Virat Gujarat
ગુજરાતબિઝનેસમોટરસાઇકલરાષ્ટ્રીયહેડલાઇન

અસલી સ્વેગનો નવો અવતારઃ યેઝદી અને બીએસએએ બે શાનદાર નવી સ્ક્રેમ્બલર મોટરસાયકલ લૉન્ચ કરી

સ્ક્રેમ્બલર્સને બાઈકની દુનિયાની એસયુવીગણાવીનેયેઝદી અને બીએસએએ 350 સીસીઅને 650 સીસીની બે દમદાર મોટરસાયકલ સાથે આ કેટેગરીને વધુ મજબૂત બનાવી


મુંબઈ | ૨૩ એપ્રિલ ૨૦૨૬ — યેઝદી અને બીએસએ ભારતના આધુનિક રાઈડર્સ માટે પહેલીવાર જોડાણ કર્યું છે અને બે અલગ જ પ્રકારની સ્ક્રેમ્બલર લૉન્ચ કરી છે. આ એવી મોટરસાયકલ છે, જે શહેરમાં ચલાવવામાં સરળ, પહાડી રસ્તાઓ પર આત્મવિશ્વાસથી ભરપૂર અને હાઈવે પર આરામદાયક અનુભવ આપે છે.સ્ક્રેમ્બલરનો અસલીવારસો ધરાવતી આ બંને બ્રાન્ડ્સ પ્રીમિયમ મોટરસાયકલ માર્કેટમાં આ ફોર્મેટને વધુ મજબૂત બનાવી રહી છે. યેઝદી સ્ક્રેમ્બલર 350 અને બીએસએ સ્ક્રેમ્બલર 650 ખાસ હેતુ માટે તૈયાર કરાયેલા પાવરટ્રેન્સ અને મજબૂત, અસલી ડિઝાઈન ધરાવે છે.

ભારતની વજનમાં સૌથી હળવી, તદ્દન નવી અને ઝડપીગણાતી 350 સીસી યેઝદી સ્ક્રેમ્બલરને શહેરના રસ્તાઓ તથા હૃદયથી યુવાન હોય તેવા રાઈડર્સના વીકેન્ડની સહેલગાહ માટે ખાસ રીતે ટ્યુન અને બિલ્ટ કરવામાં આવી છે.નવું લિક્વિડ-કૂલ્ડ એન્જિન, જેનું નામ ‘કાતાર’ (ઉચ્ચાર ‘કા-તાર’) રાખવામાં આવ્યું છે, તે આ મોટરસાયકલનો મુખ્ય કાર્યાત્મક અને માળખાગત આધાર છે.ટોર્ક-ટુ-વેઈટ રેશિયોના શાનદાર ફાયદા સાથે, આ સ્ક્રેમ્બલર શરૂઆતથી જ ઝડપી અને સચોટ રિસ્પોન્સ આપે છે, જે યેઝદીની મૂળ લાક્ષણિકતાને જીવંત કરે છે: ડાયરેક્ટ, ફ્લિકેબલ અને હંમેશા આગળ વધવા માટે તૈયાર. તેની પ્રારંભિક કિંમત રૂ. 1,99,950લાખ રાખવામાં આવી છે.

આ સેગમેન્ટમાં ભારતના એકમાત્ર 650 સીસી સિંગલ-સિલિન્ડર એન્જિન દ્વારા સંચાલિતબીએસએ સ્ક્રેમ્બલર પોતાની આગવી શૈલીના વારસાને આગળ ધપાવે છે, જેને સંપૂર્ણપણે રાઈડરની મૂળભૂત સૂઝબૂઝ પર તૈયાર કરવામાં આવી છે.બ્રિટિશ એન્જિનીયરિંગની ઉત્કૃષ્ટતા અને સાહસની અતૂટ ભાવનાનું પ્રતિક ગણાતી આ સ્ક્રેમ્બલર 650ની આગવી ડિઝાઈન ગોલ્ડ સ્ટાર કેટાલિના, એ10 સ્પિટફાયર અને એ65 ફાયરબર્ડ જેવી આઈકોનિક બાઈક્સ પરથી પ્રેરિત છે, જે પ્રીમિયમ અને મોર્ડન ફિનિશનું અદભૂત સંયોજન છે.બીએસએ સ્ક્રેમ્બલર 650ની પ્રારંભિક કિંમત રૂ. 3,24,950લાખ રાખવામાં આવી છે.

