Virat Gujarat
એજ્યુકેશન

પિકેડેમી દ્વારા વિદ્યાર્થીઓમાટે AI-સંચાલિત ગ્લોબલ એજ્યુકેશન સર્ચ પ્લેટફોર્મનું અનાવરણ

અમદાવાદ તા 09 માર્ચ, 2026.:  દેશમાં તથા વિદેશમાં અભ્યાસ કરવા માગતા વિદ્યાર્થીઓ તેમની પસંદગીની કોલેજ, યુનિવર્સિટી, કોર્સ વગેરેની માહિતી સરળ અને ઝડપી મેળવી શકે માટે પિકેડેમી દ્વારા Artificial Intelligece આધારિત સર્ચ એન્જિનનું આજે અમદાવાદના AMAમાં અનાવરણ કરવામાં આવ્યું છે.

વિદ્યાર્થી માટે કોર્સ, કોલેજ, યુનિવર્સિટી, દેશ વગેરેની પસંદગી જીવનના સૌથી મહત્વપૂર્ણ નિર્ણયો પૈકી એક હોય છે. નિર્ણયને  સરળ બનાવવા માટે તૈયાર કરવામાં આવેલું પિકેડેમી સર્ચ એન્જિન AI વડે સજ્જ છે. પિકેડેમીનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓ કોર્સના નામ, કોર્સની અવધિ, પાત્રતા, પ્રવેશ પરીક્ષાઓ, ફી, સ્કોલરશિપ જેવા માપદંડના આધારે કોલેજ તથા યુનિવર્સિટી પસંદ કરી શકે છે. પરંપરાગત એજ્યુકેશન પોર્ટલોની સરખામણીમાં પિકેડેમી વિદ્યાર્થીના ઉદ્દેશ્યને તથા અપેક્ષાને સમજીન ચોક્કસ, અર્થપૂર્ણ અને નિર્ણાયક પરિણામ પુરા પાડે છે.

એજ્યુકેશન સર્ચ પ્લેટફોર્મનુંબ્રેઇન પિક્સીછે, જેએકબુદ્ધિશાળી AI આસિસ્ટન્ટ છે. વિદ્યાર્થીઓને તે ભારતભરમાં અને અમેરિકા, યુનાઇટેડ કિંગડમ (UK), સ્પેન, ઇટાલી, જર્મની, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા જેવા દેશોની અગ્રણી કોલેજ તથા યુનિવર્સિટી વિશે  અને તેમના કોર્સ વિશે સચોટ માર્ગદર્શન આપે છે.

અમારું વિઝન વિદ્યાર્થીઓની મૂંઝવણ દૂર કરવાનું છે,” પિકેડેમીના સ્થાપક રાહુલ ઘાડિયાએ જણાવ્યું હતું. “ પ્રસંગે અમે યોગેશ પટેલનો આભાર માનીએ છીએ, જે અમારા પ્રથમ રોકાણકાર અને આ વિઝનમાં સૌથી પહેલા વિશ્વાસ રાખનારાઓમાંના એક છે. શરૂઆતના તબક્કામાં તેમની નાણાકીય સહાયથી આજે અમે જે બનાવ્યું છે તે બનાવવા માટે આત્મવિશ્વાસ અને ગતિ મળી.”

પિકેડેમીના સહસ્થાપક અને વ્યૂહાત્મક સલાહકાર હર્ષલ પુષ્કર્ણાએ ઉમેર્યું હતું કે, “અમે ફક્ત પરંપરાગત એજ્યુકેશન સર્ચ પ્લેટફોર્મ બનાવ્યું નથી. બલકે, પિકેડેમી એક એવું ઇન્ટેલીજન્ટ પ્લેટફોર્મ છે જ્યાં વિદ્યાર્થીઓ પોતાની રીતે, પોતાની સમજ વડે અને તેમના સ્ક્રીન પર રજૂ થતા ડેટાના આધારે પોતાની કારકિર્દીના અને ભવિષ્યના ઉચિત નિર્ણય લઈ શકે છે.

ટેકનોલોજીના આધારસ્તંભ પર પ્રકાશ પાડતા, સહસ્થાપક અને CTO, વીરેન્દ્ર રાજપૂતે જણાવ્યું હતું કે, “અમારું AI આર્કિટેક્ચર વિદ્યાર્થીઓના ઉદ્દેશ્યનું અર્થઘટન કરી, ચોકસાઈપુર્વક યોગ્ય ડેટા દર્શાવે તે મુજબ બનાવવામાં આવ્યું છે. પિકેડેમીનું બુદ્ધિશાળી AI આસિસ્ટન્ટ પિક્સીચોકસાઇ અને વિશ્વાસ માટે રચાયું છે.”

પિકેડેમી 99 પ્રતિ સપ્તાહ અને 249 પ્રતિમાસ એમ બે સબ્સ્ક્રિપ્શન પ્લાન ઓફર કરે છે, જેમાં અત્યારે નવા વપરાશકર્તાઓ માટે મફત પ્રારંભિક ટ્રાયલનો સમાવેશ થાય છે.

બુદ્ધિશાળી AI, સ્વચ્છ ઇન્ટરફેસ અને ચોકસાઈ પ્રત્યે પ્રતિબદ્ધતા સાથે, પિકેડેમી વિશ્વભરના વિદ્યાર્થીઓ માટે વિશ્વસનીય ડિજિટલ સાથી બનવાનું લક્ષ્ય રાખે છે.

Related posts

IAS ટોપર્સના સફળતાના રહસ્યો: લિબર્ટી કેરિયર એકેડેમી દ્વારા અમદાવાદના દિનેશ હોલમાં નિઃશુલ્ક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું

viratgujarat

કર્ણાવતી યુનિવર્સિટીના છઠ્ઠા દીક્ષાંત સમારોહમાં શૈક્ષણિક શ્રેષ્ઠતા અને રાષ્ટ્રીય સેવાની ઉજવણી કરવામાં આવી

viratgujarat

બોઈંગ દ્વારા બિલ્ડ પ્રોગ્રામની પાંચમી આવૃત્તિ માટે અરજીઓ મગાવાઈ

viratgujarat

Leave a Comment