Virat Gujarat
CSR પ્રવૃત્તિઓઅપરાધ

અમદાવાદ સલામત ડ્રાઇવિંગમાં ગુજરાતનું નેતૃત્વ કરે છે: ઝુનો ઇન્ડિયા રોડ સેફ્ટી રિપોર્ટ 2026

નવા યુગની ડિજિટલ કંપની કંપની ઝુનો જનરલ ઇન્શ્યુરન્સે ઇન્ડિયા રોડ સેફ્ટી રિપોર્ટ (આઈઆરએસઆર) 2026 બહાર પાડ્યો છે, જેમાં જાણવા મળ્યું છે કે અમદાવાદે 3.48 મિલિયન કિલોમીટર ડ્રાઇવિંગ વર્તણૂકને આવરી લેતી 3 લાખથી વધુ ટ્રિપ્સના વિશ્લેષણના આધારે ગુજરાતનો સૌથી વધુ સલામત ડ્રાઇવિંગ સ્કોર 92 નોંધાવ્યો છે. અમદાવાદ વિશ્લેષણ કરાયેલાં 17 રાજ્યોમાં 4.5 મિલિયનથી વધુ ટ્રિપ્સ, 55 મિલિયન કિલોમીટર ડ્રાઇવિંગ વર્તણૂક અને ઝુનો સ્માર્ટડ્રાઇવ એપ્લિકેશનના 27 હજારથી વધુ સક્રિય વપરાશકર્તાઓના ડેટાના વ્યાપક મૂલ્યાંકનનો ભાગ છે.

સ્માર્ટફોન- આધારિત ટેલિમેટિક્સ ટેકનોલોજી પર આધારિત આ અહેવાલ ઓવર-સ્પીડિંગ, અચાનક બ્રેકિંગ, સખત એક્સિલરેશન, કોર્નરિંગ અને વિચલિત ડ્રાઇવિંગમાં વાસ્તવિક દુનિયાની ડ્રાઇવિંગ વર્તણૂકનું મૂલ્યાંકન કરે છે. અમદાવાદે 95નો મજબૂત ઓવર-સ્પીડિંગ સ્કોર પણ નોંધાવ્યો, જે શહેરી ટ્રાફિકની માગણી હોવા છતાં શિસ્તબદ્ધ ડ્રાઇવિંગ વર્તણૂકને પ્રતિબિંબિત કરે છે. આ તારણો ડ્રાઇવિંગ પેટર્ન વસતિ વિષયક લાક્ષણિકતાઓ કરતાં રસ્તાના જોખમની વધુ સારી સમજ આપે છે અને સમગ્ર ભારતમાં માર્ગ સલામતી પરિણામોને સુધારવા માટે વર્તન- આધારિત હસ્તક્ષેપોની જરૂરિયાતને અધોરેખિત કરે છે.

ઇન્ડિયા રોડ સેફ્ટી રિપોર્ટ 2026નાં મુખ્ય તારણો:

  • અમદાવાદે3.48 મિલિયન કિલોમીટર ડ્રાઇવિંગ વર્તણૂકને આવરી લેતી 3 લાખથી વધુ ટ્રિપ્સના વિશ્લેષણના આધારે 92નો સલામત ડ્રાઇવિંગ સ્કોર નોંધાવ્યો.
  • રાત્રે8 વાગ્યા પછી તીવ્ર ઘટાડો થતાં પહેલાં ડ્રાઇવિંગ સ્કોર દિવસના મોટા ભાગના સમય દરમિયાન સ્થિર રહે છે.
  • સૌથી જોખમી ડ્રાઇવિંગ કલાક રાત્રે9 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી (સ્કોર: 86) છે, જ્યારે બપોરે 1 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી (સ્કોર: 93) સૌથી સલામત છે.
  • અચાનક બ્રેક મારવી (87)અને તીવ્ર એક્સિલરેશન (91) ભારતીય વાહનચાલકોમાં સૌથી નબળાં વર્તણૂકીય પરિમાણો તરીકે ઊભરી આવ્યાં છે.
  • મોસમી પરિસ્થિતિઓનો ડ્રાઇવિંગ વર્તન પર મર્યાદિત પ્રભાવ પડ્યો,ઉનાળુ, ચોમાલુ અને શિયાળા દરમિયાન સરેરાશ સ્કોર મોટા ભાગે સુસંગત રહ્યો.

