Virat Gujarat
ફાઇનાન્શિયલબિઝનેસબેંકિંગ અને ફાઇનાન્સ

ફોર્સ મોટર્સ દ્વારા તિથિ વર્ષ 2025ના ડિસેમ્બરમાં મજબૂત કામગીરીઃ ઘરઆંગણે હોલસેલ વેચાણ 49 ટકા વધ્યું

ઘરઆંગણે હોલસેલમાં 47 ટકા વૃદ્ધિ સાથે ત્રીજા ત્રિમાસિકમાં મજબૂત ગતિ નોંધાવી

સમયગાળો 2024 2025 વૃદ્ધિ (%)
ડિસેમ્બર 1985 2952 49%
ત્રીજું ત્રિમાસિક 5723 8427 47%
વાયટીએમ (એપ્રિલ- ડિસે.) 19911 24920 25%

ભારતની સૌથી વિશાળ વેન ઉત્પાદક અને અગ્રણી વાહન ઉત્પાદક ફોર્સ મોટર્સ લિમિટેડે ડિસેમ્બર 2024માં 1985 યુનિટ્સના ઘરઆંગણે હોલસેલ વેચાણ સામે ડિસેમ્બર 2025માં વેચાણ 2952 યુનિટ્સ સાથે 49 ટકા વધવા સાથે મજબૂત નોંધ સાથે તિથિ વર્ષ 2025ની પૂર્ણાહુતિ કરી છે. આ સાથે વધુ એક મહિનામાં મુખ્ય મોબિલિટી સેગમેન્ટ્સમાં તેની હાજરી મજબૂત બનાવવાનું ચાલુ રાખીને કંપનીએ સક્ષમ વેચાણ ગતિ જાળવી રાખી છે.

આ હકારાત્મક પ્રવાહ ત્રિમાસિકમાં પણ જોવા મળ્યો હતો, જેમાં ત્રીજા ત્રિમાસિકનું ઘરઆંગણાનું હોલસેલ વેચાણ 5723 યુનિટ્સ પરથી 47 ટકા વધીને 8427 યુનિટ્સ પર પહોંચ્યું છે. વર્ષ દર વર્ષ (એપ્રિલ- ડિસેમ્બર)માં ઘરઆંગણે વોલ્યુમ ગત સમાન ગાળાની તુલનામાં 25 ટકા વૃદ્ધિ સાથે 24,920 યુનિટ્સ પાર કરી ગયું છે.

આ કામગીરી પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતાં ફોર્સ મોટર્સ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી પ્રસાન ફિરોદિયાએ જણાવ્યું હતું કે, “ડિસેમ્બર અમારા મો વધુ એક મજબૂત મહિનો છે અને અમારાં મુખ્ય મંચોમાં હકારાત્મક ગતિ જોવાનું પ્રોત્સાહનજનક છે. અમે વધતી ઈન્ટરસિટી મુવમેન્ટ અને નવા ફ્લીટ વિસ્તરણના ટેકા સાથે ટુર અને ટ્રાવેલ સેગમેન્ટમાં રિવાઈવલનાં ચિહનો સ્પષ્ટ રીતે જોવાનું શરૂ કર્યું છે. સ્કૂલ મોબિલિટી પણ હોલીડેના સમયગાળામાં સ્થિર રહી હતી, જે અમે નવા વર્ષમાં પ્રવેશ કર્યો છે તેની સાથે વધતો સંસ્થાકીય વિશ્વાસ પ્રદર્શિત કરે છે.

શહેરી અને ઊભરતી બજારોમાં અર્બેનિયા માટે એકધાર્યું ટ્રેકશન સાથે ટ્રાવેલર રેન્જમાં વર્ચસ જમાવતી બજાર આગેવાની ફોર્સ મોટર્સમાં ગ્રાહકોએ મૂકેલો વિશ્વાસ અધોરેખિત કરે છે. એકંદરે આ પ્રવાહો માગણીમાં વ્યાપક આધારિત મજબૂતી તરફ સંકેત આપે છે અને અમે 2026માં પ્રવેશ કર્યો છે ત્યારે અમને મજબૂત પાયો આપે છે,’’ એમ તેમણે અંતમાં જણાવ્યું હતું.

 

Related posts

મલેશિયા એરલાઇન્સના વૈશ્વિક " ટાઈમ ફોર ન્યૂ ચેપ્ટર્સ " અભિયાન સાથે શક્યતાઓનું નવું વર્ષ શરૂ થયું

viratgujarat

સ્વિગી દ્વારા ‘વિમેન લીડર્સ ઑફ ટુમોરો’માં અમદાવાદ સ્થિત માઇકાની વિદ્યાર્થી ઉદ્યોગસાહસિકની પસંદગી કરવામાં આવી

viratgujarat

ટાટા મોટર્સે બાઉમા કોનએક્સપો 2024 ખાતે તેની અદ્યતન ટેક્નોલોજી રજૂ કરી

viratgujarat

Leave a Comment