Virat Gujarat
હેલ્થકેર

મૈરિંગો સિમ્સ હોસ્પિટલમાં માનવતાનું અદભૂત ઉદાહરણ, બ્રેઈન ડેડ પેશન્ટનાં મલ્ટી- ઓર્ગન ડોનેશનથી ઘણા લોકોને મળ્યું નવજીવન

અમદાવાદ,03 એપ્રિલ 2026 : 17 વર્ષીય ક્રિશ અકબરીના પરિવારે મૈરિંગો સિમ્સ હોસ્પિટલમાં મલ્ટિ-ઓર્ગન ડોનેશન
થકી હિંમત અને માનવતા દાખવી છે અને ગંભીર નુકસાનને અટકાવીને જીવન દાન આપ્યું છે.

ક્રિશ અકબરીને 29 માર્ચ 2026નાં રોજ ગંભીર ટ્રાફિક એક્સિડન્ટ બાદ ક્રિટિકલ કન્ડિશનમાં વેન્ટિલેટરી સપોર્ટની જરૂર
હોવાથી દાખલ કરવામાં આવ્યા હતા. ઇન્ટેન્સિવ કેર અને તમામ શક્ય મેડિકલ ઇન્ટરવેન્શન છતાં, કોઈ ન્યુરોલોજીકલ
ઇમ્પ્રુવમેન્ટ જોવા મળ્યું ન હતું. બે પોઝિટિવ એપનિયા ટેસ્ટ સહિત સ્ટાન્ડર્ડ બ્રેઈન ડેથ પ્રોટોકોલ્સને અનુસરીને, તેમને
બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા.

ટ્રીટિંગ કન્સલટન્ટ અને ટ્રાન્સપ્લાન્ટ કોર્ડિનેશન ટીમ દ્વારા વિગતવાર કાઉન્સેલિંગ પછી, પરિવારે મલ્ટિપલ ઓર્ગન્સનું
દાન કરવાનો નિઃસ્વાર્થ નિર્ણય લીધો. દાનમાં હૃદય, ફેફસાં, લીવર, કિડની, કોર્નિયા અને હાથનો સમાવેશ થતો હતો,
જેનાથી અનેક દર્દીને ફાયદો થયો અને જીવનની બીજી તક મળી.ઓર્ગન રિટ્રાઇવલ અને એલોકેશન પ્રોસેસ એસ્ટાબ્લિશ્ડ નેશનલ પ્રોટોકોલ અનુસાર હાથ ધરવામાં આવી હતી, જેથી જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર અને એથિકલ ડિસ્ટ્રિબ્યુશન સુનિશ્ચિત કરી શકાય. નોંધનીય છે કે, આ કેસ પ્રાઇવેટ સેક્ટરમાં સર્વ પ્રથમ હેન્ડ ડોનેશન તરીકે ઓળખાયો હતો, જેણે ટ્રાન્સપ્લાન્ટ કેર ક્ષેત્રે એક મહત્વપૂર્ણ બેન્ચમાર્ક સ્થાપિત કર્યો હતો.

શ્રેષ્ઠ કોર્ડિનેશન, ક્લિનિકલ એક્સપર્ટિઝ અને એક પ્રતિબદ્ધ મલ્ટિ-ડિસિપ્લિનરી ટીમ દ્વારા આ કોમ્પલેક્સ, મલ્ટિ-ઓર્ગન
રિટ્રાઇવલ પ્રોસેસ સરળતાથી એક્ઝિક્યુટ કરવામાં આવી હતી. ટ્રાન્સપ્લાન્ટ કોઓર્ડિનેટર શ્રી સુનિલ અગ્રવાલે જણાવ્યું હતું કે, "કમ્પેશનેટ કાઉન્સેલિંગ અને સ્પષ્ટ કમ્યુનિકેશન દ્વારા, પરિવાર ઓર્ગન ડોનેશનની સાચી ઇમ્પેક્ટ સમજી શક્યો. તેમનો નિર્ણય આવનારા ઘણાં વર્ષો સુધી અનેક જીવ બચાવતો રહેશે.

