Virat Gujarat
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

એએસસીઆઈ વાર્ષિક ફરિયાદ અહેવાલ 2025-26માં ઓફ્ફશોર બૅટિંગ અને રિયાલ્ટી સૌથી વધુ ઉલ્લંઘનકારી ક્ષેત્રો તરીકે ઊભરી આવ્યાં; આવાં પ્રકરણોમાં 21%નો વધારો

  • ટોચનાં 5 ઉલ્લંઘનકારી ક્ષેત્રોમાં ઓફફશોર બૅટિંગ, રિયાલ્ટી, પર્સનલ કેર, ફૂડ અને બેવરેજીસ અને પ્રોડક્ટો ડ્રગ્સ એન્ડ મેજિક રેમેડીઝ એક્ટ (ડીએમઆરએ)નું ઉલ્લંઘન કરનારમાં સમાવેશ.
  • 75.4% ઉલ્લંઘનકારી જાહેરાતો હાનિકારક ઉત્પાદનો અથવા પરિસ્થિતિઓને પ્રોત્સાહન આપતી હતી; 27.5% ગેરમાર્ગે દોરનારી હતી.
  • 86% સ્વૈચ્છિક અનુપાલન; ટીવી અને પ્રિન્ટ 97% પર; 61% પ્રકરણોમાં વિરોધ વિના ફેરફાર કરાયા અથવા પાછા ખેંચી લેવામાં આવ્યાં.
  • સંભવિત ઉલ્લંઘનો માટે તપાસ કરાયેલી 97.3% જાહેરાતો ડિજિટલ મિડિયા પર હતી.

મુંબઈ | ૨૮ મે ૨૦૨૬ | એડવર્ટાઇઝિંગ સ્ટાન્ડર્ડ્સ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (એએસલીઆઈ)એ તેનો વાર્ષિક ફરિયાદ અહેવાલ 2025-2026 બહાર પાડ્યો છે. નિયમનકારી હસ્તક્ષેપો છતાં, ઓફફશોર બૅટિંગ સૌથી વધુ ઉલ્લંઘનકારી ક્ષેત્ર હતું, જેમાં 6933 પ્રકરણનો સમાવેશ થતો હતો. ત્યાર બાદ રિયાલ્ટી (643 કેસ), પર્સનલ કેર (576 કેસ), ફૂડ એન્ડ બેવરેજીસ (331 કેસ) અને ડ્રગ્સ એન્ડ મેજિક રેમેડીઝ એક્ટનું ઉલ્લંઘન કરતી પ્રોડક્ટ્સ (274 કેસ)નો સમાવેશ થાય છે.

એએસસીઆઈએ નાણાકીય વર્ષ 2025-26માં 11,581 કેસની સમીક્ષા કરી હતી, જે પાછલા વર્ષ કરતાં 21% વધુ છે. આ કેસ 9841 જાહેરાતોના હતા, જે પાછલા વર્ષ કરતાં 37% વધુ છે; તપાસ કરાયેલી 98% જાહેરાતોમાં કેટલાક સુધારાની જરૂર હતી. નોંધનીય છે કે, આમાંથી 93% કેસ એએસસીઆઈની સક્રિય દેખરેખમાંથી આવી હતી.

ડિજિટલ પ્લેટફોર્મ ઉલ્લંઘનની ક્ષિતિજ પર પ્રભુત્વ ધરાવે છે, જે તપાસ કરાયેલી બધી જાહેરાતોના 97.3% હિસ્સો ધરાવે છે, જેમાંથી 82% સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર પ્રાયોજિત સામગ્રી છે. મેટા પ્લેટફોર્મ્સ ડિજિટલ ઉલ્લંઘનોમાં 79.84% હિસ્સો ધરાવે છે.

રિપોર્ટ દર્શાવે છે કે કેવી રીતે ડિજિટલ ઇકોસિસ્ટમની ગતિ અને પહોંચનો ઉપયોગ ભ્રામક અને હાનિકારક જાહેરાતોને ફેલાવવા માટે થઈ રહ્યો છે. ઉલ્લંઘનોમાં હાનિકારક ઉત્પાદનો અથવા પરિસ્થિતિઓને પ્રોત્સાહન આપતી જાહેરાતો 75.4% કેસોમાં હતી, ત્યાર બાદ 27.5% ભ્રામક દાવાઓ હતા. ડેટા ગ્રાહક સુરક્ષા જોખમ સૂચવે છે, જે ખોટી માહિતીથી આગળ વધીને કાયદા દ્વારા પ્રતિબંધિત શ્રેણીઓના પ્રમોશન સુધી વધી રહ્યું છે.

