Virat Gujarat
બિઝનેસ

હવે અદાણી ગેસના તમામ કામવન સ્ટોપ સોલ્યુશન: ‘ગેસ મિત્ર કોર્નર’

ગ્રાહક સેવાને નવા શિખરે લઈ જતાં, અદાણી ટોટલ ગેસ લિમિટેડ (ATGL) એ અમદાવાદના સાઉથ બોપલમાં ગુજરાતનું પ્રથમ અદાણી ગેસ મિત્ર કોર્નર’ કાર્યરત કર્યું છે. આ પહેલ માત્ર એક સર્વિસ સેન્ટર નથી, પરંતુ ગ્રાહકોના સમય અને સુવિધાને પ્રાધાન્ય આપતું એક અત્યાધુનિક ડિજિટલ સોલ્યુશન છે.એન્ડ-ટુ-એન્ડ કસ્ટમર સપોર્ટ માટે તેમાંગ્રાહકોને લગતી તમામ સુવિધાઓને આવરી લેવામાં આવી છે.

કંપનીએ આ સુવિધા માટે સ્થાનિક મેડિકલ સ્ટોર્સ સાથે ભાગીદારી કરી છે. આ એક સ્માર્ટ વ્યૂહરચના છે કારણ કે મેડિકલ સ્ટોર એવી જગ્યા છે જ્યાં ગ્રાહકો અવારનવાર મુલાકાત લેતા હોય છે. હવે બિલ ભરવા કે નવી લાઈન માટે કોઈ સ્પેશિયલ ઓફિસે જવાની જરૂર નથી.

આ ડિજિટલ કિઓસ્ક (Kiosk) અંતર્ગત ગ્રાહકો એક જ છત નીચે અનેક સુવિધાઓ પ્રાપ્ત કરી શકે છે. જેમાં નવા PNG કનેક્શન માટે માત્ર મિનિટોમાં રજીસ્ટ્રેશન, ગૂંચવણ વગર ગેસ બિલની ચુકવણી અને હિસ્ટ્રી ચેક કરવાની સુવિધા એટલે કે સ્માર્ટ પેમેન્ટ વ્યવસ્થા, કોઈપણ ટેકનિકલ ખામી કે સર્વિસ લાઈન અંગે તુરંત ફરિયાદ નોંધવાની વ્યવસ્થા ગેસ ગીઝર કનેક્શનથી લઈને અન્ય તમામ સહાય એક જ ડિજિટલ સ્ક્રીન પરવન-સ્ટોપ સોલ્યુશન વગેરેનો સમાવેશ થાય છે.

૧૦૦ નવા સેન્ટરોનો માસ્ટર પ્લાન:ATGL આગામી સમયમાં તેના કાર્યક્ષેત્રમાં આવા ૧૦૦ કેન્દ્રો શરૂ કરવા જઈ રહ્યું છે. આ માટે કંપનીએ સ્થાનિક સ્તરે રોજગારી અને તાલીમ આપવાનું પણ શરૂ કર્યું છે. આ મોડેલથી ગ્રાહકોને ‘લાસ્ટ-માઈલ’ કનેક્ટિવિટી મળશે અને પરંપરાગત કસ્ટમર કેર પરનો બોજ ઘટશે.

વૈશ્વિક સ્તરે રશિયા અને પશ્ચિમ એશિયામાં વધતા તણાવને કારણે જ્યારે LPG સિલિન્ડરના પુરવઠા અને ભાવમાં અનિશ્ચિતતા જોવા મળી રહી છે, ત્યારે PNG એ શહેરી પરિવારો માટે સૌથી સુરક્ષિત, સ્વચ્છ અને અવિરત ઈંધણ બની રહ્યું છે. સરકાર પણ દેશને ગેસ-આધારિત અર્થતંત્ર બનાવવા તરફ આગળ વધી રહી છે, જેમાં અદાણીની આ ‘મિત્ર’ પહેલ પાયાનું કામ કરશે.

અદાણી ટોટલ ગેસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “અદાણી ગેસ મિત્ર કોર્નરનું લોન્ચિંગ એ ગ્રાહક સંતોષ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાનું મજબૂત પ્રદર્શન છે. અમારી સેવાઓને ગ્રાહકોના રહેઠાણ અને કાર્યસ્થળની નજીક લઈ જઈને અમે PNG એક્સેસને વધુ સરળ, ઝડપી અને અનુકૂળ બનાવી રહ્યા છીએ. અમે આ પહેલને અન્ય ભૌગોલિક વિસ્તારોમાં પણ અમલમાં મૂકવાની યોજના ધરાવીએ છીએ.

Related posts

મૂલ્ય અને વિવિધતા પર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે, વડોદરામાં “ટોઇંગ” એપ લોન્ચ કરવામાં આવ્યું

viratgujarat

હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા દ્વારા અમદાવાદ, ગુજરાતમાં નવી CB125 હોર્નેટ અને શાઇન 100 DX લોન્ચ

viratgujarat

એચ.એમ. ઇલેક્ટ્રોમેકલી. નો આઇ પી ઓ 24મી જાન્યુઆરી 2025ના રોજ ખુલશે

viratgujarat

Leave a Comment