કન્સલ્ટિંગ ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડૉ. શિવાંગ પટેલે કહ્યું કે,;આ મુશ્કેલ સમયમાં પરિવારને ગાઇડન્સ આપવું ખૂબ જ
ઇમોશનલ હતું. આ નિર્ણય તેમની હિંમત અને કરૂણાને પ્રતિબિંબિત કરે છે, જે ઘણા લોકો માટે જીવનદાન બની રહેશે.
હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ અને એમસીએસ (MCS) પ્રોગ્રામના ડિરેક્ટર તથા કન્સલ્ટન્ટ કાર્ડિયાક સર્જન, ડૉ. ધીરેન શાહે
જણાવ્યું હતું કે, ટ્રાન્સપ્લાન્ટ કેરને આગળ વધારવાના વિઝન હેઠળ, આ ઉમદા કાર્યએ જીવનની ભેટને વાસ્તવિકતામાં

પરિવર્તિત કરી છે. પરિવારનો આ નિર્ણય ઘણા લોકો માટે આશારૂપ બન્યો છે. આજ સુધી અમે મૈરિંગો સિમ્સ હોસ્પિટલમાંથી છેલ્લા 8 વર્ષમાં 22 અંગ દાતાઓ પાસેથી 38 ઓર્ગન દાન કર્યા છે. મૈરિંગો સિમ્સ હોસ્પિટલના ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ અને ચેરમેન ડૉ. કેયુર પારીખે જણાવ્યું હતું કે: અંગદાનનું આ નોંધપાત્ર કાર્ય માનવતા અને કરૂણાને પ્રતિબિંબિત કરે છે. પરિવારના આ નિર્ણયનાં અમે આભારી છીએ, જેણે ઘણા લોકોના જીવનમાં દુઃખની ક્ષણને આશા અને ઉપચારમાં પરિવર્તિત કરી છે.

મૈરિંગો સિમ્સ હોસ્પિટલના ફેસિલિટી ડિરેક્ટર મયુર દવેએ જણાવ્યું હતું કે, આ નિર્ણય હિંમત અને કરુણાથી પ્રેરિત હતો.
આવી ક્ષણો જીવનને સક્ષમ બનાવે છે અને અંગદાનની ઇકો સિસ્ટમને મજબૂત બનાવવાની આપણી પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે. હોસ્પિટલ ટ્રાન્સપ્લાન્ટ કોઓર્ડિનેશન ટીમના અવિરત પ્રયાસોનો પણ સ્વીકાર કરે છે.

ટ્રાન્સપ્લાન્ટ કોઓર્ડિનેટર શ્રી ગૌરવ પાઠક અને શ્રી કરણ પરમારનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું, જેમના ડેડિકેશન,
પેશન, અને અથાક કોર્ડિનેશનને કારણે આ કાર્ય સફળતાપૂર્વક થઇ શક્યું. મૈરિંગો સિમ્સ હોસ્પિટલ ક્રિશ અકબરી અને તેમના પરિવારને હ્રદયપૂર્વક આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરે છે. તેમનો નિઃસ્વાર્થ નિર્ણય યાદગાર સંદેશો આપે છે કે જીવનની કપરી પરિસ્થિતિ તથા કઠોર પળોમાં પણ અંગદાનનાં ઉપહાર થકી જીવન આગળ વધી શકે છે.

Related posts

દેશ માટે ગર્વની ક્ષણ, ભારતીય મેડટેક સ્ટાર્ટ-અપ ન્યૂયોર્કના નાસ્ડેક પર સૂચિબદ્ધ થયું

viratgujarat

અમદાવાદમાં તબીબી ક્ષેત્રે મોટી સફળતા: નારાયણા હોસ્પિટલમાં પ્રથમ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાયું

viratgujarat

ડેટોલ #DadsCanToo ઝુંબેશ સાથે ઉજવે છે ફાધર્સ ડે, શેર્ડ પેરેન્ટિંગને પ્રોત્સાહન આપે છે

viratgujarat

Leave a Comment