ખાસ કરીને ઓફફશોર બૅટિંગ ઇકોસિસ્ટમ માટે આ સાચું છે, જે હાઇ- સ્પીડ કન્ટેન્ટ ચર્ન, ઝડપી જાહેરાત નિર્મિતી અને ક્રોસ-પ્લેટફોર્મ વિતરણ દ્વારા ચિહ્નિત થયું છે. આ જાહેરાતો ઈન્ફ્લુએન્સરો, સંલગ્ન નેટવર્કસ, સોશિયલ મિડિયા જૂથો અને મેસેજિંગ પ્લેટફોર્મ દ્વારા વ્યાપકપણે ફેલાય છે, જે ઓળખ અને દેખરેખને વધુ જટિલ બનાવે છે. એપ્રિલ અને ડિસેમ્બર 2025ની વચ્ચે, 854 ઈન્ફ્લુએન્સર ઉલ્લંઘનો ઓળખવામાં આવ્યાં હતાં, જેમાં સંપૂર્ણપણે ઓફફશોર બૅટિંગ સામગ્રીને સમર્પિત અકાઉન્ટ્સનો સમાવેશ થાય છે.

ઈન્ફ્લુએન્સર માર્કેટિંગ બૅટિંગ શ્રેણીની બહાર ચિંતાનો વિષય રહ્યો છે. ગયા નાણાકીય વર્ષ દરમિયાન પ્રક્રિયા કરાયેલી 1,609 ઈન્ફ્લુએન્સર જાહેરાતોમાંથી, 97.3%માં ફેરફારની જરૂર હતી, જેમાં 54%થી વધુ કાયદા દ્વારા પ્રતિબંધિત અથવા જ્યાં જાહેરાત પ્રતિબંધિત છે તેવી શ્રેણીઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. ટોચની પાંચ પ્રભાવશાળી ઉલ્લંઘન શ્રેણીઓ ગેરકાયદેસર સટ્ટાબાજી (54%), વ્યક્તિગત સંભાળ (16.9%), ઇલેક્ટ્રોનિક્સ અને ગ્રાહક ટકાઉ વસ્તુઓ (7.9%), ખોરાક અને પીણાં (6.3%), અને ફેશન અને જીવનશૈલી (4.3%) હતી.

સૌંદર્ય અને વ્યક્તિગત સંભાળ અને ખોરાક અને પીણાં શ્રેણીઓમાં, અતિશયોક્તિપૂર્ણ દાવાઓ, અપ્રમાણિત આરોગ્ય લાભો અને સ્યુડો- વૈજ્ઞાનિક દાવાઓનો વ્યાપક ઉપયોગ જોવા મળ્યો.

ઉદાહરણ તરીકે, વ્યક્તિગત સંભાળમાં, સૌથી સામાન્ય ઉલ્લંઘનોમાં ત્વચા પરિવર્તન, વાળનો વિકાસ અથવા તાત્કાલિક પરિણામો જેવા દ્રશ્યમાન, ઝડપી અથવા ખાતરીદાયક પરિણામોના દાવાઓનો સમાવેશ થાય છે. આ ફરિયાદો ખાસ કરીને ચોક્કસ અથવા સાર્વત્રિક તરીકે પ્રસ્તુત કરાય ત્યારે સામાન્ય રીતે વૈજ્ઞાનિક પુરાવાના અભાવને કારણે સમર્થન આપવામાં આવતી હતી. અશક્ય સમયરેખા આસપાસ પણ દાવાઓ કરાયા હતા, જેમ કે (“1 વૉશમાં ખોડો દૂર”), ઉત્પાદિત વૈજ્ઞાનિક ચોકસાઇ (“11.7x મજબૂત વાળ”), શ્રેષ્ઠ દાવાઓ (“ભારતની નંબર 1”) અને “કુદરતી” અને “સલામત” સ્થિતિની આસપાસના અન્ય દાવાઓ પણ હતા.

ખોરાક અને પીણાંમાં, વજન ઘટાડવાનાં પૂરકો, વૃદ્ધિની ફોર્મ્યુલા અને “પીવા યોગ્ય સનસ્ક્રીન” જેવાં ઉત્પાદનો માટે ઉપાપચય સ્વાસ્થ્ય, હઠીલા રોગ, બાળ વિકાસ, પ્રજનન અને અવયવોના કાર્ય વિશે ગેરમાર્ગે દોરનારા અથવા અપ્રમાણિત દાવાઓ પર કેન્દ્રિત ઉલ્લંઘનોનો સમાવેશ થાય છે.

ન્યુટ્રાસ્યુટિકલ ઉત્પાદનોનો વિકાસ ખોરાક અને દવા વચ્ચેની રેખાને ઝાંખી કરી રહ્યો છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના નિયમો હેઠળ ખોરાક તરીકે વર્ગીકૃત, તેમના જાહેરાત દાવાઓ ઘણી વાર ઉપચારાત્મક અને અર્ધ-તબીબી હોય છે. ફૂડ અને પીણાંના પ્રકરણોમાં ન્યુટ્રાસ્યુટિકલ્સ સૌથી મોટી ઉપશ્રેણી બનાવે છે, જે 52% કેસોમાં યોગદાન આપે છે જેમાં 96%માં ફેરફારની જરૂર હોય છે.

