અમદાવાદ, 01 જુલાઈ, 2026: સ્ટર્લિંગ હોસ્પિટલ, સિંધુ ભવન ખાતે આધુનિક રોબોટિક સર્જરીની મદદથી પેન્ક્રિયાટિક કેન્સરથી પીડાતી 70 વર્ષીય મહિલાની સફળ સારવાર કરીને જટિલ કેન્સરના કેસોના નિદાન અને સારવારમાં પોતાની વિશેષ કુશળતા વધુ એકવાર સાબિત કરી છે. આ સારવાર દ્વારા દર્દીને ઝડપી રિકવરી અને વધુ સારી જીવન ગુણવત્તા પ્રાપ્ત કરવામાં પણ સફળતા મળી છે.
70 વર્ષીય આ મહિલા દર્દીને પેન્ક્રિયાટિક કેન્સર હોવાનું નિદાન થયું હતું. દર્દીને શરૂઆતના તબક્કાનું લીવર સિરોસિસ સહિત અન્ય અનેક કોમોર્બિડિટીઝ (Comorbidities) પણ હતી. સદનસીબે કેન્સરનું નિદાન શરૂઆતના તબક્કામાં જ થઈ જતાં ગાંઠને સંપૂર્ણપણે દૂર કરવી શક્ય હતી. જોકે, દર્દીની ઉંમર અને અન્ય આરોગ્ય સંબંધી સમસ્યાઓને કારણે સૌથી સુરક્ષિત અને અસરકારક સારવાર પદ્ધતિ પસંદ કરવી એક પડકારજનક બાબત હતી.
પેન્ક્રિયાટિક કેન્સરની સર્જરી ઓન્કોલોજીમાં સૌથી જટિલ સર્જિકલ પ્રક્રિયાઓમાંની એક માનવામાં આવે છે. ખાસ કરીને વૃદ્ધ દર્દીઓ અને અન્ય આરોગ્ય સમસ્યાઓ ધરાવતા દર્દીઓમાં આવી સર્જરી બાદ લાંબા સમય સુધી રિકવરી, ઓપરેશન પછીની જટિલતાઓ અને હોસ્પિટલમાં વધુ સમય સુધી રહેવાની શક્યતા રહેતી હોય છે. આવા સંજોગોમાં કેન્સરની અસરકારક સારવાર સાથે સર્જરીનો શારીરિક પ્રભાવ શક્ય તેટલો ઓછો રાખવો અત્યંત મહત્વપૂર્ણ બની જાય છે.
પેન્ક્રિયાટિક કેન્સરની સર્જરી માટે ઉચ્ચ સ્તરની સર્જિકલ કુશળતા, અદ્યતન ટેક્નોલોજી અને વિવિધ તબીબી નિષ્ણાતોની સંકલિત ટીમની જરૂરિયાત રહે છે. હાલમાં પેન્ક્રિયાટિક કેન્સર માટેની રોબોટિક સર્જરી માત્ર અમુક વિશેષ કેન્દ્રોમાં જ ઉપલબ્ધ છે, જ્યાં આવી જટિલ સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવે છે. સ્ટર્લિંગ હોસ્પિટલ પણ આવા પસંદગીના કેન્દ્રોમાં સામેલ છે, જ્યાં અનુભવી નિષ્ણાતોની ટીમ અને સર્વગ્રાહી કેન્સર સારવાર સાથે અદ્યતન રોબોટિક કેન્સર સર્જરીની સુવિધા ઉપલબ્ધ છે.
દર્દીની વિગતવાર તપાસ અને તમામ ઉપલબ્ધ સારવાર વિકલ્પો અંગે દર્દી તથા તેમના પરિવારજનો સાથે વિસ્તૃત ચર્ચા કર્યા બાદ સ્ટર્લિંગ હોસ્પિટલની મલ્ટિડિસિપ્લિનરી ટીમે રોબોટિક-અસિસ્ટેડ સર્જરી કરવાનો નિર્ણય લીધો હતો. દર્દીની અન્ય આરોગ્ય સમસ્યાઓને ધ્યાનમાં રાખીને માત્ર કેન્સરને સંપૂર્ણપણે દૂર કરવાનો જ નહીં, પરંતુ સર્જરીનો શારીરિક પ્રભાવ ઓછો રહે અને દર્દી ઝડપથી સ્વસ્થ થઈ શકે તેવો અભિગમ અપનાવવામાં આવ્યો હતો.
રોબોટિક સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી. સર્જરી દરમિયાન કોઈ નોંધપાત્ર રક્તસ્ત્રાવ થયો નહોતો અને મોટા કટ્સ કરવાની પણ જરૂર પડી નહોતી. ગાંઠને સંપૂર્ણપણે દૂર કરવામાં સફળતા મળી હતી, જે સારવારનો મુખ્ય હેતુ હતો. નોંધનીય બાબત એ છે કે દર્દીની રિકવરી ખૂબ સારી રહી હતી અને સર્જરી બાદ માત્ર પાંચ દિવસમાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. સર્જરીના માત્ર ત્રણ અઠવાડિયામાં જ દર્દી સંપૂર્ણપણે સ્વસ્થ થઈ પોતાના દૈનિક કાર્યો ફરીથી શરૂ કરી શક્યા હતા.
આ કેસ દર્શાવે છે કે અદ્યતન રોબોટિક ટેક્નોલોજી જટિલ કેન્સરના દર્દીઓ માટે સારવારના પરિણામોમાં કેટલો મહત્વપૂર્ણ ફેરફાર લાવી શકે છે. વધુ ચોકસાઈ, ઓછો દુખાવો, ઓછો રક્તસ્ત્રાવ, હોસ્પિટલમાં ઓછો સમય અને ઝડપી રિકવરી જેવા લાભો ખાસ કરીને વૃદ્ધ અને અન્ય આરોગ્ય સમસ્યાઓ ધરાવતા દર્દીઓ માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થાય છે.
