Virat Gujarat
બિઝનેસ

અદાણી એનર્જી સોલ્યુશન્સેશ્રેણીબધ્ધ ઓર્ડરસાથેનાણા વર્ષ-૨૬ના અંતિમ ત્રિમાસીઅને સમગ્ર વર્ષનું સંગીનસમાપનકર્યું

વિશ્વસ્તરીય વૈવિધ્યસભર અદાણી સમૂહના પોર્ટફોલિયોનો ભાગ અને ભારતની સૌથી મોટી ખાનગી ટ્રાન્સમિશન, વિતરણ અને સ્માર્ટ મીટરિંગ કંપનીઅદાણી એનર્જી સોલ્યુશન્સ લિ. (AESL) એ ​​૩૧મી માર્ચ, ૨૦૨૬ ના રોજ પૂરા થયેલા આખરી ત્રિમાસી અને સમગ્ર વર્ષના તેના નાણાકીય અને સંચાલકીય પ્રદર્શનની આજે જાહેરાત કરી હતી.

અદાણી એનર્જી સોલ્યુશન્સના મુખ્ય કારોબારી અધિકારી કંદર્પ પટેલે જણાવ્યું હતુંનાણાકીય વર્ષની મજબૂત કામગીરી પરત્વે આનંદ વ્યકત કરી જણાવ્યું હતું કેઆ દેખાવ સાતત્યપૂર્ણ કામકાજની અમલવારી અને શિસ્તબદ્ધ મૂડી વ્યવસ્થાપનને આભારી છે.તેમણે કહ્યું હતું કે નાણા વર્ષનાઆખરી ત્રિમાસીમાંકંપનીએ ઊંડી તકનીકી ક્ષમતાઓ અને જમીન પર અમલીકરણ શક્તિઓના પુરાવારુપ મુંબઈ HVDC પ્રોજેક્ટ સહિત પાંચ ટ્રાન્સમિશન પ્રકલ્પો શરૂ કરી ભારતમાં બે HVDC પ્રકલ્પો સફળતાપૂર્વક અમલમાં મૂકનાર એકમાત્ર ખાનગી ક્ષેત્રના ખેલાડી બનીછે. તેમણે ઉમેર્યું હતું કે વર્ષ દરમિયાનઅમે ૧ કરોડ સ્માર્ટ મીટરના સીમાચિહ્નને પણ પાર કરીમોટા પાયે માળખાગત અમલીકરણમાં અમારા સ્થાનને મજબૂત બનાવ્યું છે.

અંતિમ ત્રિમાસી અને નાણા વર્ષ ૨૬ના પ્રદર્શનની લાક્ષણિક આંકડાકીય માહિતી મુજબ નાણા વર્ષ-૨૫ના આખરી ત્રિમાસી ગાળાની કુલ આવક રું.૬,૫૯૬ કરોડની સામે ઉકત વર્ષના સમાન ગાળામાં વાર્ષિક ધોરણે આવક ૧૫.%વધીને રુ.૭,૫૮૮ કરોડ થઇ હતી. જ્યારે ગત ૨૦૨૫ના સમગ્ર વર્ષમાં રુ.૨૪,૪૪૭ની આવકમાં વાર્ષિક ધોરણે ૧૫.૯%ના વધારાની તુલનાએ માર્ચ-૨૬માં પૂરા થયેલા વર્ષમાં આવક રુ.૨૮,૩૨૫ કરોડ થઇ હતી. નાણા વર્ષ-૨૫ના આખરી ત્રિમાસી ગાળાની કામકાજમાંથી કુલ આવક રુ.૪,૧૧૬ કરોડની તુલનાએ તાજેતરમાં પૂરા થયેલા નાણા વર્ષ-૨૬માં આવકમાં વાર્ષિક ધોરણે ૬.૯%ના વધારા સાથે રુ.૪,૪૦૦ કરોડ થઇ છે. જ્યારે ગત નાણા વર્ષમાં રુ.૧૭,૦૫૭ની તુલનાએ હમણા પુરા થયેલા વર્ષમાં ૭.૩%ના વાર્ષિક ધોરણે વધારા સાથે આવક રુ.૧૮,૨૯૬ કરોડ થઇ છે.

ગત નાણા વર્ષમાં આખરી ત્રિમાસીમાં રુ. ૧,૭૫૭ કરોડના ઓપરેટીંગ એબિડ્ટાની તુલનાએ નાણા વર્ષ-૨૬ના સમાન ગાળામાં વાર્ષિક ધોરણે ૧૨.૭%ના વધારા સાથે ઓપરેટીંગ એબિડ્ટા રુ.રુ.૧,૯૮૧ કરોડ જ્યારે સમગ્ર વર્ષમાં ઓપરેશ્નલ એબિડ્ટા નાણા વર્ષ-૨૫માં રુ.૬,૫૭૧ કરોડની તુલનાએ નાણા વર્ષ-૨૬ના અંતે વાર્ષિક ધોરણે ૧૨.૭%ના વધારા સાથે ઓપરેટીંગ એબિડ્ટા રુ.૭,૪૦૭ કરોડ રહ્યો છે.