ક્લાસિક લેજન્ડ્સના સહ-સ્થાપક અનુપમ થરેજાએ જણાવ્યું હતું કે, ‘હું હંમેશા માનતો આવ્યો છું કે,જે રીતે એસયુવીએ પેસેન્જર ફોર-વ્હીલર્સના કલ્ચરને નવેસરથી વ્યાખ્યાયિત કર્યું છે, તેમ સ્ક્રેમ્બલર્સ પણ ભારતીય રાઈડિંગ કલ્ચરને એક નવી જ ઓળખ આપશે.તે મોટરસાયકલિંગની એસયુવી છે. સ્ક્રેમ્બલર્સને શહેરમાં આત્મવિશ્વાસપૂર્વક સવારી કરવા માટે બનાવવામાં આવી છે.પરંતુ તે વીકેન્ડમાં તમને શહેરોથી દૂર પહાડોનો ખોળો ખૂંદવા માટે પ્રેરિત કરે એટલી સ્ફૂર્તિલી અને મજબૂત પણ છે.યેઝદી અને બીએસએની અત્યંત આકર્ષક અને બોલ્ડ ડિઝાઈન આ ખાસિયતોમાં ચાર ચાંદ લગાવે છેઅને અમે અમારા જ બનાવેલા આ સેગમેન્ટમાં ફરી એકવાર ‘ધૂમ મચાવવા’માટે તૈયાર છીએ.યેઝદી 350 અને બીએસએ 650 દ્વારા અમે ભારતીય સ્ક્રેમ્બલર બાઈક્સ કેવી હોઈ શકે, તેની એક નવી અને સચોટ વ્યાખ્યા રજૂ કરી છે.નવી યેઝદીનો અદભૂત અને આકર્ષક દેખાવ તમને પહેલી જ નજરમાં તેના પ્રેમમાં પાડી દે તે રીતે તૈયાર કરવામાં આવી છે.શાનદાર એન્જિનીયરિંગ અને મજબૂત બનાવટ ધરાવતી આ અસલી સ્ક્રેમ્બલર યેઝદી, દેખાવ અને પરફોર્મન્સ બંનેમાં એક શક્તિશાળી અને ઉત્પાતી વાવાઝોડા જેવી છે, જે રસ્તા પર ઉતરવા માટે હંમેશા થનગની રહી છે.’

ક્લાસિક લેજન્ડ્સના સહ-સ્થાપક બોમન ઈરાનીએ જણાવ્યું હતું કે, ‘યેઝદી હંમેશા એવા રાઈડર્સની શાન રહી છે, જેઓ સ્ટાઇલના શોખીન છે અને જેમને રૂઢિઓમાં બંધાઈ રહેવું પસંદ નથી.હું આ મશીનોની વચ્ચે જ ઉછેર્યો છું અને મેં આ અંડરગ્રાઉન્ડ સ્ક્રેમ્બલર મૂવમેન્ટને ખૂબ જ નજીકથી નિહાળી છે.જ્યારે હું યેઝદી વિશે વિચારું છું, ત્યારે મારા મનમાં સ્ક્રેમ્બલર્સનો જ ખ્યાલ આવે છે. તેની દરેક રાઈડમાં એક પ્રકારની મસ્તી અને તોફાનનો અહેસાસ હોય છે, જે હંમેશા યેઝદીના અનુભવનો એક અતૂટ હિસ્સો રહ્યો છે.પહેલી યેઝદી સ્ક્રેમ્બલરે ભારતમાં આ પ્રકારની બાઈક્સનો પાયો નાંખ્યો અને તેને લોકો સુધી પહોંચાડી, જ્યારે આ નવું મોડેલ સ્ક્રેમ્બલર બાઇકિંગના ભવિષ્ય અને તેની ક્ષમતાઓને એક નવી ઊંચાઈ પર લઈ જશે.’

સ્ક્રેમ્બલર્સના ઉત્પાદન પહેલાં જ રાઈડર્સ દ્વારા તેનું સર્જન થઈ ચૂક્યું હતું — 1940 અને 50ના દાયકામાં હેન્ડ-મોડિફાઇડ બીએસએ અનેત્યારપછીના દાયકાઓમાં ભારતીય રસ્તાઓ મુજબ યેઝદીમાં પણ પરિવર્તન લાવીને તેનું નવું રૂપ તૈયાર કરવામાં આવ્યું હતું.યેઝદીએ વર્ષ 2022માં દેશની પ્રથમ મેઇનસ્ટ્રીમ ફેક્ટરી-કસ્ટમ સ્ક્રેમ્બલર રજૂ કરીને ભારતમાં આ ફોર્મેટને પુનર્જીવિત કર્યું હતું.તે એવા માર્કેટમાં પોતાની આગવી ઓળખ ઉભી કરવામાં સફળ રહી હતી, જ્યાં ડિઝાઈન કરતા ઉપયોગિતા પર વધુ ભાર મૂકવામાં આવતો હતો.આજના લૉન્ચિંગની સાથે જ આકટિબદ્ધતાને વધુ વિસ્તારવામાં આવી છે, જેમાં ફોર્મેટની મૂળ જરૂરિયાતો – ઓછું વજન, દમદાર ટોર્ક અને ક્વિક રિસ્પોન્સ મુજબ તૈયાર કરવામાં આવેલી બે નવી સ્ક્રેમ્બલર બાઇક્સ રજૂ કરવામાં આવી છે.

