Virat Gujarat
બિઝનેસ

જિયોફાઇનાન્સ ફરી લઈને આવ્યું ટેક્સ ફાઇલિંગ સેવા, હવે માત્ર રૂ. 24થી શરૂઆત અને સાથે આકર્ષક જિયોપોઇન્ટ્સનો લાભ

આ વર્ષની ટેક્સ ફાઇલિંગ સિઝનમાં જિયોફાઇનાન્સ પોતાની અત્યંત લોકપ્રિય ટેક્સ પ્લાનિંગ અને ફાઇલિંગ સેવા ફરી લઈને આવી છે. આ સાથે જ ગ્રાહકોને જિયોપોઇન્ટ્સના આકર્ષક લાભ પણ આપવામાં આવશે. માત્ર રૂ. 24થી શરૂ થતી સ્વયં ટેક્સ ફાઇલિંગની સુવિધા સાથે આ પ્લેટફોર્મ આવકવેરા રિટર્ન (આઈટીઆર) ફાઇલ કરવા અને નાણાંકીય વર્ષનું આયોજન સરળ બનાવતું સંપૂર્ણ ડિજિટલ અને સરળ સોલ્યુશન પ્રદાન કરે છે. આ પ્રક્રિયામાં કોઈપણ પ્રકારના પેપરવર્ક કરવાની જરૂર પડતી નથી, જેથી દેશના લાખો નાગરિકો સરળતાથી તેનો લાભ લઈ શકે છે.

 

આ વર્ષે ગ્રાહકોને વધુ લાભ આપવા માટે જિયોફાઇનાન્સે પોતાની જિયોપોઇન્ટ્સ રિવોર્ડ્સ સિસ્ટમને સીધી જ આ સેવામાં સામેલ કરી છે. તેના કારણે કરદાતાઓને તેમના કુલ ફાઇલિંગ ચાર્જના 25 ટકા સુધીના મૂલ્યના રિડીમ કરી શકાય તેવા જિયોપોઇન્ટ્સનો લાભ મળશે*. આથી દર વર્ષે કરવાની વહીવટી પ્રક્રિયા હવે ઓછી ખર્ચાળ અને વધુ લાભદાયી બની જશે. કરદાતાઓ આ જિયોપોઇન્ટ્સનો ઉપયોગ સીધો એપમાં જ લોકપ્રિય બ્રાન્ડના વાઉચર્સ, વિશેષ શોપિંગ ડીલ્સ અને પાર્ટનર ઓફર્સ મેળવવા માટે કરી શકશે.

 

રજિસ્ટર્ડ ઈ-રિટર્ન ઇન્ટરમિડિયરી (ઈઆરઆઈ) ટેક્સબડી (એસએસબીએ ઇનોવેશન્સ લિમિટેડ) સાથેની ભાગીદારીમાં ઉપલબ્ધ આ મોડ્યુલ માર્ગદર્શન આધારિત અનુભવ, નિયમોના પાલન માટેના બિલ્ટ-ઇન ટૂલ્સ, મજબૂત ટેક્સ પ્લાનર અને નિષ્ણાંતોની સલાહ જેવી સુવિધાઓ પ્રદાન કરે છે. તેનો સરળ અને ઉપયોગમાં સહેલો ઇન્ટરફેસ વ્યક્તિગત કરદાતાઓને કલમ 80C અને 80D જેવી જોગવાઈઓ હેઠળ મળતી કર કપાતનો મહત્તમ લાભ મેળવવામાં, યોગ્ય ટેક્સ વ્યવસ્થા પસંદ કરવામાં તેમજ પોતાના રિટર્ન અથવા રિફંડની સ્થિતિ સીધી એપમાં જ તપાસવામાં મદદ કરે છે.

 

વિશ્વાસ અને ડેટાની સુરક્ષાને કેન્દ્રમાં રાખીને તૈયાર કરવામાં આવેલા આ ટેક્સ મોડ્યુલમાં તમામ કરદાતાઓનો ડેટા માત્ર આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની પ્રક્રિયા માટે જ ટેક્સબડીના નિયમન હેઠળના, ઉદ્યોગ ધોરણ મુજબના એન્ક્રિપ્ટેડ માળખામાં સુરક્ષિત રીતે સંભાળવામાં આવે છે. જિયોફાઇનાન્સ દ્વારા કોઈપણ તબક્કે આ ડેટાનો ઉપયોગ કે ઍક્સેસ અન્ય કોઈ હેતુ માટે કરવામાં આવતો નથી. આ એકીકરણના કારણે અદ્યતન ડેટા સુરક્ષા વ્યવસ્થાના સહારે યુઝર્સ સંપૂર્ણ નિશ્ચિંતતા સાથે પોતાની ટેક્સ સંબંધિત પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે.

