Virat Gujarat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

જય શ્રીરામ આંદોલાત્મક પોકાર અને જય સિયારામ આનંદોલાત્મક પોકાર છે.

“ભારત માતાને ગર્વ થશે કે બાપુ જેવો સુપુત્ર પ્રાપ્ત થયો છે”:શ્રી રામહ્રદય દાસજી મહારાજ.

“હાર્વર્ડનાં જ્ઞાનને માનસનું વિજ્ઞાન મળવા આવ્યું છે”: બાપુ.

“મારા દાદા જ મારો શ્રેષ્ઠ પ્રસાદ છે”

તાજગી અને સાદગી લઈને આવશો,તો હનુમાનજી પરવાનગી આપશે.

ઋષિનો પ્રસાદ ઋચા,મુનિનો પ્રસાદ મૌન હોય છે.

સેન્ડર્સ થિયેટર મેમોરિયલ હોલ-હાર્વર્ડ યુનિવર્સિટીમાં અનુષ્ઠાનનાં રૂપમાં ચાલી રહેલી રામકથા સાથે આ વર્ષનો તુલસી જન્મોત્સવનો ઉત્સવ સાથે-સાથે ઉજવાઇ રહ્યો છે ત્યારે શનિવારનાં આઠમા દિવસે સવારના વક્તવ્યની આખરી શ્રેણીમાં મહંત શ્રીરામ હૃદય દાસજી મહારાજે(ચિત્રકૂટ ધામ) પ્રભુ,પ્રિય, પૂજ્ય અને પિતાશ્રમ બાપુને ગણાવીને જણાવ્યું કે વાદળો પર્વતોને કહે છે કે અમે ત્યાં રોકાઈએ છીએ જ્યાં ઊંડાણ હોય છે.ભક્તિ,પ્રેમ,ગુરુકૃપાની ઊંડાઈ પર ભગવદ કૃપારૂપી દૃષ્ટિ રોકાઈ જતી હોય છે. ચિત્રકૂટ એ છે જ્યાં બધા જ દરવાજા ખુલ્લા છે. બાપુનાં દરબારમાં કોઈ પણને પ્રવેશ છે એટલો સ્નેહ વાત્સલ્ય પ્રેમ અને પ્યાર આપે છે.ભારત માતાને ગર્વ થશે કે બાપુ જેવો સુપુત્ર પ્રાપ્ત થયો છે.આ હાર્વર્ડ યુનિવર્સિટીનો સભાગાર નહિ,દ્વારકાનાથની હવેલી લાગે છે!

બાપુએ કથા આરંભે કહ્યું કે રામચરિત માનસમાં પ્રયોગ છે.હાર્વર્ડમાં જ્ઞાનની ઉપાસના થાય છે.હાર્વર્ડનાં જ્ઞાનને માનસનું વિજ્ઞાન મળવા આવ્યું છે.અધ્યાત્મક જગતમાં કોઈ મુનિ,કોઈ ઋષિ,કોઈ પ્રભુ,કોઈ ગુરુ છે.અહીં સાંજે થાય એ સાધુસભા હોય છે.એ.આઈ. આપણા દિલ અને દિમાગને નુકસાન ન કરે તો સ્વીકાર્ય છે.ખુલ્લા મનથી બધાને સાંભળો,કંઈક નવું મળતું જ હોય છે.તાજગી અને સાદગી લઈને આવશો તો હનુમાનજી પરવાનગી આપશે.

જય શ્રીરામ આંદોલનાત્મક પોકાર અને જય સિયારામ આનંદોલાત્મક પોકાર છે.

ઋષિનો પ્રસાદ ઋચા,મુનિનો પ્રસાદ મૌન હોય છે. દેવતા સ્વર્ગનો પ્રસાદ આપે અને કુસંગ મળે તો નરકનો પ્રસાદ મળે.દાદા પાસેથી ફેવરિટ શ્રેષ્ઠ પ્રસાદ કયો?બાપુ કહે મારા દાદા જ મારો પ્રસાદ છે.ગુરુ જ સૌથી મોટો પ્રસાદ હોય છે.વિપ્ર મળે એ વેદનો પ્રસાદ આપે.માનસમાં કોઈને લઘુ-નાનકડી,તો કોઈને ગુરુશંકા, કોઈને અપૂર્ણ તો કોઈને પૂર્ણ શંકા થઈ છે.