એકંદરે સ્વૈચ્છિક અનુપાલન 83%થી વધીને 86% થયું છે, ટીવી અને પ્રિન્ટમાં 97% પર લગભગ સંપૂર્ણ અનુપાલન દર્શાવવામાં આવ્યું છે. સમીક્ષા કરાયેલી જાહેરાતોમાંથી, 61%નો વિરોધ કરવામાં આવ્યો ન હતો, જાહેરાતદાતાઓએ સૂચના પર તરત જ તેમને પાછી ખેંચી લીધી હતી અથવા તેમાં ફેરફાર કર્યા હતા. આ ગ્રાહકો માટે સંરક્ષણની ચપળ પ્રથમ લાઇન બનવા માટે સ્વ- નિયમનની વધતી જતી ક્ષમતાનો સંકેત આપે છે.

એએસસીઆઈના ચેરમેન સુધાંશુ વત્સે જણાવ્યું હતું કે: “આ વર્ષના ફરિયાદોના ડેટા એ જાહેરાત ઇકોસિસ્ટમનું પ્રતિબિંબ છે જે તીવ્ર સ્પર્ધા, ગતિ અને ડિજિટલ એમ્પ્લીફિકેશન દ્વારા ફરીથી આકાર પામી રહી છે. વિવિધ શ્રેણીઓમાં, આપણે અતિશયોક્તિપૂર્ણ દાવાઓ, ઉત્પાદિત વૈજ્ઞાનિક વિશ્વસનીયતા, ઈન્ફ્લુએન્સર પ્રેરિત એમ્પ્લીફિકેશન અને પ્રકાશન પછી સુધારણા કવાયત તરીકે બિન-અનુપાલનના સામાન્યકરણ તરફ વધતી જતી વૃત્તિ જોઈ રહ્યા છીએ. રિપોર્ટનાં તારણો ડિજિટલ જાહેરાતમાં મજબૂત જવાબદારી, વધુ સારાં પ્રમાણીકરણ ધોરણો, જવાબદાર ઈન્ફ્લુએન્સર પ્રથાઓ અને શાસન માટે નિવારક અભિગમની તાકીદે જરૂર અધોરેખિત કરે છે.”

એએસસીઆઈના સીઈઓ અને સેક્રેટરી જનરલ મનીષા કપૂરે જણાવ્યું હતું કે: “ડિજિટલ યુગમાં, એએસસીઆઈએ ગ્રાહક સુરક્ષા પર સતત સીમાઓ ઓળંગી છે. અમારી સક્રિય દેખરેખ પ્રણાલીએ અમને ફરિયાદ- આધારિત મોડેલો સાથે મેળ ન ખાતા હોય તેવા સ્તર અને ઝડપે કાર્ય કરવાની મંજૂરી આપી છે. માહિતી અને પ્રસારણ મંત્રાલય સાથે નજીકથી કામ કરવાથી બતાવવામાં આવ્યું છે કે અર્થપૂર્ણ ગ્રાહક સુરક્ષાની વાત આવે ત્યારે સંયુક્ત રીતે કાર્ય કરતા હિસ્સેદારો કેટલા અસરકારક હોઈ શકે છે. તેવી જ રીતે, ભ્રામક રિયલ એસ્ટેટ પ્રમોશનનું નિરીક્ષણ કરવા અને તેને રોકવા માટે તેલંગાણા રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી સાથેની ભાગીદારી આવી જાહેરાતોમાં ગ્રાહક વિશ્વાસને મજબૂત બનાવવામાં મદદ કરી રહી છે.”

અહેવાલ અહીં વાંચો: Link

== સમાપ્ત ==

Related posts

મલ્ટિડિસિપ્લિનરી કેર અને એડવાન્સ સર્જરીની મદદથી એચસીજી આસ્થા કેન્સર હોસ્પિટલમાં ઓસ્ટિઓસારકોમા ના યુવાન દર્દીને રેમિશન થવામાં સફળતા મળી.

viratgujarat

એસ ડિઝાઇનર્સે દ્વારા અમદાવાદ પ્લાન્ટ નો શુભારંભ, આગામી તબક્કામાં 4,000 મશીનોનું વાર્ષિક ઉત્પાદન લક્ષ્ય

viratgujarat

એચસીજીઆસ્થા કેન્સર સેન્ટર અમદાવાદ દ્વારા પુસ્તક વિમોચન અને કેન્સર જાગૃતિ સંવાદનું આયોજન

viratgujarat

Leave a Comment