Virat Gujarat
ગુજરાતરાષ્ટ્રીયસાંસ્કૃતિક કાર્યક્રમહેડલાઇન

ગુજરાતની યુવા નૃત્યાંગના ચિ. અનેરીએ ભરતનાટ્યમ આરંગેત્રમ દ્વારા સૌને મંત્રમુગ્ધ કર્યા

અમદાવાદ, ગુજરાત | ૧૩મી મે ૨૦૨૬ | નૃત્યભારતી એકેડેમીના સંસ્થાપક કલાગુરુ શ્રીમતિ ઇલાક્ષીબેન ઠાકોરના આશીર્વાદથી અને ગુરુ શ્રી ચંદન ઠાકોર તથા શ્રીમતિ નિરાલી ઠાકોરના નિષ્ણાત માર્ગદર્શન હેઠળ, અમદાવાદના તબીબ દંપતિ ડૉ.વાચા શાહ અને ડૉ. કુંતલ શાહની સુપુત્રી, ચિ.અનેરીનું ભરતનાટ્યમ આરંગેત્રમ, ટાગોર હોલ, અમદાવાદ ખાતે તાજેતરમાં સંપન્ન થયેલ છે.

ઉદગમ સ્કુલની વિદ્યાર્થીની અનેરીએ ૧૩ વર્ષની નાની વયે આ સિધ્ધિ મેળવી આપણી પ્રાચિન નૃત્યકલાનો વારસો જાળવી ગુજરાતનું નામ પણ રોશન કરેલ છે. આવનાર વર્ષોમાં તેની આ નૃત્ય સાધના આગળ વધે તેવી શુભેચ્છા.

Related posts

POVA 8 ભારતમાં લોન્ચ: કૂલ ડિઝાઇન, Alive Matrix Display અને 8000mAh પાવર

viratgujarat

એમેઝોન ગ્રેટ સમર સેલ 2026 માટે AI સંચાલિત ખરીદી અને ઉનાળાની વધતી માંગને લઈને જોરદાર ઉત્સાહ

viratgujarat

આનંદ રાઠી ગ્લોબલ ફાઇનાન્સે અમદાવાદમાં નવી બ્રાન્ચના પ્રારંભ સાથે ગુજરાતમાં ઉપસ્થિતિ મજબૂત કરી

viratgujarat

Leave a Comment