Virat Gujarat
બિઝનેસ

અદાણી મેડિકલ સેન્ટરે ત્વરિત સારવાર થકી યુવાનને મળ્યું જીવતદાન

દુનિયામાં બિલ્ડિંગ સામગ્રી માટે સમાધાનો પૂરી પાડતી નવમી સૌથી મોટી કંપની અને વિવિધતાસભર ઔદ્યોગિક કામગીરીઓમાં સંકળાયેલા અદાણી ગ્રૂપની માલિકીની કંપની અંબુજા સિમેન્ટ્સ પોતાની CSR (કૉર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી) સંસ્થા અદાણી ફાઉન્ડેશન મારફતે ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં તબીબી સુવિધાઓ પ્રદાન કરે છે. આ સુવિધાઓ જરૂરિયાતના સમયે જરૂરી સારવાર અને સુવિધાઓ પ્રદાન કરે છે.

પિપર ગામના રહેવાસી, 45 વર્ષીય માવજી મહેશ્વરી પોતાના સમાજમાં સન્માનિય આગેવાન છે. જ્યારે તેમને સાંઘીપુરમમાં અદાણી મેડિકલ સેન્ટરમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા, ત્યારે તેમની સ્થિતિ ગંભીર હતી અને તેમની પાસે સમય ખરેખર બહુ ઓછો હતો. તેમને એકાએક હૃદયમાં દુઃખાવો થયો હતો અને તાત્કાલિક સારવારની જરૂર હતી. તબીબોની ટીમે સ્થિતિની ગંભીરતાને ઝડપથી સમજી લીધી હતી. ન તેમણે રાહ જોઈ, ન કોઈ ખચકાટ અનુભવ્યો. તાત્કાલિક તપાસ શરૂ કરી અને વિના વિલંબે જીવ બચાવવા સારવાર શરૂ કરી હતી.

તપાસમાં પુષ્ટિ થઈ હતી કે, તેમને હૃદયરોગનો ગંભીર હુમલો આવ્યો હતો. પછીનો નિર્ણય મહત્વપૂર્ણ હતો. માવજીભાઈને વિશેષ સારવાર અને સર્જિકલ હસ્તક્ષેપની જરૂર હતી, જે માટે તેમને ઉચ્ચ સ્તરીય સુવિધામાં ખસેડવાની જરૂર હતી. ત્યાર બાદ ડૉક્ટરો, નર્સિંગ સ્ટાફ અને એમ્બ્યુલન્સની ટીમે સંકલન સ્થાપિત કરીને સટિકતા અને ઝડપતા દાખવી હતી. તેમને ખસેડવા દરમિયાન તેમની તબિયત પર સતત નજર રાખવામાં આવી હતી અને રેકૉર્ડ ટાઇમમાં રેફર કરવામાં આવેલી હોસ્પિટલમાં સલામત રીતે પહોંચાડવામાં આવ્યા હતા.

ત્યાં તેમની તાત્કાલિક ધોરણે સર્જરી થઈ હતી, જેમાં ત્રણ સ્ટેન્ટ મૂકવાની કામગીરી સામેલ હતી. સર્જરી પછી આઇસીસીયુ (ઇન્ટેન્સિવ ક્રિટિકલ કેર સપોર્ટ)માં રાખવામાં આવ્યા હતા. ગંભીર જટિલતાઓ વચ્ચે માવજીભાઈની સ્થિતિમાં 48 કલાકની અંદર નોંધપાત્ર સુધારો થયો હતો.

તેમના પરિવારજનો અને ગામના લોકો માટે એ 48 કલાક એક-એક ક્ષણ પસાર કરવી મુશ્કેલ હતી. અદાણી મેડિકલ સેન્ટરની ટીમ માટે આ ઘટનાએ તે વાત યાદ કરાવી હતી કે આ સેન્ટર કેમ બનાવવામાં આવ્યું છે. આ સેન્ટર રુટિન તપાસ માટે જ નથી, પરંતુ જ્યારે સમુદાયના કોઈ સભ્યનો જીવ દાવ પર હોય અને દરેક ક્ષણ કીંમતી હોય, ત્યારે આ સેન્ટર ઉપયોગી બને એવો એનો ઉદ્દેશ છે.

Related posts

બ્રિટાનિયા ધ લાફિંગ કાઉ હવે ક્રીમિયર, સ્વાદિષ્ટ અને પહેલાં કરતાં વધુ સારી

viratgujarat

01 જાન્યુઆરીથી 07 જાન્યુઆરી દરમિયાન એમેઝોન ફ્રેશના ‘સુપર વેલ્યૂ ડેઇઝ’ પર મોટી બચત કરીને નવા વર્ષની ધમાકેદાર શરૂઆત કરો

viratgujarat

સરપ્રાઈઝ વિઝિટ! ગુજરાત ટાઇટન્સના સ્ટાર્સ HCG કેન્સર સર્વાઈવર્સને તેમની લડાઈનું સન્માન કરવા માટે આવ્યા

viratgujarat

Leave a Comment