Virat Gujarat
ગુજરાતડ્રિંક્સબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

આઇકોનિક કેટેગરીમાં અગ્રણી, બ્લેન્ડર્સ પ્રાઇડ દ્વારા ઝેનિથ બ્લેક એડિશનના લોન્ચિંગની જાહેરાત

મર્યાદિત સંખ્યામાં માત્ર એક મિલિયન બોટલ બહાર પડશે જેમાં શ્રેષ્ઠતાને ફરીથી પરિભાષિત કરવા માટે બોલ્ડ બ્લેક ડિઝાઇન અને આઇકોનિક હેરિટેજ પ્રીમિયમ વ્હિસ્કી ભેગા થયા છે 

રાષ્ટ્રીય | ૨૭મી જાન્યુઆરી ૨૦૨૬ — ભારતના પ્રીમિયમ વ્હિસ્કી સેગમેન્ટમાં અગ્રણી બ્લેન્ડર્સ પ્રાઇડ દ્વારા ગૌરવભેર બ્લેન્ડર્સ પ્રાઇડ ઝેનિથ બ્લેક એડિશનના લોન્ચિંગની જાહેરાત કરવામાં આવી છે –આ એક મર્યાદિત-એડિશનની અભિવ્યક્તિ જે સાચા અર્થમાં વિશિષ્ટ અનુભવનું નિર્માણ કરવા માટે બોલ્ડ બ્લેક સુંદરતા અને આઇકોનિક બ્લેન્ડર્સ પ્રાઇડનું સંમિશ્રણ છે.

ઉચ્ચ વૈભવ અને વિશિષ્ટતા દર્શાવતા આકર્ષક કાળા રંગની ડિઝાઇનમાં સજ્જ, ઝેનિથ બ્લેક એડિશન લાખોમાં એક વ્હિસ્કીના શોખીનો માટે ખૂબ જ કાળજીપૂર્વક તૈયાર કરવામાં આવ્યું છે. આની ફક્ત એક મિલિયન બોટલ ઉપલબ્ધ હોવાથી, આ એડિશન જેટલુંપરિશુદ્ધ છે તેટલું જ દુર્લભ પણ છે.

વૈભવની દુનિયામાં, કાળો રંગ માત્રએક રંગ નથી પરંતુ તેનાથી વિશેષ એક રજૂઆત છે – તે એક અભિગમ, સુસંસ્કૃતતા અને આધીપત્યનો અંદાજ છે. લાંબા સમયથી બ્લેન્ડર્સ પ્રાઇડ સાથે સંકળાયેલો, બ્લેક રંગ હવે એક ઇનોવેટીવ ડિઝાઇનની અભિવ્યક્તિમાં કેન્દ્ર સ્થાને છે, જે પ્રીમિયમ વ્હિસ્કીના સંકેતોને ફરીથી પરિભાષિત કરે છે. આ ફક્ત નવું પેકેજિંગ નથી; તે એવા લોકો માટે સ્ટાઇલની બોલ્ડ અભિવ્યક્તિ છે જેઓ ટ્રેન્ડ્સને અનુસરતા નથી પરંતુ તેને સેટ કરે છે.

પેર્નોડ રિકાર્ડ ઇન્ડિયાના CMO દેબશ્રી દાસગુપ્તાએ જણાવ્યું હતું કે, “બ્લેન્ડર્સ પ્રાઇડે ભારતમાં પ્રીમિયમ વ્હિસ્કીના માપદંડોને ફરીથી પરિભાષિત કરવાનું ચાલુ રાખ્યું છે. ઝેનિથ બ્લેક એડિશનનું લોન્ચિંગ બ્રાન્ડની અત્યાર સુધીની સૌથી પરિશુદ્ધ અભિવ્યક્તિને અંકિત કરે છે –આ એક એવી ઉત્ક્રાંતિ જે તેના સદાકાળ વારસાને બોલ્ડ નવી ડિઝાઇનની ભાષામાં રૂપાંતરિત કરે છે. આ વર્ષે, બ્લેન્ડર્સ પ્રાઇડ મહત્વાકાંક્ષા, વિશિષ્ટતા અને કલાત્મકતાની ઉજવણી કરતા તેના મુખ્ય મૂલ્યોને સુંદરતા દ્વારા જીવંત બનાવે છે.ઝેનિથ બ્લેક એડિશનની માત્ર એક મિલિયન બોટલ રિલિઝ કરવાની છે, જે એવા લોકો માટે બનાવવામાં આવ્યું છે જેઓ શ્રેષ્ઠતાની ફક્ત પ્રશંસા જ નથી કરતા, પરંતુ તેનેસાકાર પણ કરે છે.”

બ્લેન્ડર્સ પ્રાઇડ ઝેનિથ બ્લેક એડિશન એવા લોકો માટે રચવામાં આવ્યું છે જેઓ અસાધારણતાની ઝંખના રાખે છે–આ એક એવો ઉન્નત અનુભવ છે જેમાંકોઈપણ બાબતે બાંધછોડ ન કરવાનો ગુણખરેખર કંઈક અસાધારણ લાક્ષણિકતા ધરાવવાના ગૌરવ સાથે સંમિશ્રિત થાય છે.

બ્લેન્ડર્સ પ્રાઇડ ઝેનિથ બ્લેક એડિશનને સમગ્ર ભારતમાં લોન્ચ કરવામાં આવશે જે હાલમાં ફક્ત એક્સક્લુઝિવ સ્ટોર્સમાં જ ઉપલબ્ધ છે.

≡≡≡ ≡≡≡ ≡≡≡ ≡≡≡ ≡≡≡ 

Related posts

કોસ્ટા કોફી કારમેલ નટક્રેકર રેન્જના લોન્ચ સાથે ભારતમાં રજાઓની ભાવના લાવી

viratgujarat

RummyCultureને યુનોમર અને સાયબરમીડિયા રિસર્ચ (CMR) દ્વારા ‘ભારતની નંબર એક રમી ઍપ’ તરીકે ઓળખી કઢાઇ

viratgujarat

ગ્રામ્ય લક્ષ્મી, રાજ્યલક્ષ્મી, રાષ્ટ્રલક્ષ્મી, વિશ્વલક્ષ્મી અને પરાલક્ષ્મી-પંચ લક્ષ્મી છે.

viratgujarat

Leave a Comment