Virat Gujarat
બિઝનેસ

અદાણી ડિફેન્સે સ્વદેશી ઉત્પાદીત પ્રથમ લાઇટ મશીનગન ભારતીય સેનાને સુપ્રત કરી

નવી દિલ્હી, ૨૮માર્ચ ૨૦૨૬: ભારતના એરોસ્પેસ અને સંરક્ષણ ક્ષેત્રમાં અગ્રણી અને અદાણી એન્ટરપ્રાઇઝ લિ. ની મુખ્ય અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસ કંપનીએ ભારતની નાના શસ્ત્રો ઉત્પાદન ક્ષમતામાં એક મહત્વપૂર્ણ સીમા ચિહ્નરુપ સમાન ૭.૬૨મી.મીની સ્વદેશી રીતે ઉત્પાદિત ૨૦૦૦પ્રહાર – લાઇટ મ શીનગન (LMGs) ભારતીય સેનાને સુપ્રત કરી છે.

કરાર અનુબંધિત સમય કરતા ૧૧ માસ વહેલી આ પ્રથમ બેચની ઐતિહાસિક ડિલિવરી ફક્ત સાત મહિનામાં પૂરી કરી છે.આ કાર્ય ફર્સ્ટ-ઓફ-પ્રોડક્શનમોડેલ (FOPM) નિર્ધારિત ૧૮મહિનાના વિકાસ સમયપત્રક સામે છ મહિનામાં સાકાર થયા બાદ જથ્થબંધ ઉત્પાદન ક્લિયરન્સ (BPC) પ્રાપ્ત થવાથી હવે તેનું પૂર્ણ-કક્ષા પર ઉત્પાદનમાં ઝડપી સંક્રમણ શક્ય બન્યું છે.

આ ગનના યોજાયેલાઅર્પણ વિધી કાર્યક્રમમાં ભારત સરકારના સંરક્ષણ મંત્રાલયની સંપાદન પાંખનામહા નિર્દેશક અને અધિક સચિવ શ્રી એ. અનબારાસુ અને ભારતીય સશસ્ત્ર દળોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં ભારતના પ્રથમ સંપૂર્ણ સંકલિત ખાનગી ક્ષેત્રના નાના શસ્ત્રના અદાણી ડિફેન્સના નાના શસ્ત્રો માટેના કારખાનામાં ઉત્પાદન કરવામાં આવેલપ્રહર એલએમજી આયાતી પાયદળ શસ્ત્રો પરની નિર્ભરતામાં નોંધપાત્ર ઘટાડી સંરક્ષણ સ્વ-નિર્ભરતાને મજબૂત બનાવે છે. ૧00 એકરમાં ફેલાયેલા આ કારખાનામાંબેરલ ઉત્પાદન, બોલ્ટ કેરિયર અને રીસીવર ફેબ્રિકેશન, એડવાન્સ્ડ કોમ્પ્યુટર ન્યુમેરિકલ કંટ્રોલ (CNC) મશીનિંગ, રોબોટિક્સ, સપાટી સારવાર, ચોકસાઇ મેટ્રોલોજી, ધાતુશાસ્ત્ર પ્રયોગશાળા અને ભૂગર્ભમાં ૨૫-મીટર ફાયરિંગ રેન્જને એકીકૃત કરતી સુવિધા ઉપલબધ કરવામાં આવી છે.

દરેક શસ્ત્રને અજમાવતા પહેલાં તેનું જીવનચક્ર પરીક્ષણ, બેલિસ્ટિક મૂલ્યાંકન અને પર્યાવરણીય પરીક્ષણોમાંથી પસાર થવાથી ભારતીય સશસ્ત્ર દળો દ્વારા જરૂરી ઓપરેશનલ અને વિશ્વસનીયતાના ધોરણોનું સુનિશ્ચિત પાલનકરે છે.

ગ્વાલિયરમાંમોટા પાયે ઉત્પાદન માટે ડિઝાઇન કરાયેલવાર્ષિક ૧00,000 શસ્ત્રોના ઉત્પાદનની ક્ષમતા ધરાવતીઆ સુવિધામાં ૯0 ટકાથી વધુ સ્વદેશીસ્ત્રોત છે. આ સુવિધા કુશળ રોજગારીપેદા કરીને  પુરવઠાની કડીમાં સૂક્ષ્મ, નાના અને મધ્યમ સાહસો (MSMEs) ને ટેકો આપીને મધ્યપ્રદેશની વ્યાપક ઔદ્યોગિક ઇકોસિસ્ટમમાં યોગદાન આપી રહી છે.

