Virat Gujarat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

અરીસો જ આપણને કહેશે:’આઈ-નો’! અજ્ઞાનતા એ અંધત્વ છે.

ઘણા પાસે આંખો નથી પણ સમાજના તિલક થઈને બેઠા છે,ઘણા પાસે આંખ છે પણ નિમ્ન દ્રષ્ટિ રાખીને બેઠા છે.
મન,બુદ્ધિ,ચિત અને અહંકારનાં દર્પણ સ્વચ્છ હોય તો જીવનનું અનંત દર્શન થાય છે.
દર્પણ એટલા માટે કીમતી છે કે એ સંગ્રહ નથી કરતું, સામેથી નીકળી જઈએ એટલે દર્પણ શૂન્ય બની જાય છે.

પ્રાચિન આધારો સાથે કહી શકાય કે જે ભૂમિ કેટલાં બધા શૂરવીરો,દાતારો,ભક્તોનાં દાન કરી ચૂકી છે એવી મીટ્ટીનાં માધાપર ગામમાં ચાલતી રામકથાનો સાતમો દિવસ,
કચ્છનાં સ્થાનિક અખબારો અને અન્ય અખબારોમાં રામનવમી અને રામકથા વિશે અહેવાલો,ભરપૂર નોંધ લીધી છે-બાપુએ સંપાદકો અને પત્રકારોને એની વધાઈ આપી.
આપણે કપાળમાં તિલક કરવું હોય તો દર્પણની જરૂર પડશે.મનનાં અરીસાને ગુરુચરણ રજથી સ્વચ્છ કરી એ જ રજનું તિલક કરવું હશે તો પણ દર્પણ હશે તો તિલક થશે.
દર્પણ પણ હોય પણ દ્રષ્ટિ ન હોય તો તિલક કેમ કરીએ?અજ્ઞાનતા એ અંધત્વ છે.કો’ક તિલક કરી દે એ જુદી વાત છે.
ઘણા પ્રજ્ઞાચક્ષુ સાધુઓને ચર્મચક્ષુ નથી પણ હૈયાની આંખ છે અને ખુબ સરસ તિલક શોભતું હોય છે. ઘણા પાસે આંખો નથી પણ સમાજના તિલક થઈને બેઠા છે અને ઘણા પાસે આંખ છે પણ નિમ્ન દ્રષ્ટિ રાખીને બેઠા છે.
દર્પણની મલિનતા કઈ રીતે દૂર થાય એનાં સ્વાધ્યાય રૂપે આપણે આ કથા કરી છે.
ભુજમાં એક આઈના મહેલ છે.
ઘણાનાં મન,બુદ્ધિ,ચિત અને અહંકારનાં દર્પણ સ્વચ્છ હોય તો જીવનનું અનંત દર્શન થાય છે.જેમ ઘણાના બાથરૂમમાં ઘણા દર્પણ હોય તો એમાં અનંત રૂપ દેખાતા હોય છે.દર્પણ ફૂંક મારીને શુદ્ધ નહીં થાય કારણ કે મુખમાંથી વરાળ નીકળશે એ વધારે ઝાંખું કરશે.દર્પણ એ દીવો કે લાઈટ નથી.
દર્પણને શુદ્ધ કરવા માટેનાં ઉપાયો આપણે વિચારીએ છીએ.અરીસા માટે આઈનો કહીએ છીએ એ અરીસો જ કહેશે ‘આઈ-નો’!
દર્પણ એટલા માટે કીમતી છે કે એ સંગ્રહ નથી કરતું, સામેથી નીકળી જઈએ એટલે દર્પણ શૂન્ય બની જાય છે.
આ ઉપદેશ નથી.મને દાદાએ કહેલું કે કથા ગાજે પણ બીજાને ઉપદેશ આપે એ ભાવથી નહીં.આદેશ અને ઉપદેશ પુત્ર કે આશ્રિત શિષ્યને જ દેવાય. આદેશ,ઉપદેશ વેદ અને ઉપનિષદ આપી શકે.
પાંચ વસ્તુ કરીએ તો દર્પણ સ્વચ્છ બની શકે.આ પાંચ આચાર સંહિતા છે.
એક-સંભવ હોય ત્યાં સુધી ભૂમિ શયન કરજો. પ્રયોગ કરજો!ગમે એટલો સારો પલંગ હોય પણ ભૂમિ શયનનો અભ્યાસ કરજો જેથી મનનું દર્પણ ધીરે-ધીરે શુદ્ધ થશે.ગાયત્રી હવન કે સત્યનારાયણનો હવન કરવા માટે યજમાનને ભૂમિ શયન કરાવવામાં આવતું.બધી સુવિધા હોવા છતાં ભૂમિ શયન કરો. ધરતી ધીરજ,સહનશીલતા શીખવાડશે.
બીજું-સંયમ પાળજો.સંયમમાં એક વાણીનો સંયમ, બીજો વર્તનનો સંયમ,વસ્ત્રનો સંયમ,ભોજનનો સંયમ.
ભોજનનાં દોષ છે:સ્વભાવ દોષ,આશ્રય દોષ,સંગ દોષ.
આજે વિશ્વ રંગભૂમિ દિવસ ઉપર ટુકડોજીનું એક ગીત ગાઇને એમને યાદ કર્યા અને બાપુએ પોતે પણ નાનપણમાં રંગભૂમિ પર બે વખત જે પાત્ર ભજવેલા એને પણ યાદ કરીને જણાવ્યું કે પાત્ર બરાબરનું ભજવી જશું,પછી નેપથ્યમાં ચાલ્યા જઇશું!
ત્રીજું છે-ગુરુ સ્મરણ.ચોથું-વિશ્વાસપૂર્વક હરિ નામનું સ્મરણ અને પાંચમું બને એટલું મૌન રાખવું.
આટલું કરવાથી દર્પણ સ્વચ્છ બનશે.
વિશ્વાસની આજુબાજુની નવ બિથી એટલે કે ગલીઓ બતાવી જે વિશ્વાસને ધ્રુવ તારક સુધી લઈ જાય છે.ધૃવ તારક જ અચલ છે.એક-એક બિથીની ત્રણ પેટા ગલીઓ બતાવી છે-એ રીતે ૨૭ કેડીઓ, પ્રવાહ, બિથીઓનું સંવાદી ગાયન કરીને ભગવાન રામ સહિત ચારેય ભાઈઓનાં નામકરણ સંસ્કાર,યજ્ઞોપવિત સંસ્કાર,વિદ્યા સંસ્કાર પછી ઋષિ વિશ્વામિત્ર રામ લક્ષ્મણને-યજ્ઞ રક્ષા માટે-લેવા અયોધ્યામાં પ્રવેશ કરે છે એ કથાનો સંવાદ કરવામાં આવ્યો.

