Virat Gujarat
બિઝનેસ

સૂર્યા રોશનીએ પ્રીમિયમ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ પોર્ટફોલિયોને નવા પંખા, વોટર હીટર્સ અને કિચન એપ્લાયન્સિસની શ્રેણી સાથે વધુ વિસ્તૃત કર્યું

ભારતની સૌથી વિશ્વસનીય બ્રાન્ડ્સમાંની એક સુર્યા રોશની લિમિટેડ, જે લાઇટિંગ, વાયર્સ એન્ડ કેબલ્સ, પંખા, હોમ એપ્લાયન્સિસ, પીવીસી પાઇપ્સ, વોટર પંપ્સ, વોટર ટેન્ક્સ અને સ્ટીલ પાઇપ્સ ક્ષેત્રે અગ્રણી સ્થાન ધરાવે છે, તેણે પોતાના નવા પ્રીમિયમ કન્ઝ્યુમર ડ્યુરેબલ ઉત્પાદનોની શ્રેણી લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ લોન્ચ દ્વારા કંપનીએ નવીનતા, ગુણવત્તા, સુરક્ષા અને ગ્રાહકોને શ્રેષ્ઠ અનુભવ પ્રદાન કરવાની પોતાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવી છે.

નવી શ્રેણીમાં પ્રીમિયમ ડિઝાઇનર BLDC પંખાઓનો સમાવેશ થાય છે, જેમાં Sleek Air Deco અને Smart Plus તેમજ ડેકોરેટિવ પંખાઓ Jewel Pro અને Royale નો સમાવેશ થાય છે. આ પંખાઓ આધુનિક ઘરોને ધ્યાનમાં રાખીને આકર્ષક ડિઝાઇન, ઊર્જા બચત અને ઉત્તમ એર ડિલિવરીનું સંયોજન પ્રદાન કરે છે. આજના જાગૃત ગ્રાહકોની જરૂરિયાતોને અનુરૂપ આ નવી શ્રેણી અદ્યતન BLDC ટેક્નોલોજી અને આધુનિક સ્ટાઇલિંગ સાથે વધુ આરામ અને ઓછી વીજળીના વપરાશનો લાભ આપે છે.

વોટર હીટર વિભાગને વધુ મજબૂત બનાવતાં સૂર્યએ બ્યુરો ઑફ એનર્જી એફિશિયન્સી (BEE) ની નવી માર્ગદર્શિકાઓને અનુરૂપ ઊર્જા કાર્યક્ષમ વોટર હીટર્સની નવી શ્રેણી રજૂ કરી છે. તેમાં અપગ્રેડેડ Qube+, Arctic DX અને Arctic EX સ્ટોરેજ વોટર હીટર્સનો સમાવેશ થાય છે, જેમાં વધુ સારી એનર્જી રેટિંગ, આધુનિક ડિઝાઇન અને વપરાશકર્તા માટે વધુ સુવિધાજનક ફીચર્સ આપવામાં આવ્યા છે. ઉપરાંત કંપનીએ InstaWarm Instant Water Heater શ્રેણી 3 લિટર અને 5.9 લિટર ક્ષમતામાં લોન્ચ કરી છે, જે ઝડપી હીટિંગ, વિશ્વસનીય કામગીરી અને અદ્યતન સુરક્ષા સુવિધાઓ માટે ડિઝાઇન કરવામાં આવી છે.

કિચન એપ્લાયન્સિસ પોર્ટફોલિયોને વધુ વિસ્તૃત કરતાં સૂર્યએ 500W, 750W અને 900W ક્ષમતાવાળા પ્રીમિયમ મિક્સર ગ્રાઇન્ડર્સની નવી શ્રેણી રજૂ કરી છે, જેમાં Mini Star, Alpha, Turbo અને Turbo Plus મોડલ્સનો સમાવેશ થાય છે. ભારતીય ઘરોની વિવિધ રસોઈ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલ આ શ્રેણી શક્તિશાળી કામગીરી, ચોકસાઈપૂર્વક ગ્રાઇન્ડિંગ, ટકાઉપણું અને રોજિંદા ઉપયોગમાં સરળતા પ્રદાન કરે છે.

કંપનીએ Star 1100W અને Aerolyte 750W જેવા નવા ડ્રાય આયર્ન્સ પણ લોન્ચ કર્યા છે, જેમાં કાર્યક્ષમ કામગીરી, અદ્યતન સુરક્ષા સુવિધાઓ અને આરામદાયક એર્ગોનોમિક ડિઝાઇનનો સમાવેશ થાય છે. આ લોન્ચ અંગે વસુમિત્ર પાંડે, CEO – લાઇટિંગ એન્ડ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, સૂર્ય રોશની લિમિટેડે જણાવ્યું:“આજના ગ્રાહકો એવા ઉત્પાદનોની અપેક્ષા રાખે છે જે ઉત્તમ કામગીરી, ઊર્જા કાર્યક્ષમતા, આકર્ષક ડિઝાઇન અને વિશ્વસનીયતા—આ બધું એકસાથે પ્રદાન કરે. પંખા, વોટર હીટર્સ અને કિચન એપ્લાયન્સિસની અમારી નવી શ્રેણી નવીનતા આધારિત ઉત્પાદન વિકાસ અને ભારતીય પરિવારોના દૈનિક જીવનને વધુ સુખદ અને સરળ બનાવવાની અમારી સતત પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે.”

આ તમામ નવા ઉત્પાદનોને સૂર્યની વધતી જતી નવીનતા ક્ષમતાનો આધાર પ્રાપ્ત છે. તાજેતરમાં ઉત્તરાખંડના કાશીપુર ખાતે શરૂ કરાયેલ કંપનીનું અદ્યતન રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર નવા ઉત્પાદનોના વિકાસ, ગુણવત્તા સુધારણા, પરીક્ષણ અને આગામી પેઢીના ગ્રાહકમૈત્રી ઉકેલો વિકસાવવા માટે સમર્પિત છે.

ઉત્પાદન ક્ષેત્રમાં પોતાની શ્રેષ્ઠતા વધુ મજબૂત બનાવતાં, સૂર્યા રોશનીને તાજેતરમાં British Safety Award અને CII National EHS Excellence Awardથી સન્માનિત કરવામાં આવી છે. આ સન્માન કંપનીની વિશ્વસ્તરીય સુરક્ષા, પર્યાવરણ પ્રત્યેની જવાબદારી અને તમામ ઉત્પાદન એકમોમાં કાર્યક્ષમતા પ્રત્યેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

 

Related posts

ડિજિટલ ઑન્ટ્રપ્રનર માટે મોટી ખુશખબર: કૅશફ્રી પેમેન્ટ્સે 10 વર્ષની ઉજવણી નિમિત્તે ભારતમાં સ્ટાર્ટઅપ્સ માટે શ્રેષ્ઠ પેમેન્ટ ગેટવે રેટ્સની જાહેરાત કરી

viratgujarat

સ્ટાઇલ આઇકન Hrithik Roshan બન્યા ONN બ્રાન્ડના એમ્બેસેડર, પ્રીમિયમ સેગમેન્ટ પર વધ્યો ફોકસ

viratgujarat

અદાણી મુન્દ્રા પોર્ટે ક્રૂડ ઓઇલ લોજિસ્ટિક્સમાં નવો બેન્ચમાર્ક સ્થાપિત કર્યો

viratgujarat

Leave a Comment