Virat Gujarat
CSR પ્રવૃત્તિઓ

શ્રી સંકટમોચન મહાવીર મંદિર, રાંચરડા, અમદાવાદ મંદિર દ્વારા ત્રીજી રામ રોટી સેવા રથનું મહત્વાકાંક્ષી લોકાર્પણ ૧૮ જાન્યુઆરી ૨૦૨૬, રવિવારે સાંજે ૬:૪૫ કલાકે કરવામાં આવશે.

મંદિર પાસે પહેલેથી જ બે રામ રોટી સેવા રથ છે, જે અમદાવાદના વિવિધ સ્થળોએ દરરોજ સવાર અને
સાંજે જરૂરિયાત માંડલાઓને ભોજન વિતરણ કરે છે.

દિવસે દિવસે મંદિર માં દૂરદરાજીથી અનેક ભક્તો આવી રહ્યા છે. આ મંદિર ભારતમાં ચોથું એવું અનોખું
મંદિર છે જ્યાં હનુમાનજી શયનાવસ્થામાં વિરાજમાન છે. વધુમાં, પાતાળલોકની વિશેષ મૂર્તિમાં હનુમાનજી,
તેમના પુત્ર મકરધ્વજ, અહિરાવણ, શ્રી રામ અને લક્ષ્મણજી સહજ દર્શન આપે છે, જે ભક્તોને ભાવુક કરી દે છે.

નીબ કરોલી મહારાજની અસીમ કૃપાથી મંદિર માં વિવિધ ઉત્સવો ઉજવીને લોકસેવાના કાર્યો થાય છે .બાબા
નિબ કરોરી મહારાજની અપાર કૃપાથી સ્થાપિત આ મંદિર દ્વારા આખો દિવસ વિવિધ ધાર્મિક અને સામાજિક
કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

સવારના સમયે આશરે ૩૦૦ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા સમૂહમાં હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવે છે.

ત્યારબાદ નાના વિદ્યાર્થીઓમાં ભેટો અને ચોકલેટનું વિતરણ થતું રહે છે .

દિવસભર રામ રોટી સેવા રથ દ્વારા જરૂરિયાતમંદ લોકોને ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલી છે . મંદિર
માં અવાર નવાર ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે કમ્બલ વિતરણ નું આયોજન કરવામાં આવે છે.

ખાસ દિવસોમાં અને તહેવારો માં ૨૧ વાર હનુમાન ચાલીસા પાઠ, કીર્તન તથા “બાબા કા ભંડારા” દ્વારા સર્વ
ભક્તોને ભાવપૂર્વક ભોજન પ્રસાદ જેવા કાર્યક્રમ થતા રહે છે .શ્રી સંકટમોચન મહાવીર મંદિરના સ્થાપક ડૉ.
પ્રવીણ ગર્ગના જણાવ્યા મુજબ આ કાર્યક્રમ સૌ ભક્તો માટે ખુલ્લો રહેશે અને સૌને આ પવિત્ર અવસરે
વધારાના આશીર્વાદ મેળવવા માટે આવવા વિનંતી છે.

ડૉ. પ્રવીણભાઈ ગર્ગે જણાવ્યું કે, “આ પ્રસંગે અમે માત્ર ધાર્મિક ઉત્સવ જ નહીં, પરંતુ સેવાનો સંદેશ ફેલાવ્યો છે.

મંદિરની વિશેષતાઓ

– હનુમાન જયંતિ, ગુરુ પૂર્ણિમા, નવરાત્રી, રક્ષાબંધન, ગણેશ સ્થાપના અને વિસર્જન, કાળી ચૌદસ હવન ,
દશેરા પર ફાફડા જલેબી વિતરણ ,વિગેરે જેવા તહેવારોને ભક્તિમય ભજન અને પૂજા સાથે ઉજવવામાં
આવે છે.- ⁠અત્યાર સુધી મા ૭૩ સુંદરકાંડ પાઠ થયા છે . ⁠મંદિર માં બાબા ની કૃપા થી ૨ રામ રોટી સેવા રથ સક્રીય છે જેનો દરરોજ સવાર સાંજ ૨૦૦-૩૦૦ જણ નું ભોજન નિયમિત રૂપે બને છે અને ભોજન પ્રસાદ નું વિતરણ અલગ અલગ જગ્યા પર જઈને કરવામાં આવે છે .- ⁠મંદિર માં વૃદ્ધ , વિકલાંગ બાળકો , અંધ બાળકો ને આમંત્રિત કરવામાં આવે છે જે સમૂહ માં સુંદરકાંડ પાઠ એન્ડ હનુમાન ચાલીસા ના પાઠ કરે છે.


– ⁠વૃદ્ધ લોકો માટે ખાસ ભોજન પ્રસાદ અને બહુમાન સેવા આપવામાં આવે છે.
– ⁠ખાસ દિવસે અખંડ હનુમાન ચાલીસા પાઠ અને રામ ચરિત્ર માનસ પાઠ કરવામાં આવે છે .
– ⁠દર મહિના ના પહેલા મંગળવારે સવારે હવન રાખવામાં આવે છે જેમાં ભક્તો ભાગ લઈ શકે છે .
– દર રવિવારે સુંદરકાંડ પાઠ, કીર્તન અને આર્તીનું આયોજન થાય છે, જે તમામ ભક્તો માટે ખુલ્લું છે.

આ ઉપરાંત દર બુધવાર અને રવિવારે મંદિર માં નિઃશુલ્ક રોગ ચકાસણી અને દવા નું વિતરણ , સાધુ
સંતોમાટે રહેવાની વ્યવસ્થા અને રાહદારીઓ માટે ઠંડા પાણી ની પરબ ઉપલબ્ધ છે .

શ્રી સંકટમોચન મહાવીર હનુમાન મંદિર આજે દિવસે દિવસે વધુ ખ્યાતનામ બનતું જાય છે. અહીં રોજ
અનેક ભક્તો હનુમાનજી અને બાબા નીબ કરોરી મહારાજના આશીર્વાદ લેવા માટે મુલાકાત લે છે.

મંદિર ના ખાસ ભક્ત કિરિટભાઈ પટેલ મંદિરની સેવા નિઃસ્વાર્થભાવે કરે છે.

મંદિરની દરેક નાની મોટી જરૂરિયાતમાં તેઓ હંમેશાં આગળ રહે છે.તેમનો પ્રયત્ન અને સમર્પણ બધા માટે
પ્રેરણારૂપ છે.

મંદિર માં નિયમિત આવતા ભક્ત કીર્તિભાઈ પટેલ , ભરતભાઈ જોશી , રાહુલ બારોટ , નિરવભાઈ પટેલ ,
ભરતભાઈ દેસાઈ અને ઋષભભાઈ શાહ નો સમાવેશ થાય છે જે ભક્તિ, શ્રદ્ધા અને શાંતિનું પ્રતીક એવા આ
પવિત્ર સ્થળે નિયમિત સેવા આપે છે .

જય શ્રી રામ
શ્રી સંકટમોચન મહાવીર હનુમાન નીબ કરોરી બાબા મંદિર
રાંચરડા , અમદાવાદ

Related posts

મોદીના સ્વપ્નનું ગામ તરીકે ઓળખ બનશે

viratgujarat

અનંત સેવા: અનંત અંબાણીએ 57 લાખથી વધુ લોકોને મદદરૂપ થઈ પોતાના 31મા જન્મદિનની ઉજવણી કરી

viratgujarat

અમદાવાદમાં ગ્રીન કવર વધારવા સ્તુત્ય પ્રયાસ

viratgujarat

Leave a Comment