ગત નાણા વર્ષ-૨૫ના આખરી ત્રિમાસીમાં રુ. ૨,૨૬૨ કરોડના એબિડ્ટાની તુલનાએ નાણા વર્ષ-૨૬ના સમાન ગાળામાં વાર્ષિક ધોરણે ૪.૯%ના વધારા સાથે એબિડ્ટા .રુ.૨,૩૭૨ કરોડ હાંસલ થયો છે. સમગ્ર નાણા વર્ષ-૨૫માં એબિડ્ટારુ.૭,૭૪૬ કરોડની તુલનાએ નાણા વર્ષ-૨૬ના અંતે વાર્ષિક ધોરણે ૧૨.૭%ના વધારા સાથે એબિડ્ટા રુ.૮,૭૨૬ કરોડ પ્રાપ્ત થયો છે.

નાણા વર્ષ-૨૫ના આખરી ત્રિમાસીમાં કર બાદનો નફો રુ.૭૧૪ કરોડની તુલાનાએ નાણા વર્ષ-૨૬ના સરખા ગાળામાં વાર્ષિક ધોરણે નફો ૧.૩% વધી રુ.૭૨૩ કરોડ થયો હતો. જ્યારે સમગ્ર નાણા વર્ષ-૨૫માં કર બાદનો નફો જે રુ.૯૨૨ કરોડ હતો તે નાણા વર્ષ-૨૬ના અંતે વાર્ષિક ધોરણે મબલખ ૧૫૯.૬%  વધી રુ.૨,૩૯૩ કરોડ થયો છે. સમાયોજીત કર બાદનો નફો ઉકત વર્ષના ત્રિમાસી સમય ગાળાઓમાં અનુક્રમે રુ.૫૬૬ કરોડની તુલનાએ વાર્ષિક ધોરણે ૨૭.૭%વધી રુ.૭૨૩ કરોડ થયો છે. જ્યારે નાણા વર્ષ-૨૫ના સમગ્ર વર્ષ દરમિયાન રુ.૧,૮૧૦ કરોડના સમાયોજીત કર બાદના નફાની તુલનાએ હમણાં પુરા થયેલા વર્ષાંતે વાર્ષિક ધોરણે ૩૨.૩% વધી રુ.૨,૩૯૩ કરોડ થયો છે.

છેલ્લા નાણાકીય વર્ષમાં મૂડીખર્ચ ૧.૨૪ ગણો વધીને રૂ. ૧૪,૨૩૨ કરોડ થયો છે, જે નાણા વર્ષ ૨૫માં રૂ. ૧૧,૪૪૪ કરોડ હતો.

મુંબઈમાં પ્રથમ HVDC પ્રકલ્પના કાર્યાન્વયન સાથે ૪૦૦ કીલોવોટવીજ પુરી પાડનાર પ્રથમકંપની બનવા ઉપરાંતHVDC અને મુંબઇ શહેરના સૌથી મોટાછુટક વિતરક તરીકે તેની હાજરીને મજબૂત બનાવી છે.

વર્ષ દરમિયાનકંપનીએ મુંબઈ HVDC, ઉત્તર કરણપુરા ટ્રાન્સમિશન , ખાવડા ફેઝ II પાર્ટ-A, ખાવડા પૂલિંગ સ્ટેશન  1  અને સાંગોદ ટ્રાન્સમિશન મળી કુલ પાંચ ટ્રાન્સમિશન પ્રકલ્પ કાર્યરત કર્યા છે.સ્માર્ટ મીટર વ્યવસાય અંતર્ગતકંપનીએ ૧ કરોડ સ્માર્ટ મીટર બેસાડવાના આંકને વટાવ્યો છે.જે ડિસ્કોમ્સમાં સ્માર્ટ મીટરિંગ ડિપ્લોયમેન્ટમાં ઉદ્યોગના બેન્ચમાર્કને ચિહ્નિત કરે છે.

કંપનીએ તાજેતરમાં હાંસલ કરેલ પ્રકલ્પ સહિતકંપનીની કુલ ટ્રાન્સમિશન હેઠળની પાઇપલાઇન રૂ. ૭૧,૭૭૯ કરોડની છે. કંપનીની સ્માર્ટ મીટરની ઓર્ડર બુક રૂ. ૨૯,૫૧૯ કરોડની આવકની સંભાવના સાથે ૨.૪૬ કરોડ મીટરની છે

ટ્રાન્સમિશન ક્ષેત્રે નજીકના ગાળાની રુ.૧.૫ કરોડનીમજબૂતટેન્ડરિંગ પાઇપલાઇન અને સ્માર્ટ મીટરિંગ માટે રાષ્ટ્રવ્યાપી બજારની તક ૧૦૩ મિલિયન મીટર પર ચાલુ છે.

કંપની માટે એકંદરે નાણાકીય વર્ષ-૨૬ તેના કાર્યક્ષેત્રના તમામ પાસાઓમાં મજબૂતી સાથે સંગીન પરિણામો હાંસલ કરનારું રહ્યું છે.

Related posts

રેડબસે ઉદ્યોગમાં સૌપ્રથમ વ્યક્તિગત ડિસ્કાઉન્ટ ક્રિએશન સુવિધા લોન્ચ કરી

viratgujarat

સ્ટાન્ડર્ડ એન્જિનિયરિંગ ટેક્નોલોજી લિમિટેડે પોતાની નવી કોર્પોરેટ ઓળખની જાહેરાત કરી

viratgujarat

બોશ્ચ પાવર ટૂલ્સ દ્વારા પ્રોફેશનલો, આર્ટિસન્સ અને હોમ યુઝર્સ માટે નવાં હેન્ડ ટૂલ્સની શ્રેણી રજૂ કરાઈ

viratgujarat

Leave a Comment