 

જિયો ફાઇનાન્સ પ્લેટફોર્મ એન્ડ સર્વિસ લિમિટેડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરસુર્ભે એસ શર્માએ જણાવ્યું હતું કે, “જિયોફાઇનાન્સ સાથે અમારો હંમેશાં પ્રયાસ રહ્યો છે કે જટિલ નાણાંકીય પ્રક્રિયાઓને સરળ બનાવીએ અને યુઝર્સને તેમની નાણાંકીય સુખાકારી માટે સંપૂર્ણ નિયંત્રણ આપીએ. અમારી અત્યંત સરળ અને પોસાય તેવી ટેક્સ ફાઇલિંગ સેવા દ્વારા અમે આવકવેરા રિટર્ન ફાઇલિંગની પરંપરાગત મુશ્કેલીઓ અને ઊંચા ખર્ચને દૂર કરી રહ્યા છીએ. આકર્ષક જિયોપોઇન્ટ્સ લાભ અને ગોપનીયતાને પ્રાથમિકતા આપતી વ્યવસ્થા સાથે અમે એવી સેવા આપી રહ્યા છીએ, જે માત્ર ઝડપી અને કાર્યક્ષમ જ નહીં પરંતુ સંપૂર્ણ સુરક્ષિત અને લાભદાયી પણ છે.”

 

ટેક્સ મોડ્યુલ અંગે પોતાના વિચારો વ્યક્ત કરતાં ટેક્સબડીના સહ-સ્થાપક અને ચીફ ટેક્નોલોજી ઓફિસર શ્રીનિવાસ રેડ્ડીએ જણાવ્યું હતું કે, “જિયોફાઇનાન્સ સાથેની આ ભાગીદારીના કારણે સામાન્ય ભારતીય નાગરિકો ટેક્સબડીના નિયમન હેઠળના ઈઆરઆઈ માળખાના આધારે સરળતાથી, સુરક્ષિત રીતે અને સંપૂર્ણ વિશ્વાસ સાથે પોતાનું ટેક્સ રિટર્ન ફાઇલ કરી શકશે.”

 

જિયોફાઇનાન્સ એપ વિવિધ પ્રકારની આવક અને ટેક્સ ફાઇલિંગની જટિલતાઓને ધ્યાનમાં રાખીને વ્યાપક વિકલ્પો પ્રદાન કરે છે, જેથી યુઝર્સને માત્ર તેમની જરૂરિયાત મુજબની સેવાનો જ ખર્ચ ચૂકવવો પડે.

 

ડુ ઇટ યોરસેલ્ફ (DIY) પ્લાનમાં આવકવેરા વિભાગના પોર્ટલ પરથી જરૂરી માહિતી આપમેળે મેળવવાની સુવિધા તેમજ જરૂર મુજબ નોટિસ મેનેજમેન્ટનો વિકલ્પ ઉપલબ્ધ છે. જ્યારે નિષ્ણાંતની મદદ સાથેની તમામ ટેક્સ ફાઇલિંગ સેવાઓમાં નોટિસ મેનેજમેન્ટની સુવિધા નિઃશુલ્ક આપવામાં આવે છે. આ સેવામાં નિમાયેલા ટેક્સ નિષ્ણાંત તમામ ગણતરીઓ અને રિટર્ન ફાઇલ કરવાની પ્રક્રિયા સંભાળે છે. ઉપરાંત, જો આ પ્લેટફોર્મ મારફતે ફાઇલ કરાયેલા રિટર્ન અંગે પછીથી આવકવેરા વિભાગ તરફથી કોઈ સત્તાવાર નોટિસ મળે, તો તેનો જવાબ આપવા માટે પણ નિષ્ણાંતોની ટીમ કોઈપણ વધારાના ચાર્જ વિના સંપૂર્ણ સહાય પૂરી પાડશે.

Related posts

ફલો અમદાવાદએ ઇન્કમટેક્સ રેડ પર એક સત્રનું આયોજન કર્યું, વિમેન આંત્રપ્રિન્યોર્સને કાયદાકીય જાણકારી આપીને સશક્ત કર્યા

viratgujarat

જેન Z અમદાવાદમાં પ્રથમ-ઘરને વેગ આપે છે

viratgujarat

ટાટા મોટર્સે 148 એડવાન્સ્ડ સ્ટારબસ EVની BMTCને ડિલીવરી શરૂ કરી, બેંગાલુરુની ઇ-મોબિલિટી ડ્રાઇવમાં વધારો

viratgujarat

Leave a Comment