મુખ્ય વિશેષતાઓઃ

યેઝદીઃ

  • સૌથી હળવું છતાં સૌથી શક્તિશાળી કૉર:તદ્દન નવું350 સીસીલિક્વિડ-કૂલ્ડ ‘કાતાર’ પાવરટ્રેન ધરાવતી યેઝદીને આ કેટેગરીનું સૌથી હળવું અને કંપનીનું અત્યાર સુધીનું સૌથી શક્તિશાળી એન્જિન મળ્યું છે.
  • ફેક્ટરી કસ્ટમ એસ્થેટિક:174 કિગ્રા વજન ધરાવતી ભારતની સૌથી હળવી સ્ક્રેમ્બલરયેઝદીને તેના વજનમાં હળવા કૉર મુજબ ડિઝાઇન કરવામાં આવી છે, જે તેને સ્ટ્રિપ્ડ-બૅક અને ફેક્ટરી-કસ્ટમ લૂક આપે છે.ક્લાસિક સ્ક્રેમ્બલર કર્વ્સ, ઊંચી ફ્રન્ટ બીક અને ટાઇટ રિયર ફેન્ડર તેના અપરાઇટ સ્ટેન્સને વધુ મજબૂત બનાવે છે.ઑલ-રાઉન્ડ પ્રીમિયમ ફિનિશ તેની સિગ્નેચર ઓવલ સાઇડ પેનલ્સ અને વિશિષ્ટ પ્રકારના ‘69’ ગ્રાફિક્સ સુધી વિસ્તરેલી છે, જે યેઝદીના ઉદ્ભવ અને મૂળ વારસાની યાદ અપાવે છે.
  • ‘30-30-30’ — ભારતીય રસ્તાઓ માટે બિલકુલ યોગ્ય: યેઝદીને 30 બીએચપી, 30 એનએમ અને 30 કિમી/લિટરની કાર્યક્ષમતા પૂરી પાડવા માટે ઓપ્ટિમાઇઝ કરવામાં આવી છે, જે ઑન-રોડિંગ અને સોફ્ટ-રોડિંગ માટે એક ‘રીયલ’ સ્ક્રેમ્બલર પર્ફોર્મન્સનું મિશ્રણ છે.
  • સૌથી કૂલ સ્ક્રેમ્બલર: હોરિઝોન્ટલી ઓરિએન્ટેડ રેડિયેટર અને સેન્ટ્રલી રૂટેડ એક્ઝોસ્ટ થર્મલ ઓપ્ટિમાઇઝેશનમાં મદદ કરે છે, જે રાઇડરની સુવિધા માટે આ મોટરસાઇકલને સૌથી કૂલ સ્ક્રેમ્બલર્સમાંથી એક બનાવે છે.
  • સાચા અર્થમાં સ્ક્રેમ્બલર: માસ-સેન્ટ્રલાઇઝ્ડ બૉડી, સૌથી નાનો વ્હીલબેઝ, ટ્યુન કરેલ ગીયરિંગ અને યૂઝેબલ લૉ-એન્ડ મિડ-રેન્જ ટૉર્ક શાર્પ થ્રોટલ રીસ્પોન્સ, ઝડપી એક્સિલરેશન અને શાર્પ ટર્ન-ઇન્સ પૂરાં પાડે છે.
  • શ્યોર-ફૂટેડ હેન્ડલિંગ: સ્ક્રેમ્બલર-રેડી સ્પોક્ડ, સેમી-નોબી ટાયર્સ અને શ્રેણીમાં શ્રેષ્ઠ બ્રેકિંગ આ મોટરસાઇકલ ભારે હોવાનો અનુભવ કરાવ્યાં વિના મજબૂત પકડ અને પ્રોગ્રેસિવ કંટ્રોલ પૂરાં પાડે છે.
  • તે કોના માટે છે: એવા રાઇડર્સ માટે કે જેઓ અંતઃસ્ફૂર્ણાથી પ્રેરાતા હોય, ઝડપથી વર્તતા હોય અને એટલી જ ઝડપથી દિશા બદલી શકતા હોય; જેઓ એવી મોટરસાઇકલને મહત્વ આપે છે, જે દેખાવમાં પોતાની આગવી ઓળખ ધરાવતી હોય અને અનંતની યાત્રાએ નીકળી પડવા માટે હંમેશા તૈયાર રહેતા હોય.
  • તે આ રંગોમાં ઉપલબ્ધ છેઃ રેલી બ્લૂ, ઓજી યલો, લેગસી બ્લેક, રોગ રેડ.

