Virat Gujarat
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

એએમ/એનએસ ઈન્ડિયા સુરત આઇટીઆઇ ક્લસ્ટર માટે એન્કર ઇન્ડસ્ટ્રી પાર્ટનર તરીકે ગુજરાતમાં પીએમ-સેતુ અમલીકરણનું નેતૃત્ત્વ કરશે

  • પીએમ-સેતુ હેઠળ સુરત આઇટીઆઇ ક્લસ્ટર માટે 18 કરોડની વ્યુહાત્મક રોકાણ યોજના મંજૂર
  • એએમ/એનએસ ઈન્ડિયા અને નામટેક સુરત પ્રદેશમાં પાંચ સરકારી આઇટીઆઇના ઉદ્યોગ આધારિત પરિવર્તનને આગળ ધપાવશે
  • ભવિષ્ય માટે તૈયાર તાલિમ, એપ્રેન્ટિસશીપ અને રોજગારની તકોથી 25,000થી વધુ યુવાને લાભ થશે

સુરત, ગુજરાત | ૦૭ જુલાઈ ૨૦૨૬ | કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલય (એમએસડીઇ)ની અધ્યક્ષતા ધરાવતી નેશનલ સ્ટીયરિંગ કમિટી દ્વારા વ્યુહાત્મક રોકાણ યોજના (એસઆઇપી)ની મંજૂરી મળવાને પગલે આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (એએમ/એનએસ ઈન્ડિયા)ને ભારત સરકારના વિશેષ કાર્યક્રમ પ્રધાનમંત્રી સ્કિલિંગ એન્ડ એમ્પ્લોયમેન્ટ ટ્રાન્સફોર્મેશન થ્રુ અપગ્રેડેડ આઇટીઆઇ (પીએમ-સેતુ) પહેલ હેઠળ સુરત આઇટીઆઇ ક્લસ્ટર માટે એંકર ઇન્ડસ્ટ્રી પાર્ટનર તરીકે પસંદ કરવામાં આવી છે.

ભારત સરકારે તમામ ઓળખેલા 200 આઇટીઆઇ ક્લસ્ટર્સમાં પીએમ-સેતુને રાષ્ટ્રવ્યાપી શરૂ કરવાની મંજૂરી આપી છે, જે ઉદ્યોગ આધારિત પરિવર્તનશીલ ભાગીદારી દ્વારા ભારતના વોકેશનલ શિક્ષણ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા તરફનું એક મહત્ત્વપૂર્ણ દર્શાવે છે.

ગુજરાતમાં, મંજૂર કરેલા સુરત ક્લસ્ટરમાં હબ ઇન્સ્ટિટ્યુટ તરીકે ગવર્નમેન્ટ આઇટીઆઇ સુરત સામેલ છે, જેને ચાર સ્પોક સંસ્થાઓ – ગવર્નમેન્ટ આઇટીઆઇ હજીરા, ગવર્નમેન્ટ આઇટીઆઇ બારડોલી, ગવર્નમેન્ટ આઇટીઆઇ સચિન અને ગવર્નમેન્ટ આઇટીઆઇ સુરત (વુમન)નું સમર્થન પ્રાપ્ત થયેલ છે. વ્યુહાત્મક રોકાણ યોજના પાંચ વર્ષની અવધિમાં રૂ. 240.18 કરોડનો મંજૂર કરેલો ખર્ચ ધરાવે છે.

એએમ/એનએસ ઈન્ડિયા ન્યુ એજ મેકર્સ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી (નામટેક) સાથેની ભાગીદારીમાં પ્રોજેક્ટનો અમલ કરશે, જે ભારતની ઉત્પાદન અને ઔદ્યોગિક વૃદ્ધિની મહત્ત્વકાંક્ષા સાથે સંરેખિત ભવિષ્ય માટે તૈયાર કાર્યબળ બનાવવા માટે ઉદ્યોગની નિપુણતા અને શૈક્ષણિક શ્રેષ્ઠતાને એકસાથે લાવશે.

મંજૂરી અંગે એએમ/એનએસ ઈન્ડિયાના એચઆર અને એડમિનિસ્ટ્રેશનના નિર્દેશક અને વાઇસ પ્રેસિડેન્ટ શ્રીમાન આશુતોષ તેલંગે જણાવ્યું હતું કે: “પીએમ-સેતુ હેઠળ સુરત આઇટીઆઇ ક્લસ્ટરની મંજૂરી ગુજરાતના કૌશલ્ય ઇકોસિસ્ટમ માટે એક નોંધપાત્ર સીમાચિહ્ન છે અને સરકાર, ઉદ્યોગ અને શિક્ષણવિદો વચ્ચેના સહયોગની શક્તિને મજબૂત બનાવે છે. ગુજરાત હજીરા ખાતે એએમ/એનએસ ઈન્ડિયાનું મુખ્ય સ્ટીલ ઉત્પાદન સંકુલનું ઘર છે, અને અમે આ પરિવર્તનશીલ પહેલ મારફતે રાજ્યનાં ભવિષ્યનાં કાર્યદળને મજબૂત બનાવવામાં યોગદાન આપીને ગર્વ અનુભવીએ છીએ. ભારતનાં ઉત્પાદન ક્ષેત્રનું વિસ્તરણ જારી હોવાથી પીએમ-સેતુ જેવી પહેલો યુવા લોકોને આવતી કાલના ઉદ્યોગો માટેની જરૂરી કૌશલ્યથી સજ્જ કરવામાં અને વિકસિત ભારત 2047ના વિઝનને ટેકો આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