આ કેસ અંગે માહિતી આપતા સ્ટર્લિંગ હોસ્પિટલના સિનિયર કન્સલ્ટન્ટ રોબોટિક ઓન્કો-સર્જન ડો. નીતિન સિંઘલે જણાવ્યું હતું કે, “પેન્ક્રિયાટિક કેન્સરની સર્જરી કેન્સર સારવાર ક્ષેત્રની સૌથી પડકારજનક અને ટેક્નિકલ રીતે જટિલ સર્જરીઓમાંની એક છે. ખાસ કરીને વૃદ્ધ દર્દીઓ અને અનેક કોમોર્બિડિટીઝ ધરાવતા દર્દીઓમાં માત્ર ગાંઠને દૂર કરવી પૂરતી નથી, પરંતુ તેમની સુરક્ષિત રિકવરી અને જીવનની ગુણવત્તા જાળવવી પણ એટલી જ મહત્વપૂર્ણ હોય છે. રોબોટિક સર્જરી અમને વધુ ચોકસાઈ અને નિયંત્રણ સાથે જટિલ સર્જરી કરવાની ક્ષમતા આપે છે. આ કેસમાં અમે ગાંઠને સંપૂર્ણપણે દૂર કરવામાં સફળ રહ્યા હતા અને દર્દીને ખૂબ ઓછા સમયમાં ફરીથી સામાન્ય જીવન તરફ પરત ફરવામાં મદદ મળી હતી. યોગ્ય દર્દી પસંદગી, ક્લિનિકલ એક્સિલન્સ અને આધુનિક ટેક્નોલોજીનું સંયોજન કેટલા ઉત્તમ પરિણામો આપી શકે છે તેનું આ એક ઉત્તમ ઉદાહરણ છે.”
આ સફળ સારવાર સ્ટર્લિંગ હોસ્પિટલની અદ્યતન કેન્સર સારવાર પ્રત્યેની પ્રતિબદ્ધતાને પણ ઉજાગર કરે છે. અત્યાધુનિક ટેક્નોલોજી, અનુભવી નિષ્ણાતો અને દર્દીકેન્દ્રિત અભિગમના આધારે હોસ્પિટલ સતત ઉચ્ચ ગુણવત્તાની સારવાર પૂરી પાડી રહી છે. પેન્ક્રિયાટિક કેન્સર જેવા જટિલ રોગોની રોબોટિક સર્જરીની સુવિધા ધરાવતા પસંદગીના કેન્દ્રોમાં સ્થાન ધરાવતી સ્ટર્લિંગ હોસ્પિટલ દર્દીઓને વધુ સારા ક્લિનિકલ પરિણામો અને સરળ રિકવરી ઉપલબ્ધ કરાવવા માટે સતત નવીન સારવાર પદ્ધતિઓને અપનાવી રહી છે.
આ સિદ્ધિ અંગે પ્રતિભાવ આપતા સ્ટર્લિંગ હોસ્પિટલના MD અને CEO સંતોષ મરાઠેએ જણાવ્યું હતું કે, “સ્ટર્લિંગ હોસ્પિટલ્સમાં અમારો ઉદ્દેશ માત્ર દર્દીનું આયુષ્ય વધારવાનો નથી, પરંતુ તેમને વધુ સારી જીવનશૈલી પ્રદાન કરવાનો પણ છે. આ કેસ એ વાતનો ઉત્તમ દાખલો છે કે અદ્યતન મેડિકલ ટેકનોલોજી, અનુભવી તબીબોની ટીમ અને દર્દી કેન્દ્રિત અભિગમના સમન્વયથી ઉત્તમ પરિણામો પ્રાપ્ત કરી શકાય છે. સ્ટર્લિંગ હોસ્પિટલ્સ ગુજરાતના 6 કેન્દ્રોમાં સર્વગ્રાહી કેન્સર સારવાર પૂરી પાડે છે. અમારા અનુભવી ડૉક્ટરો, કુશળ નર્સિંગ સ્ટાફ અને અદ્યતન ટેકનોલોજીની મદદથી દર્દીઓને ગુણવત્તાસભર સારવાર વાજબી ખર્ચે ઉપલબ્ધ કરાવવામાં આવે છે. અનેક આરોગ્ય સમસ્યાઓ ધરાવતા વૃદ્ધ દર્દીમાં સ્વાદુપિંડના જટિલ કેન્સરની સફળ સારવાર કરીને તેમને થોડા જ અઠવાડિયામાં સામાન્ય જીવનમાં પરત ફરવામાં મદદ કરવી એ અમારી વિશ્વસ્તરીય અને માનવતાસભર આરોગ્યસેવા પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે.”
કેન્સર સારવાર ક્ષેત્ર સતત વિકસિત થઈ રહ્યું છે ત્યારે સ્ટર્લિંગ હોસ્પિટલ અદ્યતન સર્જિકલ અને ઓન્કોલોજીકલ સારવાર દર્દીઓ સુધી પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છે. હોસ્પિટલનો હેતુ એ છે કે સૌથી જટિલ કેસોમાં પણ દર્દીઓને વ્યક્તિગત જરૂરિયાતોને અનુરૂપ, વૈજ્ઞાનિક પુરાવાઓ આધારિત અને શ્રેષ્ઠ પરિણામો આપતી સારવાર ઉપલબ્ધ થાય, જેથી તેઓ વધુ સારી જીવન ગુણવત્તા સાથે સ્વસ્થ જીવન જીવી શકે.
