Virat Gujarat
અવેરનેસઉદ્યોગસાહસિકતા

વિક્રમ-1 રોકેટની સફળતા બાદ સ્કાયરૂટ એરોસ્પેસના પવન ચાંદનાએ ખાવડા અને મુન્દ્રાની મુલાકાત લીધી

મુન્દ્રા, 23.08.2026: ભારતના ખાનગી સ્પેસ ક્ષેત્રમાં ઐતિહાસિક સફળતા મેળવનાર સ્કાયરૂટ એરોસ્પેસના કો-ફાઉન્ડર અને CEO પવન ચાંદનાએ આજે ખાવડા ના આર ઈ પાર્ક અને મુન્દ્રાની મુલાકાત લીધી હતી. તાજેતરમાં જ સ્કાયરૂટ એરોસ્પેસે ભારતનું પ્રથમ ખાનગી રીતે વિકસિત ઓર્બિટલ રોકેટ વિક્રમ-1 સફળતાપૂર્વક લોન્ચ કરીને દેશના સ્પેસ સેક્ટરમાં નવી સિદ્ધિ નોંધાવી છે.

 

મુન્દ્રા મુલાકાત દરમિયાન પવન ચાંદનાએ અદાણી ગ્રુપના વિવિધ પ્રકલ્પોની મુલાકાત લઈ ગ્રુપની ઔદ્યોગિક, પોર્ટ, ઊર્જા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરલ ક્ષમતાઓ વિશે માહિતી મેળવી હતી. આ મુલાકાત દરમિયાન અદાણી પોર્ટના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી રક્ષિતભાઈ શાહ તેમની સાથે રહ્યા હતા. તેમણે પવન ચંદનાને ખાવડા અને મુન્દ્રામાં વિકસિત થઈ રહેલા વિવિધ પ્રકલ્પો અને અદાણી ગ્રુપના વિશાળ ઔદ્યોગિક ઇકોસિસ્ટમ અંગે માહિતી આપી હતી.

 

વિશ્વસ્તરીય પોર્ટથી લઈને ઊર્જા અને અન્ય વિવિધ ક્ષેત્રોમાં વિકસિત થઈ રહેલા મુન્દ્રાના વિશાળ ઔદ્યોગિક ઇકોસિસ્ટમને પવન ચાંદનાએ નજીકથી નિહાળ્યો હતો. ભારતના સ્પેસ ટેકનોલોજી ક્ષેત્રમાં નવી દિશા આપનાર યુવા ઉદ્યોગસાહસિક માટે મુન્દ્રા જેવા અત્યાધુનિક ઔદ્યોગિક હબની મુલાકાત ટેકનોલોજી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉદ્યોગસાહસિકતાના સંકલનને સમજવાની તક સમાન રહી હતી.

 

પવન ચાંદનાએ આ દરમિયાન અદાણી પબ્લિક સ્કૂલની પણ મુલાકાત લીધી હતી. શાળાની શૈક્ષણિક વ્યવસ્થા, કેમ્પસ અને વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ વિવિધ સુવિધાઓ વિશે તેમણે જાણકારી મેળવી હતી. સ્પેસ ટેકનોલોજી અને નવીનતાના ક્ષેત્રમાં ભારતના યુવાનોને પ્રેરણા આપતા પવન ચાંદનાની શાળા મુલાકાત વિદ્યાર્થીઓ માટે પણ ખાસ પ્રેરણાદાયી બની હતી.

 

પવન ચાંદનાની મુન્દ્રા સાથેની મુલાકાતનું એક વિશેષ પાસું તેમનું પારિવારિક જોડાણ પણ છે. તેમના પિતાશ્રી અગાઉ અદાણી ગ્રુપના મુન્દ્રા ખાતે ફરજ બજાવી ચૂક્યા છે. તેથી પવન ચંદના માટે મુન્દ્રાની આ મુલાકાત માત્ર ઔદ્યોગિક પ્રકલ્પોની મુલાકાત પૂરતી મર્યાદિત ન રહી, પરંતુ તેમના પરિવારના ભૂતકાળ સાથે જોડાયેલા સ્થળની મુલાકાતનું પણ વિશેષ મહત્વ ધરાવતી બની હતી.

 

સ્કાયરૂટ એરોસ્પેસે ભારતના ખાનગી સ્પેસ ક્ષેત્રમાં અગ્રણી સ્થાન બનાવ્યું છે. કંપનીના વિક્રમ-1 રોકેટની સફળતાએ ભારતીય ખાનગી સ્પેસ ક્ષેત્રની ક્ષમતાને નવી ઓળખ આપી છે. હવે ભારતના સ્પેસ સ્ટાર્ટઅપ્સ વૈશ્વિક કોમર્શિયલ સ્પેસ માર્કેટમાં પોતાની હાજરી મજબૂત કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે.

 

અવકાશથી મુન્દ્રા સુધીની પવન ચાંદનાની આ મુલાકાત ભારતની નવી પેઢીની ઉદ્યોગસાહસિકતા, અદ્યતન ટેકનોલોજી અને વિશ્વસ્તરીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર વચ્ચેના વધતા જોડાણનું પ્રતિબિંબ બની છે.

Related posts

FLO અને YFLO અમદાવાદ દ્વારા ડિમ્પલ જાંગડા સાથે પાવરફુલ વેલનેસ સેશનનું આયોજન

viratgujarat

જો ખેડૂત ઘટે અને મજૂર વધે, તો શું તેને વિકાસ કહેવાય કે અસમાનતા? : ડૉ. મનીષ દોશી

viratgujarat

રોહન જરદોશે (તપધારી)એ અઠ્ઠઈના ઉપવાસનું ધાર્મિકની સાથે સાથે વૈજ્ઞાનિક મહત્ત્વ જણાવ્યું

viratgujarat

Leave a Comment