્ટમાં અમદાવાદની અંદરથી 100 થી વધુ રોટરી અને રોટરેક્ટ ક્લબ્સ અને 100 થી વધુ સેવાભાવી સંગઠનોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ “રોટરી ક્લબ ઓફ અમદાવાદ હેરિટેજ” દ્વારા હોસ્ટ કરવામાં આવ્યો હતો , જેમના ડીસ્ટ્રીકટ ઇવેન્ટ ચેરમેન રોટેરિયન નૈમિષ ઓઝા હતા. આ કાર્યક્રમમાં ડીસ્ટ્રીકટ ગવર્નર 2025-26 ના રોટેરીયન નિગમ ચૌધરી, વર્ષ 2026-27 ના ડીસ્ટ્રીકટ ગવર્નર નૈમિષ રવાણી અને વર્ષ 2027-28 ના ડીસ્ટ્રીકટ ગવર્નર શ્યામ કુમાર ઉપસ્થિત રહ્યા હતા.

ટુર્નામેન્ટના વિશેષ આકર્ષણો:
• પુરુષ ટીમ વિજેતા: ₹40,000 + ટ્રોફી
• પુરુષ ટીમ રનર્સ અપ: ₹25,000 + મેડલ
• મહિલા ટીમ વિજેતા: ₹25,000 + ટ્રોફી
• મહિલા ટીમ રનર્સ અપ: ₹15,000 + મેડલ
• સિનિયર ટીમ વિજેતા: ₹20,000 + ટ્રોફી
• સિનિયર ટીમ રનર્સ અપ: ₹15,000 + મેડલ

આ ટુર્નામેન્ટ ના વિવિધ કેટેગરીના વિજેતા આ મુજબ રહ્યા હતા.
મેન્સ ટીમ વિનર – પંકજ સ્કાયલાઈન્સ સ્ટ્રાઈકર્સ
વિમેન ટીમ વિનર – ડાઉનટાઉન હેરિટેજ હેરિકેન
સિનિયર્સ ટીમ વિનર – સ્કાયલાઇન ક્રેડિટબીઝ ઇન્ડિયન્સ

Related posts

ઇલેક્રામા 2025એ પાવર ઇક્વિપમેન્ટના વૈશ્વિક નિકાસકાર બનવાના પ્રયાસને સમર્થન આપ્યું

viratgujarat

માળીયા હાટીના નજીક અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

viratgujarat

એમેઝોન ઈન્ડિયાની પહેલ ‘ડબ્બાથી વધુ પહેલ’ વચન આપે છે કુંભમાં આરામદાયક રાતનો

viratgujarat

Leave a Comment