બીએસએઃ

  • વિશ્વની સૌથી પ્રારંભિક સ્ક્રેમ્બલર ઇન્ફ્લુએન્સ કંપનીઓમાંની એક એવી બીએસએ મોટરસાઇકલ્સેયુકેમાં રાઇડર્સના શાનદાર પ્રતિસાદ પછીભારતમાં સ્ક્રેમ્બલર 650નું અનાવરણ કર્યું છે.
  • આ સેગમેન્ટમાં ભારતના એકમાત્ર 650 સીસીસિંગલ-સિલિન્ડર એન્જિન દ્વારા સંચાલિતઆ સ્ક્રેમ્બલર ફક્ત 4,000 આરપીએમપર 45 બીએચપીઅને 55 એનએમ ટૉર્ક પૂરો પાડે છે; તેનો મજબૂત લૉ-એન્ડ અને મિડ-રેન્જ ટૉર્ક તેને સાચા અર્થમાં સ્ક્રેમ્બલરનું કેરેક્ટર આપે છે.
  • ગોલ્ડ સ્ટાર કેટાલિના અને એ10 સ્પિટફાયર જેવી આઇકોનિક બીએસએ સ્ક્રેમ્બલર્સથી પ્રેરિત. ક્રોમ એક્સેન્ટ સાથેની સ્કલ્પ્ટેડ ટેન્ક, ફ્લેટ, રિબ્ડ બેન્ચ સીટ, સિગ્નેચર ‘65’ ઓવલ સાઇડ પેનલ્સ અને એક્સપોઝ્ડ સબફ્રેમ તેને એક ઑથેન્ટિક અને મજબૂત લૂક આપે છે.
  • ભારતની સ્થિતિઓ મુજબ કરવામાં આવેલા ફેરફારો વિવિધ પરિસ્થિતિઓમાં વધુ સારું નિયંત્રણ અને આરામની ખાતરી આપે છે.
  • તે કોના માટે છે:તે એવા લોકો માટે છે, જેઓ પોતે લખ્યાં ના હોય એવા નિયમોનું પાલન કરતા નથી. અવજ્ઞાને કારણે નહીંપરંતુ એટલા માટે કારણ કે તેમને ક્યારેય કોઈની પરવાનગીની જરૂર પડી નથી.
  • તે આ રંગોમાં ઉપલબ્ધ છેઃ વિક્ટર યલો, થંડર ગ્રે, રેવન બ્લેક.

શૅર્ડ ઑનરશિપ એશ્યોરન્સઃ બંને મોટરસાઇકલ ક્લાસિક લેજન્ડ્સના ઇન્ડસ્ટ્રીમાં પ્રથમ એવા ઑનરશિપ એશ્યોરન્સ પ્રોગ્રામ દ્વારા સમર્થિત છે — 4-વર્ષ/50,000કિમીની સ્ટાન્ડર્ડ વૉરન્ટી, 6વર્ષ સુધીની એક્સટેન્ડેડ વૉરન્ટી, 8 વર્ષ સુધી રોડસાઇડ આસિસ્ટન્સ અને 400થી વધુ સેલ્સ અને સર્વિસ ટચપોઈન્ટ્સ પર દેશવ્યાપી કવરેજ સાથે 5 વર્ષ સુધીનું એએમસી.

Related posts

શરીર સાધનાનું પહેલું કદમ છે, પછી મન, બુદ્ધિ, ચિત્તની ગુફામાં જઈને, અહંકારના ખડકને તોડીએ ત્યારે આત્મ ઉપલબ્ધિ થાય છે.

viratgujarat

સેમસંગ ભારતમાં 10000 કરોડનું ટીવી વેચાણને પાર કરનારી સૌપ્રથમ બ્રાન્ડ બની

viratgujarat

મોરારીબાપુ દ્વારા ઉત્તરાખંડના નંદપ્રયાગથી 956મી રામકથાનો પ્રારંભ થયો

viratgujarat

Leave a Comment