વેદ એટલા ક્લિષ્ટ કે ઘરે-ઘરે ન પહોંચી શક્યા.વેદ પર આનો અધિકાર,આનો અધિકાર નહિ-એમાં ઘટ-ઘટ ન ગયા,અન્ય વિચારધારાનાં ગ્રંથો ઘરે-ઘરે પહોંચી ગયા એને કારણે ધર્મ પરિવર્તનની સમસ્યાઓ પણ આવી.પણ ઉપવેદ ઘર-ઘર સુધી પહોંચ્યા છે.

વેદોક્ત,શાસ્ત્રોત અને સાધુએ જે બોલી નાખ્યું-એ ત્રણેય પરમ ધર્મ છે.

અયોધ્યાકાંડનાં મંગલા ચરણ,શિવજીની વંદના બાદ ભગવાન રામની સમાન ચિતવૃત્તિનું વર્ણન કરીને કરુણતા ભરી,વહેતી આંખે વનવાસ અને ચિત્રકૂટનો પ્રસંગ ગાયો.અરણ્યકાંડમાં અત્રિ સ્તુતિનું ગાયન થયું.રામજીએ કુંભજને મળીને ગોદાવરીના કાંઠે પંચવટીમાં નિવાસ કર્યો.શૂર્પણખાને દંડિત કર્યા બાદ સીતા અપહરણ પછી લલિત નર લીલામાં સીતા ખોજ કરતાં શબરીના આશ્રમમાં આવ્યાં.શબરીને ગતિ આપી.અરણ્યકાંડનું સમાપન થયું. કિષ્કિંધાકાંડમાં હનુમાનની મૈત્રી,વાલીને નિર્વાણ, અંગદને યુવરાજ પદ આપીને સુંદરકાંડમાં હનુમાનજીનું લંકાગમન,લંકાદહન વર્ણવાયું.સીતાની ખોજ કરી રામને સંદેશ આપ્યો,રામજીએ પોતાની પુરી સેના સાથે લંકાના કાંઠે સેતુબંધ રામેશ્વરની સ્થાપના કરી.સંધિનો પ્રસ્તાવ નિષ્ફળ ગયો.યુદ્ધ અનિવાર્ય થયું.

રવિવારે રામકથાનો પૂર્ણાહુતિ દિવસ છે.

કથા-વિશેષ:

ગુરુ વેદ અને ઉપવેદ પણ આપે છે.

સાધુઓનું એક લક્ષણ-સાધુ સંકોચી હોય છે.

સાધુ ગૂઢમાં ગૂઢ તત્વ પોતાના આશ્રિત પાસે ખોલી આપે છે.ગુરુપ્રસાદ સંદેહથી બહાર કાઢે છે.

સાધુ પ્રસાદ ગંતવ્યની પ્રાપ્તિ કરાવે છે.ગુરુ ગોવિંદને દઈ દે છે.સમર્થ ગુરુ ચારે વેદ આપી દે છે.

રહીમ સાહેબ અભિપ્રાય આપે છે:

રામચરિત માનસ બિમલ,સંતન જીવન પ્રાણ;

હિન્દુઆનકો બેદ સમ,યવન પ્રગટ કુર્રાન

ગુરુ ઉપવેદ પણ આપે છે.

== સમાપ્ત ==

Related posts

ગાંધીનગરમાં સનફ્લાવર આઈવીએફ હોસ્પિટલ દ્વારા લેવલ-1 ફર્ટિલિટી સેન્ટરનો પ્રારંભ

viratgujarat

ઈન્ડિયન ઓઈલ યુટીટી સિઝન 6: ડેબ્યૂટન્ટ કોલકાતા થંડરબ્લેડ્સ સ્ટેન્લીઝ ચેન્નાઈ લાયન્સ સામે, જ્યારે વેસ્ટર્ન ડર્બીમાં યુ મુમ્બાનો સામનો અમદાવાદ એસજી પાઈપર્સથી થશે

viratgujarat

રે-બન મેટા જેન 1 ગ્લાસીસ ટૂંક સમયમાં જ એમેઝોન, ફ્લિપકાર્ટ અને રિલાયન્સ ડિજિટલ પર મળશે

viratgujarat

Leave a Comment