Virat Gujarat
ગુજરાતમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

સૂરજ આર. બરજાત્યા સોની લાઈવ પર બડા નામ કરેંગે સાથે રાજશ્રી પ્રોડકશન્સનો જાદુ ઓટીટી પર લાવે છે

અમદાવાદ 02 જાન્યુઆરી 2025: પ્રેમ અને પરિવારના સમકાલીન જાદુ દ્વારા મોહિત થવા માટે તૈયાર થઈ જાઓ, કારણ કે સૂરજ આર બરજાત્યા ઓટીટીની દુનિયામાં આવી રહ્યા છે. હૃદયસ્પર્શી વાર્તાકથન અને મજેદાર પારિવારિક મૂલ્યોમાં મૂળ ધરાવતા વારસા સાથે રાજશ્રી પ્રોડકશન્સ ‘બડા નામ કરેંગે’ સાથે તેનું બહુપ્રતિક્ષિત ડિજિટલ પદાર્પણ કરવા માટે નીકળી પડી છે, જે સાથે પ્રેમકથા પોતાનાં મૂળમાં પાછી આવી રહી છે. પલાશ વાસવાની દ્વારા દિગ્દર્શિત આ સિરીઝ હૃદયને સ્પર્શવા માટે સુસજ્જ હોઈ સોની લાઈવ પર ખાસ ટૂંક સમયમાં જ પ્રસારિત થશે.

આજે જારી કરવામાં આવેલી ટીઝરમાં હાસ્ય, પ્રેમ અને પરિવારના અસમાંતર બંધન સાથે ફૂલતી વાર્તાની ઝાંખી કરવા મળે છે. બડા નામ કરેંગે ઋષભ અને સુરભિનો પ્રવાસ છે, જેમાં એરેન્જ મેરેજમાં તેમન ભૂતકાળના પડઘા પડતાં સુંદર અને અણધાર્યો વળાંક આવે છે. રમતિયાળ દુઃસાહસો અને અવસરો વચ્ચે તેઓ સર્વ અપેક્ષાઓની પાર જોડાણ ખોજ કરવા નીકળી પડે છે. શું તેઓ તેમનાં મનનું સાંભળશે કે પછી તેમના જીવનનું માર્ગદર્શન કરતી રપવિત્ર પરંપરાનો આદર કરશે?

ઓટીટી પર પદાર્પણ વિશે બોલતાં સૂરજ આર. બરજાત્યા કહે છે, ‘‘આ સિરીઝ મારા મનમાં વિશેષ સ્થાન ધરાવે છે. બડા નામ કરેંગે સાથે અમે સંબંધોની સુંદરતામાં, પ્રેમના ઊંડાણમાં અને પારિવારિક મૂલ્યોની શક્તિમાં ડોકિયું કરાવવા માગીએ છીએ. જીવન પરિવર્તનકારી ગતિશીલતા વચ્ચે સંતુલન શોધવા વિશે આ વાર્તા છે અને હું આ હૃદયસ્પર્શી વાર્તા દર્શકોને કહેવા માટે બહુ ઉત્તેજિત છું. સોની લાઈવ સાથે જોડાણ સુંદર અનુભવ રહ્યો છે અને મને આશા છે કે દર્શકો આ સિરીઝમાં અમે આપેલા છે તે પ્રેમ અને સમર્પિતતા સાથે સુમેળ સાધશે.’’

હૃદયસ્પર્શી વાર્તાઓ સાથે પ્રતિકાત્મક નામ રાજશ્રી પ્રોડકશન્સ નિર્મિત બડા નામ કરેંગે કંવલજિત સિંહ, અલકા અમીન, રાજેશ જાયસ, ચિત્રાલી લોકેશ, રાજેશ તૈલંગ, અંજના સુખાની સહિતના કલાકારોના ઉત્તમ અભિનય સાથે આ વાર્તા દર્શકો સાથે ઊંડાણથી જોડાણ સાધવાનું વચન આપે છે.

તો બડા નામ કરેંગે પરિવાર તરીકે પ્રેમ અને પરિવારની સમકાલીન ખૂબીઓની ઉજવણી કરવા માટે સુસજ્જ થઈ જાઓ, જે તમને તેમની દુનિયામાં લઈ જવાનું આમંત્રણ આપે છે, ટૂંક સમયમાં જ સ્ટ્રીમ થશે, ફક્ત સોની લાઈવ પર!

Related posts

સમર્થ 3.0 — રાજ્ય કક્ષાની બ્લાઇન્ડ ક્રિકેટ ટુર્નામેન્ટ

viratgujarat

ગુજરાતી એન્ટરટેઈનમેન્ટમાં હાસ્ય અને સામાજિક સંદેશનો અનોખો સંગમ: સ્મિત પંડ્યા અને ચેતન દૈયા સ્ટારર ‘સેવાભાવી’ 19 માર્ચે JOJO એપ પર થશે રિલીઝ

viratgujarat

મનીબોક્સ ફાઇનાન્સ સૌરાષ્ટ્ર T20 લીગમાં ટીમ અનમોલ કિંગ્સ હાલાર સાથે સહયોગી સ્પોન્સર તરીકે જોડાઈ

viratgujarat

Leave a Comment