૨૦૨૪માંઉત્તરપ્રદેશનાકાનપુરમાંકાર્યરત કરવામાં આવેલા વાર્ષિક૩૦૦મિલિયનરાઉન્ડનાનાકેલિબરદારૂગોળાનીક્ષમતા ધરાવતાઅદાણીડિફેન્સનાગોલાબારુદસંકુલમારફતઉત્પાદનક્ષમતાનેપણટેકોઆપવામાંઆવેછે.સંકલિતશસ્ત્રોઅનેદારૂગોળાઇકોસિસ્ટમનેમજબૂતબનાવતામોટાઅનેમધ્યમકેલિબરદારૂગોળાનુંઉત્પાદનકરવાનીઆ સંકુલનીક્ષમતાઓનેવિસ્તૃતકરવાનીયોજનાછે.

ડિઝાઇન, ઉત્પાદન અને સપ્લાય ચેઇન્સમાં આ સંકલિત અભિગમ સ્થિતિસ્થાપકતા વધારીનેઅમલીકરણની સમયરેખામાં સુધારો કરે છે અને સંરક્ષણ ઉત્પાદનમાં લાંબા ગાળા સુધી સ્વનિર્ભરતાને આધાર આપે છે.

ગ્વાલિયર ખાતેનીઆ સવલત ભારતીય સશસ્ત્ર દળો માટે ક્લોઝ ક્વાર્ટર બેટલ (CQB) શસ્ત્રોનું ઉત્પાદન કરવા માટે પણ સજ્જ છે, જે ભારતની સ્વદેશી નાના શસ્ત્રો ક્ષમતાને વધુ વિસ્તૃત કરે છે.

પ્રહર લાઇટ મશીન ગન ૭.૬૧x૫૧ mmની લાક્ષણિક્તાઓમાં સચોટ, મજબૂત અને વિશ્વસનીય છે. લાઇટ મશીનગનખુલ્લા બોલ્ટથી ફાયરિંગ, પિસ્ટન હેડ પર ગેસ ઇમ્પેક્ટ, ફરતી બોલ્ટ લોકીંગ છે અને ફાયરિંગનો સલામત, અર્ધ-સ્વચાલિત અને સ્વચાલિત મોડ ધરાવે છે.પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં વધારાની શક્તિ માટે ગેસ રેગ્યુલેટર શામેલ છે.એસોલ્ટ ડ્રમ (૧૨0 આરડીએસ) અથવા બેલ્ટ ચેઇનમાંથી ફીડ મળે છે.તેનું બાયપોડમજબૂત અને ટકાઉ છે.મેદાનમાંજાળવણી માટે તેને ઝડપથી ડિસમેન્ટલ કરી શકાય છે. આ ગનમાંએડજસ્ટેબલ બટ સ્ટોક અને ગાલ રેસ્ટ ઉપરાંત વધારાની સલામતી પદ્ધતિઓ અને  આર્યન સાઇટ્સ બેક અપ છે. ફકત શસ્ત્રનું વજન આઠ કીલોગ્રામ અને બેરલ લેન્થ (mm) ૫૦૮ (૨૦’’) જ્યારે કુલ લંબાઇ ૧૧૦૦mmઅને અસરકારક રેન્જ ૧૦૦૦ mછે.

Related posts

નોઈઝે ભારતમાં માસ્ટર બડ્સ લોન્ચ કર્યા, સાઉન્ડ બાય બોસની સાથે નેકસ્ટ-જનરેશનના TWS

viratgujarat

ટાઈગર શ્રોફ અને પરેશ રાવલે મુંબઈના વિલે પાર્લે વિસ્તારમાં એક નવા કાર્ડિયાક કેર સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું

viratgujarat

સાયકનોટેક એજ્યુકેશન ફાઉન્ડેશન સાયકનોફેસ્ટ 2025નું આયોજન કરવા માટે તૈયાર

viratgujarat

Leave a Comment