Virat Gujarat
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયસ્પોર્ટ્સહેડલાઇન

ઈન્ડિયન ઓઈલ યુટીટી સિઝન 6: પાવર કપલ હરમીત દેસાઈ, ક્રિત્વિકા સિંહા રૉય એ ડેમ્પો ગોવા ચેલેન્જર્સને પીબીજી પુણે જગુઆર્સ વિરુદ્ધ 10-5થી જીત અપાવી

અમદાવાદ 6 જૂન 2025: અલ્ટિમેટ ટેબલ ટેનિસ લીગની સિઝન-6માં શુક્રવારે ભારતીય ટેબલ ટેનિસ જગતના પાવર કપલ હરમીત દેસાઈ અને ક્રિત્વિકા સિંહા રૉય એ ડિફેન્ડિંગ ચેમ્પિયન ડેમ્પો ગોવા ચેલેન્જર્સને પીબીજી પુણે જગુઆર્સ વિરુદ્ધ 10-5થી જીત અપાવી હતી. વર્તમાન સિઝનની તમામ 23 રોમાંચક ટાઈનું સ્ટાર સ્પોર્ટ્સ ખેલ અને સ્ટાર સ્પોર્ટ્સ તામિલ તથા જીયો હોટસ્ટાર પર જીવંત પ્રસારણ કરાશે.

ગોવાએ સિઝનમાં પોતાની બીજી જીત હાંસલ કરી યુ મુમ્બાને પાછળ છોડી ટેબલમાં ટોચનું સ્થાન મેળવ્યું છે.

ડેમ્પો ગોવા ચેલેન્જર્સ માટે હરમીત એ પોતાના અજેય અભિયાનને સતત 3 જીત સુધી લંબાવ્યું છે. તેણે અલ્વારો રોબલ્સ સામે 2 ગોલ્ડ પોઈન્ટ્સ સાથે 2-1(11-10, 11-9, 10-11)થી જીત મેળવી હતી. હરમીત બાદ તેની પત્ની ક્રિત્વિકાએ દક્ષિણ કોરિયાની ઝિયોન લી વિરુદ્ધ 2-1(11-5, 7-11, 11-6)થી જીત હાંસલ કરી હતી. ઝિયોન ઈજાગ્રસ્ત ડીના મેશરેફના સ્થાને ડેબ્યૂ કરી રહી હતી.

જે પછી મિક્સ્ડ ડબલ્સમાં હરમીત અને જેંગ જીયાનની જોડીએ અનિર્બાન ઘોષ અને જિયોન લીને 3-0(11-9, 11-5, 11-9)થી મહાત આપી હતી. જે પછી પુણે એ અનિર્બાનના પ્રદર્શનથી વળતી લડત આપવાનો પ્રયાસ કર્યો હતો. જેણે દમદાર પ્રદર્શન કરતા ટિયાગો એપોલોનિયાને 2-1થી મહાત આપી હતી. પરંતુ અંતિમ મેચમાં જેંગ જીયાને રિથ રિશયાના અજેય અભિયાનનો તેને 2-1(10-11, 11-7, 11-4)થી હરાવી અંત કર્યો હતો અને પુણેની ટીમના કમબેકની આશાઓ પર પણ પૂર્ણવિરામ લગાવ્યું હતું. બીજી તરફ યુટીટી જુનિયર્સમાં યુ મુમ્બા ટીટી એ જયપુર પેટ્રિઓટ્સે 6-3થી જીત હાંસલ કરી હતી. જ્યારે તે પહેલાની મેચમાં દિવ્યાંશી ભૌમિકની સ્ટેનલીઝ ચેન્નાઈ લાયન્સે અમદાવાદ એસજી પાઈપર્સ વિરુદ્ધ 5-4થી નજીવા અંતરથી બાજી મારી હતી. હવે સેમિફાઈનલ યુ મુમ્બા અને જયપુર પેટ્રિયોટ્સ તથા ડેમ્પો ગોવા ચેલેન્જર્સ અને કોલકાતા થંડરબ્લેડ્સની ટીમો વચ્ચે રમાશે.

Related posts

પ્રિઝમની મોટેલ 6 કાનકુનમાં ફ્રેન્ચાઇઝી કન્વેન્શન યોજશે, અમેરિકન હોસ્પિટાલિટીની ઉજવણી કરશે

viratgujarat

યેઝદી રોડસ્ટારે તેની અદભુત ડિઝાઇન માટે કાર એન્ડ બાઇક ‘બાઇક ડિઝાઇન ઓફ ધ યર’ એવોર્ડ જીત્યો

viratgujarat

કથાનું કામ છે સ્વાદ અને પ્રસાદ આપવો.

viratgujarat

Leave a Comment