Box
ચંદ અશઆર
ભાવેશ પાઠકનાં કેટલાક શેર:
હમ ફરીસ્તોં કી તરહ પેશ આયે;
જબ ઉસે કામ તો આદમી કા થા!
બદ નજર સે કભી નહી દેખા;
તેરી તસ્વીર કો ભી હમને કંવારી રખી હૈ!
નીંદ કી ગોલિયાં ઉસે ભી દો;
ચાંદ કો ભી યહી બીમારી હૈ!
એક સાયા થા જો સાથ મેરે;
ધૂપ કે ખાનદાન કા નિકલા!
ઉસકે ગાલો કા ગર નહી દેખા?
ખાક તુમને ગુલાબ દેખા!
-ભાવેશ પાઠક

Related posts

મોટો મોરિની સીમમેઝો 650 રેન્જ – હવે રૂ.4.99 લાખથી શરૂ! MY-2025 મોડેલ્સની કિંમતમાં રૂ.2 લાખની કિંમતનો ઘટાડો!

viratgujarat

આ રમઝાનમાં દુબઈમાં અજમાવવા માટેના ટોચના 5 ઇફ્તાર સ્થળો

viratgujarat

ફેન્ટા દ્વારા ‘ફેટ મંગતા’માં કાર્તિક આર્યનના સ્પાર્ક સાથે ક્રેવિંગ્સને કેન્દ્રમાં મુકાયું

viratgujarat

Leave a Comment