ગુજરાતની મંજૂરી ભારતની પરિવર્તનશીલ યાત્રામાં એએમ/એનએસ ઈન્ડિયાની નેતૃત્ત્વની ભૂમિકાને વધુ મજબૂત બનાવે છે. પાછલા મહિને, એએમ/એનએસ ઈન્ડિયા પીએમ-સેતુ હેઠળ વ્યુહાત્મક રોકાણ યોજના માટે મંજૂરી પ્રાપ્ત કરનારી ભારતની પ્રથમ કંપની બની છે, જે આંધ્રપ્રદેશમાં વિશાખાપટ્ટનમ આઇટીઆઇ ક્લસ્ટર માટે એન્કર ઇન્ડસ્ટ્રી પાર્ટનર તરીકે સેવા આપી રહી છે.

કાર્યક્રમની મુખ્ય બાબતોઃ

ક્લસ્ટર માળખું
  • હબ આઇટીઆઇ: ગવર્નમેન્ટ આઇટીઆઇ સુરત
  • સ્પોક આઇટીઆઇ: ગવર્નમેન્ટ આઇટીઆઇ હજીરા, ગવર્નમેન્ટ આઇટીઆઇ બારડોલી, ગવર્નમેન્ટ આઇટીઆઇ સચિન અને ગવર્નમેન્ટ આઇટીઆઇ સુરત (વુમન)
રોકાણ અને પહોંચ
  • રૂ. 240.18 કરોડનો વ્યુહાત્મ રોકાણ યોજના ખર્ચ
  • પાંચ વર્ષોમાં 25,000થી વધુ તાલિમાર્થીઓને તાલિમ આપવામાં આવશે
  • 3,528 વધારાની સીટ્સ ક્લસ્ટરમાં બનાવવામાં આવશે
શૈક્ષણિક અને અભ્યાસક્રમ પરિવર્તન
  • પ્રવર્તમાન 42 વેપારોને અપગ્રેડ કરવામાં આવશે
  • 14 નવા લાંબા ગાળાના અભ્યાસક્રમો રજૂ કરવામાં આવશે
  • 20 ટૂંકા ગાળાના ઉદ્યોગ સાથે સંકલિત અભ્યાસક્રમો રજૂ કરવામાં આવશે
ધ્યાન કેન્દ્રિત કરવાનાં મુખ્ય ક્ષેત્રો
  • અદ્યતન ઉત્પાદન
  • ઉદ્યોગ 4.0 ટેકનોલોજીઝ
  • ઓટોમેશન અને સ્માર્ટ ઉત્પાદન
  • પ્રોસેસ ઇન્ડસ્ટ્રી ટેકનોલોજી
  • અદ્યતન ટેક્સટાઇલ ટેકનોલોજી
ઉદ્યોગ માટે તૈયાર કરેલું શિક્ષણ
  • ડિજિટલ વર્ગો અને સ્માર્ટ લર્નિંગ ટુલ્સ
  • સિમ્યુલેશન આધારિત અને વ્યવહારુ તાલિમ
  • ઇન્ડસ્ટ્રી ઇમર્શન અને એપ્રેન્ટિસશીપ
  • નોકરી પર તાલિમની તકો
  • ફેકલ્ટી અપસ્કિલિંગ અને ક્ષમતા વૃદ્ધિ

એએમ/એનએસ ઈન્ડિયા ઉદ્યોગ આધારિત કૌશલ્ય વિકાસમાં વિસ્તૃત્ત અનુભવ લાવે છે. ઓરિસ્સા અને ગુજરાતમાં આઇટીઆઇ અને અન્ય ટેકનિકલ સંસ્થાઓ સાથે ભાગીદારી મારફતે કંપનીએ 4,200થી વધુ વિદ્યાર્થીઓને ટેકો આપ્યો છે. મહેસાણામાં ગવર્નમેન્ટ આઇટીઆઇમાં નામટેકનાં આઉટરીચ મોડલે 1,800થી વધુ વિદ્યાર્થીઓને તાલિમ આપી છે, જેનાથી 1,300થી વધુ નોકરીઓની ઓફર્સનું સર્જન થયું છે અને 50% સુધીનાં વેતન પ્રિમિયમ આપવામાં આવ્યા છે, જે દર્શાવે છે કે ક્લસ્ટર આધારિત આઇટીઆઇટી પરિવર્તન મોટા પાયે હાંસલ કરી શકાય છે.

== સમાપ્ત ==

Related posts

MakeMyTripએ ટ્રેઇન મુસાફરોને સહાય કરવા માટે નવીન ‘સીટ અવેલબિલિટી’ ફીચર લોન્ચ કર્યુ

viratgujarat

ગાર્નિયર બ્લેક નેચરલ્સ ‘T’rust (ટ્રસ્ટ) નું નવું પ્રતીક બનાવવા માટે એમ.એસ. ધોની અને સાક્ષીસિંહ ધોની સાથે સહયોગ કરી રહી છે

viratgujarat

સાધનો કરીશું ત્યારે જ ચિત્તની શુદ્ધિ થશે અને ચિત્તની સુધી થાય ત્યારે અંદર રહેલો ઈશ્વર ઓળખાશે

viratgujarat

Leave a Comment