Virat Gujarat
બિઝનેસ

ધી ગુજરાત સ્ટેટ કો-ઓપ. બેંકની ૬૭મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ: ₹૨૫,૩૦૯ કરોડના કુલ બિઝનેસ સાથે બેંકે મેળવી અભૂતપૂર્વ સિદ્ધિ

ધી ગુજરાત સ્ટેટ કો-ઓપ. બેંક લી. ની ૬૭મી વાર્ષિક સાધારણ સભા તા.૦૬/૦૬/૨૦૨૬ના રોજ જી.એસ.સી.બેંકના ઓડીટોરીયમમાં મળી હતી જેમાંબેંકના ચેરમેનશ્રી અજયભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને,શહેરા વિસ્તારના ધારાસભ્ય, નાફેડ, પંચમહાલ બેંક તથા પંચમહાલ ડેરીના ચેરમેનશ્રી જેઠાભાઇ ભરવાડ, ગુજરાત રાજ્ય સહકારી સંઘના ચેરમેન ઘનશ્યામભાઈ અમીન, રાજ્ય રજીસ્ટ્રારશ્રી એમ. પી. પંડ્યા તથા બોર્ડના ડાયરેક્ટરશ્રીઓ અને સહકારી બેંકો અને સંસ્થાઓના ૧૬૮ પ્રતિનિધિઓની રૂબરૂમાં તેમજ ૩૧૨ સભ્યોની વર્ચ્યુઅલ હાજરીમાં યોજાયેલ.

બેંકના ચેરમેનશ્રીઅજયભાઈ પટેલે સંસ્થાની સ્થાપનાથી વર્ષ ૨૦૦૯ અને આ નિયામક મંડળની છેલ્લા ૧૬ વર્ષની પ્રગતિના લેખા-જોખા રજુ કરેલ. આ સંસ્થાએ ગ્રાહકોનો ભરોસો પ્રાપ્ત કરીને તા.૩૧/૦૩/૨૦૨૬ ના રોજ રૂ. ૨૫,૩૦૯ કરોડનો કુલ બિઝનેસ તથા રૂ. ૧૫૫૯૫ કરોડ ડીપોઝીટ અને રૂ. ૯૭૧૪ કરોડનું ધિરાણ કરેલ છે. આ ઉપરાંત તમામ બેન્ચમાર્ક ફાઇનાન્સિયલ પેરામીટર્સ પણ હાંસલ કરી પ્રગતિના સોપાન સર કરેલ છે.

બેન્કના ચેરમેનશ્રી અજયભાઈ પટેલ દ્વારા તમામ સહકારી બેંકોના કર્મચારીઓને વધુ ને વધુ ઓનલાઈન ટ્રેનીંગમાં જોડાવવાનું જણાવેલ તથા આ વર્ષે QR કોડ અને ભારત બિલ પેમેન્ટ સર્વિસ (BBPS) ની સર્વિસ ચાલુ કરેલ છે તથા આ બેંક ટેકનોલોજી અંબ્રેલાના માધ્યમથી ૧૭૦ થી વધુ ડીસ્ટ્રીકટબેંકતથા અર્બન બેંકોનેCTS,CSGL, NEFT, RTGS જેવી ટેકનોલોજી યુક્ત સર્વિસ વિના મુલ્યે પૂરી પાડે છે તેમ જણાવેલ.

અંતમાં આ બેન્કના ડાયરેક્ટરશ્રીઅરુણસિંહ રણા દ્વારા આભારવિધિ કરવામાં આવેલ હતી. જેમાં દેશના વડાપ્રધાન માનનીયશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, કેન્દ્રિય ગૃહતથા સહકાર મંત્રીશ્રી અમિતભાઈ સાહેબ, રાજ્યનામુખ્યમંત્રી શ્રીભુપેન્દ્રભાઈ પટેલ, નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઇ, રાજ્યના કૃષિ અને સહકાર મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી તથા તમામ સહકારી બંધુઓનો આભાર માનેલ.

 

ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર

 

(પ્રદીપ એમ. વોરા)

Related posts

અસલી સ્વેગનો નવો અવતારઃ યેઝદી અને બીએસએએ બે શાનદાર નવી સ્ક્રેમ્બલર મોટરસાયકલ લૉન્ચ કરી

viratgujarat

સેમસંગ દ્વારા ગેલેક્સી A56 5G અને ગેલેક્સી A36 5G નવા રંગમાં રજૂઃ ગેલેક્સી A સિરીઝમાં ફેસ્ટિવ ઓફર્સ જાહેર

viratgujarat

સેન્ટ્રલ માઇન પ્લાનિંગ એન્ડ ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર, 20 માર્ચ, 2026ના રોજ ખૂલશે, પ્રાઇસ બેન્ડ રૂ. 163 – રૂ. 172 પ્રતિ ઇક્વિટી શેર નક્કી કરાઈ

viratgujarat

Leave a Comment