અહેવાલ મુજબ ભારતમાં 80%થી વધુ માર્ગ અકસ્માતો માટે વર્તણૂકીય પરિબળો જવાબદાર છે, જે જાગૃતિ, અમલીકરણ અને ટેકનોલોજી- આધારિત હસ્તક્ષેપોના સંયોજન દ્વારા ગતિ, વિક્ષેપ અને અસુરક્ષિત દાવપેચને સંબોધવાના મહત્ત્વને રેખાંકિત કરે છે.

આ અહેવાલ પર ટિપ્પણી કરતાં ઝુનો જનરલ ઇન્શ્યુરન્સના એમડી અને સીઈઓ શનાઈ ઘોષે જણાવ્યું હતું કે, “માર્ગ સલામતી ભારતના સૌથી મહત્ત્વપૂર્ણ જાહેર પડકારોમાંનો એક છે, જે જીવન, આજીવિકા અને આર્થિક ઉત્પાદકતાને અસર કરે છે. ઝુનો સ્માર્ટડ્રાઇવ દ્વારા અમે લાખો મુસાફરી દરમિયાન ડ્રાઇવિંગ વર્તનનો પ્રથમ હરોળમાં દ્રષ્ટિકોણ રાખ્યો છે અને એક સમજ સ્પષ્ટપણે ઊભરી આવે છે: માર્ગ અકસ્માતો ઘણી વાર ઓળખી શકાય તેવી અને માપી શકાય તેવી વર્તણૂકીય પેટર્ન દ્વારા થાય છે. ઇન્ડિયા રોડ સેફ્ટી રિપોર્ટ 2026 દર્શાવે છે કે ડેટા, ડ્રાઇવિંગ પેટર્ન અને ટેકનોલોજી સુરક્ષિત રસ્તાઓ બનાવવા માટે માળખાગત સુવિધાઓ, અમલીકરણ અને વાહન સલામતીનાં પગલાંને કેવી રીતે પૂરક બનાવી શકે છે. ભારત તેનાં માર્ગ સલામતી લક્ષ્યો તરફ કામ કરે છે તેમ ડ્રાઇવિંગ વર્તન પ્રત્યે વધુ જાગૃતિ લાવવા અને સલામત ટેવોને પ્રોત્સાહન આપવાથી મૃત્યુ ઘટાડવા અને પરિણામો સુધારવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકાય છે.”

ભારત વાર્ષિક આશરે 1.73 લાખ માર્ગ મૃત્યુ નોંધે છે, જે વૈશ્વિક માર્ગ મૃત્યુના લગભગ 11% હિસ્સો ધરાવે છે, જ્યારે માર્ગ અકસ્માતો જીડીપીના 3-5% આર્થિક બોજ લાદે છે. લગભગ બેતૃતીયાંશ મૃત્યુ 18-45 વર્ષની વયના લોકોમાં થાય છે. રસ્તા પર થતાં કુલ મૃત્યુમાં ટુ-વ્હીલર સવારોનો હિસ્સો 44% છે, જ્યારે રાહદારીઓનો હિસ્સો લગભગ 19% છે, જે સંવેદનશીલ માર્ગ વપરાશકર્તાઓ પર અપ્રમાણસર અસરને પ્રકાશિત કરે છે.

Related posts

‘મૂવ ફ્રી, લિવ પેઈન ફ્રી’: ‘રુમેટોલોજી અવેરનેસ વોકેથોન ૨૦૨૬’ પેશન્ટ સપોર્ટ ગ્રુપ અને તબીબોના સહિયારા પુરુષાર્થથી સાંધાની તંદુરસ્તી અંગે જનજાગૃતિ

viratgujarat

વર્લ્ડ ખુશી ડે ના દિવસે હસી ખુશી સિનિયર સિટીઝન ક્લબ દ્વારા સિનિયર સિટીઝન માટે ખાસ કાર્યકમનું આયોજન

viratgujarat

વડોદરા ખાતે ‘મોદી સરકાર‘ના કેન્દ્રીય બજેટ ૨૦૨૬-૨૭ સંદર્ભે ભાજપા સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી અનુરાગ ઠાકુરની વિશેષ ઉપસ્થિતિમાં પ્રોફેશનલ મીટ યોજાઈ

viratgujarat

Leave a Comment