Virat Gujarat
બિઝનેસ

અદાણી વિન્ડે મુંદ્રામાં આકાશને આંબતું દેશનું સૌથી મોટું 5 MW ટર્બાઇન કાર્યરત કર્યું

કચ્છના સફેદ રણની સરહદે મુંદ્રાના કિનારે ગ્રીન એનર્જી ક્રાંતિનું નવું પ્રતીક ઊભું થયું છે.ભારતની રિન્યુએબલ એનર્જી ક્ષેત્રની અગ્રણી કંપની અદાણી વિન્ડે ટેકનોલોજીની દુનિયામાં એક નવું સીમાચિહ્ન સ્થાપિત કર્યુ છે. કંપનીએ કચ્છના મુંદ્રા ખાતે 5 મેગાવોટ (MW) ની ક્ષમતા ધરાવતા મહાકાયવિન્ડ ટર્બાઇન પ્રોટોટાઇપનું સફળતાપૂર્વક કમિશનિંગ કર્યું છે. આ મહાકાય ટર્બાઇનમાત્ર એક મશીન નથી, પણ ‘આત્મનિર્ભર ભારત’ની ગગનચૂંબી સફળતા છે.

આ ટર્બાઇન તેના કદ અને ક્ષમતાની દ્રષ્ટિએ ભારતના પવન ઊર્જા ઉદ્યોગમાં ક્રાંતિકારી ફેરફાર લાવશે. વિશાળ ટર્બાઇનની મુખ્ય ત્રણ વિશેષતાઓની વાત કરીએ તો:

  1. ગગનચૂંબીઊંચાઈ:આ ટર્બાઇનનો રોટર ડાયામીટર 185 મીટર છે, જે તેને ભારતના સૌથી મોટા વિન્ડ ટર્બાઇન્સમાં સ્થાન અપાવે છે.
  1. વિરાટ પાંખો: તેની એક બ્લેડની લંબાઈ 91.2 મીટર છે. આ બ્લેડ્સ પવનના ઓછા વેગમાં પણ વધુમાં વધુ ઊર્જા ખેંચવાની ક્ષમતા ધરાવે છે.
  1. શક્તિનો સ્ત્રોત: માત્ર એક જ ટર્બાઇન હજારો ઘરોને રોશન કરવાની ક્ષમતા ધરાવે છે, જે ભારતની વધતી જતી વીજ માંગ માટે ‘ગેમ ચેન્જર’ સાબિત થશે.

આ સાથે વૈશ્વિક ફલક પર રિન્યુએબલ એનર્જીમાં ભારતનો દબદબોવધ્યો છે.બ્લૂમબર્ગ NEF ના તાજેતરના અહેવાલ મુજબ, પવન ઊર્જાના સ્થાપન (Installations) બાબતે ભારત હવે ચીન પછી વિશ્વનું બીજું સૌથી મોટું માર્કેટ બનીને ઉભરી આવ્યું છે, જેણે અમેરિકા અને જર્મનીને પણ પાછળ છોડી દીધા છે. અદાણી વિન્ડ એ વિશ્વના ટોપ-15 વિન્ડ ટર્બાઇન ઉત્પાદકોમાં સ્થાન મેળવનારી એકમાત્ર ભારતીય કંપની બની છે.

ભારતની વિન્ડ મેન્યુફેક્ચરિંગ ક્ષમતા 2022માં 12 GW હતી જે વધીને હવે 20 GW સુધી પહોંચી છે. તે માત્ર ભારતની જરૂરિયાતો જ નહીં, પણ યુરોપ જેવા દેશોમાં એન્ટી-આઈસિંગ ટેકનોલોજી ધરાવતી બ્લેડ્સની નિકાસ પણ કરી રહી છે. કંપનીનું લક્ષ્ય વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 2.25 GW થી વધારીને 10 GW સુધી લઈ જવાનું છે.

જમીન ઓછી અને જરૂરિયાત વધુ” – આ પડકારનો જવાબ અદાણીએ આ હાઈ-કેપેસિટી ટર્બાઇન દ્વારા આપ્યો છે. 1,100 GW ની ક્ષમતા ધરાવતું ભારત હવે પવનના જોરે વિશ્વનું ‘એનર્જી કેપિટલ’ બનવા તરફ આગળ વધી રહ્યું છે.

Related posts

સેમસંગ ભારતમાં 2025 બીસ્પોક AI એપ્લાયન્સીસ રજૂઃ ઈનોવેટિવ બીસ્પોક AI લોન્ડ્રી કોમ્બોનું પદાર્પણ

viratgujarat

ઈન્ડિયન ઓઈલ યુટીટી સિઝન6: અયહિકા મુખર્જી અમદાવાદ એસજી પાઈપર્સની સ્ટેનલીઝ ચેન્નાઈ લાયન્સ વિરુદ્ધ જીતમાં ઝળકી

viratgujarat

કોક સ્ટુડિયો ભારત હિંમત અને કૃપાની ધરતીનું ધ્વનિનું વાવાઝોડું પંજાબ વેખ કે સાથે ત્રણમાંથી ત્રીજું રજૂ કરે છે

viratgujarat

Leave a Comment