Virat Gujarat
Uncategorized

તારીખ 17-02-2026ના રોજ ગુજરાતના સ્વ. મુખ્યમંત્રી શ્રી ચીમનભાઈ પટેલની 32મી પૂણ્યતિથિ

તારીખ 17-02-2026ના રોજ ગુજરાતના સ્વ. મુખ્યમંત્રી શ્રી ચીમનભાઈ પટેલની 32મી પૂણ્યતિથિ પ્રસંગે આજ રોજ સવારે 08:30 થી 09:30 ગાંધીનગર ખાતે આવેલ “નર્મદાઘાટ” સમાધિ સ્થળ પર પ્રાર્થના સભા અને ચીમનભાઈ પટેલ પુલના છેડે આર.ટી.ઓ સર્કલ પાસેની ચીમનભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

આ પ્રસંગે શ્રી સિધ્ધાર્થભાઈ પટેલ તથા પરીવારજનો સાથે, એ.આઈ.સી.સી જનરલ સેક્રેટરીશ્રી મુકુલભાઈ વાસનિક, એ.આઈ.સી.સી સેક્રેટરીશ્રી રામકીશનભાઈ ઓઝા, જી.પી.સી.સી પ્રમુખશ્રી અમિતભાઈ ચાવડા, જી.પી.સી.સી પૂર્વ પ્રમુખશ્રી જગદીશભાઈ ઠાકોર, રાજ્યસભા સાંસદશ્રી નરહરિભાઈ અમીન, ઉપરાંત સામાજીક અને શૈક્ષણિક સંસ્થાના આગેવાનો તેમજ અગ્રણી નેતાઓએ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી પોતાના લોકલાડીલા નેતા સ્વ. મુખ્યમંત્રી શ્રી ચીમનભાઈ પટેલને
પુષ્પાંજલિ અર્પી હતી.

Related posts

ફેસ્ટિવલ ઓફ એડવર્ટાઇઝિંગ 2026એ સર્જનાત્મક શ્રેષ્ઠતાનો નવો ધોરણ સ્થાપ્યો

viratgujarat

સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડની નવી રિપોર્ટમાં ભારતના ઊર્જા સંક્રમણ અંગે સકારાત્મક કોર્પોરેટ દૃષ્ટિકોણ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે

viratgujarat

તડકો દ્વારા અમદાવાદમાં ક્રાફ્ટ મ્યુઝિયમ અને લર્નિંગ ઇન્સ્ટિટ્યૂટનું ભવ્ય ઉદ્ઘાટન – ભારતીય હસ્તકલા અને વારસાની ઉજવણી

viratgujarat

Leave a Comment