Virat Gujarat
CSR પ્રવૃત્તિઓહેલ્થકેર

મૈરિંગો સિમ્સ હોસ્પિટલ અને અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટે ;પાણી બચાવો – કિડની બચાવો – પર્યાવરણ બચાવો" પહેલ સાથે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી

વિશ્વ પર્યાવરણ દિવસ 2026નાં અવસરે, મૈરિંગો સિમ્સ હોસ્પિટલે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી 4 જૂન 2026
નાં રોજ આર.કે. રોયલ હોલ, સાયન્સ સિટી રોડ, સોલા, અમદાવાદ ખાતે સાંજે 4:00 વાગ્યે "પાણી બચાવો – કિડની બચાવો – પર્યાવરણ બચાવો ડાયાલિસિસ પેશન્ટ અવેરનેસ અને એન્ગેજમેન્ટ પ્રોગ્રામનું સફળતાપૂર્વક આયોજન કર્યું.

આ પહેલમાં કિડની હેલ્થ, પર્યાવરણીય સસ્ટેનેબિલિટી, વોટર કન્ઝર્વેશન અને ઓર્ગન ડોનેશન અવેરનેસ વચ્ચેના મહત્વપૂર્ણ કનેક્શન પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.

કાર્યક્રમ દરમિયાન, નિષ્ણાંતોએ ભાર મૂક્યો કે કિડની ફોલ્યોર ધરાવતા હજારો દર્દીઓ માટે ડાયાલિસિસ લાઇફ-સેવિંગ અને આવશ્યક સારવાર છે. તેમણે એ વાત પર ભાર મૂક્યો કે મેડિકલી સુટેબલ પેશન્ટ માટે, કિડની ટ્રાન્સપ્લાન્ટેશન લાંબા ગાળાના જીવનની ગુણવત્તામાં સુધારો કરી શકે છે જ્યારે વારંવાર ડાયાલિસિસ પ્રક્રિયાઓ સાથે સંકળાયેલ પર્યાવરણીય બોજ ઘટાડવામાં પણ મદદ કરી શકે છે.

આ કાર્યક્રમના ભાગ રૂપે, મુખ્ય અતિથિ શ્રી સી. આર. પાટીલ, કેન્દ્રીય જળ શક્તિ મંત્રી, ભારત સરકાર અને અતિથિ શ્રી દિલીપ દેશમુખ, સ્થાપક, અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટે કાર્યક્રમને સંબોધિત કરી અને પર્યાવરણ સંરક્ષણ, પબ્લિક હેલ્થ રીસ્પોન્સિબિલિટી અને સસ્ટેનેબલ હેલ્થકેર પહેલોમાં સમુદાયની ભાગીદારી અંગે મૂલ્યવાન ઇનસાઇટ્સ શેર કરી હતી.

આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ ડાયાલિસિસ વોરિયર્સ, કિડની ટ્રાન્સપ્લાન્ટ રેસિપિયન્ટ્સ અને કેડેવર ડોનર પરિવારોનું તેમના હિંમત, સ્થિતિસ્થાપકતા અને સમાજ પ્રત્યે યોગદાન બદલ સન્માન હતું.

આ પહેલ અંગે વાત કરતા, અમદાવાદની મૈરિંગો સિમ્સ હોસ્પિટલના કન્સલ્ટન્ટ નેફ્રોલોજિસ્ટ ડૉ. મયુર પાટીલે જણાવ્યું હતું કે, "ક્રોનિક કિડની ફેલ્યોર ધરાવતા દર્દીઓ માટે ડાયાલિસિસ એક આવશ્યક અને જીવનરક્ષક ઉપચાર છે. જોકે, મેડિકલી સુટેબલ પેશન્ટ માટે, કિડની ટ્રાન્સપ્લાન્ટેશન લાંબા ગાળે વધુ સારા પરિણામો, જીવનની ગુણવત્તામાં સુધારો અને હોસ્પિટલ પરની નિર્ભરતામાં ઘટાડા સાથે સ્વતંત્રતા પ્રદાન કરી શકે છે.

અમદાવાદની મૈરિંગો સિમ્સ હોસ્પિટલનાં નેફ્રોલોજી અને કિડની ટ્રાન્સપ્લાન્ટનાં ડિરેક્ટર, ડૉ. સિદ્ધાર્થ માવાણીએ કહ્યું કે, “દર્દીઓના જીવનમાં પરિવર્તન લાવવાની સાથે, સફળ કિડની ટ્રાન્સપ્લાન્ટેશન ચાલી રહેલ ડાયાલિસિસ કેર સાથે સંકળાયેલ લાંબા ગાળાના પર્યાવરણીય પ્રભાવને ઘટાડવામાં પણ મદદ કરી શકે છે, જેમાં વારંવાર પાણીનો ઉપયોગ અને બાયોમેડિકલ કચરાના ઉત્પાદનનો સમાવેશ થાય છે. તેથી, ઓર્ગન ડોનેશન વિશે જાગૃતિ વધારવી એ હેલ્થકેર અને સસ્ટેનેબિલિટી બંને માટે મહત્વપૂર્ણ છે.”

અમદાવાદની મૈરિંગો સિમ્સ હોસ્પિટલનાં ફેસિલિટી ડિરેક્ટર મયુર દવેએ ઉમેર્યું હતું કે, "આ પહેલ હેલ્થકેર અવેરનેસને પર્યાવરણીય જવાબદારી સાથે જોડવા માટેની અમારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. નિવારણ, ઓર્ગન ડોનેશન અવેરનેસ, સસ્ટેનેબલ હેલ્થકેર પ્રેક્ટિસ અને સમુદાયની ભાગીદારી દ્વારા, આપણે સમગ્ર વિશ્વ માટે હેલ્ધી ફ્યુચર તરફ સામૂહિક રીતે કામ કરી શકીએ છીએ.

આ પહેલમાં હાઇડ્રેશન, ડાયાબિટીસ નિયંત્રણ, બ્લડ પ્રેશર મેનેજમેન્ટ, પ્રારંભિક કિડની સ્ક્રીનીંગ અને હેલ્ધી લાઇફસ્ટાઇલ પ્રેક્ટિસ અંગે જાગૃતિ દ્વારા પ્રિવેન્ટિવ નેફ્રોલોજી પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.

Related posts

હાયર ઇન્ડિયાએ ગ્રેવિટી સિરીઝ લોન્ચ કરીઃ ભારતના એકમાત્ર એઆઇ ક્લાઈમેટ કંટ્રોલ એર કંડિશનર્સ ફેબ્રિક ફિનિશ સાથે

viratgujarat

ઇલેક્ટ્રો-હોમિયોપેથીના સ્થાપક ડૉ. કાઉન્ટ સીઝર મેટીની ૨૧૭મી જન્મજયંતિ નિમિત્તે ‘GUJEHCON-2026’ વૈજ્ઞાનિક સંમેલન અને સન્માન સમારોહનું આયોજન

viratgujarat

અમદાવાદમાં તબીબી ક્ષેત્રે મોટી સફળતા: નારાયણા હોસ્પિટલમાં પ્રથમ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાયું

viratgujarat

Leave a Comment