Virat Gujarat
બિઝનેસ

જિયો રજૂ કરે છે ₹200ઓટીટી પાસ – 15 પ્રીમિયમ ઓટીટી, 1000+ લાઇવ ટીવી ચેનલ્સ, 30 જીબી ડેટા અને અનલિમિટેડ 5G 28 દિવસના એક જ પેકમાં ઉપલબ્ધ

રિલાયન્સ જિયો દ્વારા આજે એક નવો ₹200નો જિયો ઓટીટી પાસ રજૂ કરવામાં આવ્યો છે – આ એક સિંગલ 28 દિવસનું પેક છે જે 15 પ્રીમિયમ ઓટીટી એપ્સનો એક્સેસ, જિયોટીવી પર 1,000થી વધુ લાઈવ ટીવી ચેનલ્સ, 30 જીબી હાઈ-સ્પીડ ડેટા અને યુઝરના બેઝ પ્લાનની વેલિડિટી દરમિયાન અનલિમિટેડ 5Gની સુવિધા એકસાથે પૂરી પાડે છે. આ નવો પાસ આજથી એટલે કે 27 મે 2026થી ઓનલાઈન અને ઓફલાઈન માધ્યમો પર ઉપલબ્ધ થઈ ગયો છે અને તે એક્ટિવ બેઝ પ્લાન ધરાવતા તમામ જિયો યુઝર્સ માટે ઉપલબ્ધ છે.

એક સ્વતંત્ર મનોરંજન પેકેજ તરીકે રજૂ કરાયેલો આ નવો ₹200નો જિયો ઓટીટી પાસ વીડિયો સ્ટ્રીમિંગ, લાઈવ ટેલિવિઝન અને હાઈ-સ્પીડ કનેક્ટિવિટીને એક સસ્તા, નિશ્ચિત કિંમતના પેકમાં સાથે લાવે છે – જે ગ્રાહકોને માત્ર ₹200માં દર મહિને આશરે ₹1,500ની કિંમતના લાભો આપે છે.

આ પાસમાં સમાવિષ્ટ લાભઃ

15 પ્રીમિયમ ઓટીટી સબસ્ક્રિપ્શન્સ એક જ પેકમાં:

  • યુટ્યૂબ પ્રીમિયમ – ટીવી, ટેબ્લેટ અને મોબાઈલ પર જાહેરાતમુક્ત વીડિયો જોવાની સુવિધા, બેકગ્રાઉન્ડ પ્લે અને ઓફલાઈન ડાઉનલોડ્સ
  • જિયોહોટસ્ટાર + હોલીવૂડ – લાઈવ સ્પોર્ટ્સ, હોટસ્ટાર ઓરિજિનલ્સ અને બ્લોકબસ્ટર હોલીવૂડ કન્ટેન્ટ
  • પ્રાઇમ વીડિયો મોબાઇલ એડિશન – મોબાઈલ પર એમેઝોન પ્રાઇમ વીડિયો
  • જિયોટીવી દ્વારા ઉપલબ્ધ અન્ય 12 ઓટીટી: સોનીલીવ, ઝીફાઇવ, લાયન્સગેટ પ્લે, ડિસ્કવરી પ્લસ, સન નેક્સ્ટ, ફેનકોડ, કાંચાલંકા, પ્લેનેટ મરાઠી, ચૌપાલ, હોઇચોઇ, ટાઇમ્સપ્લે, અને તરંગ પ્લસ
  • જિયોટીવી પર 1,000થી વધુ લાઈવ ટીવી ચેનલો, જેમાં અગ્રણી બ્રોડકાસ્ટર્સની 150થી વધુ પેઇડ ચેનલોનો સમાવેશ થાય છે:
  • જિયોસ્ટાર– સ્ટાર પ્લસ એચડી, કલર્સ એચડી અને અન્ય મનોરંજન તેમજ મૂવી ચેનલો
  • સોની એન્ટરટેઇનમેન્ટ– સેટ એચડી, સોની સબ એચડી અને અન્ય
  • સન ટીવી નેટવર્ક– સન ટીવી એચડી, કેટીવી એચડી અને અન્ય પ્રાદેશિક મનોરંજન, મૂવી અને મ્યુઝિક ચેનલો
  • વોર્નર્સ બ્રધર્સ ડિસ્કવરી– ડિસ્કવરી ચેનલ, એનિમલ પ્લેનેટ અને અન્ય ઇન્ફોટેનમેન્ટ, લાઇફસ્ટાઇલ, વાઇલ્ડલાઇફ અને બાળકો માટેની ચેનલો
  • ઇટીવી– ઇટીવી એચડી, ઇટીવી તેલુગુ અને અન્ય પ્રાદેશિક મનોરંજન તેમજ મૂવી ચેનલો

ઉપલબ્ધતાઃ

નવો ₹200નો જિયો ઓટીટી પાસ 27 મે 2026થી તમામ ટેલિકોમ સર્કલ્સ માટે જિયોના તમામ માધ્યમો – માયજિયો, જિયો.કોમ, રિટેલ પોઈન્ટ્સ ઓફ સેલ (જીટી અને આરઆર) તથા થર્ડ-પાર્ટી રિચાર્જ એપ્સ પર ઉપલબ્ધ છે. આ પાસને એક્ટિવેટ કરવા માટે ગ્રાહકો પાસે એક એક્ટિવ બેઝ પ્લાન હોવો જરૂરી છે.

 

Related posts

ડબ્લ્યુડબ્લ્યુઇ® સુપરસ્ટાર્સે રેસલમેનિયા®41 પહેલા ક્લેશ ઓફ ક્લેન્સને ટેકઓવર કરી

viratgujarat

સુરતથી પશ્ચિમ ભારત સુધી ભાટિયા મોબાઇલનું ધમાકેદાર વિસ્તરણ

viratgujarat

સેમસંગ દ્વારા નવરાત્રિના સમયગાળામાં સ્માર્ટફોન્સ, પ્રીમિયમ ટેલિવિઝન અને હોમ એપ્લાયન્સીસનું વિક્રમી વેચાણ

viratgujarat

Leave a Comment