Virat Gujarat

Author : viratgujarat

2348 Posts - 0 Comments
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

“અંતર્ગત સ્ટેબિલાઈઝર” ભ્રમણા છેઃ ભારતનાં સ્માર્ટ ટીવી માટે બહારી રક્ષણની જરૂર હજુ પણ શા માટે છે

viratgujarat
ભારત | ૦૫ માર્ચ ૨૦૨૬ — ‘‘અંતર્ગત સ્ટેબિલાઝર’’ આ વાક્ય ટેલિવિઝન બજારમાં શાંતિથી વેચાણ માટેનું પાસું બની ગયું છે. ઘણા બધા ખરીદદારોને તે વોલ્ટેજમાં વધઘટ સામે...
CSR પ્રવૃત્તિઓ

૨૪મી વાર્ષિક TTEC વેલનેસ વોક ૮ માર્ચે યોજાશે

viratgujarat
અમદાવાદ, ૫ માર્ચ: શહેરમાં ૨૪મી વાર્ષિક TTEC વેલનેસ વોક ૮ માર્ચે રવિવારના રોજ યોજાશે, જે સંજોગવસ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પણ છે. આ પ્રસિદ્ધ વોક, જે...
Uncategorized

યુનેસ્કોના વિશ્વઇજનેરી દિવસ-૨૦૨૬ માટે અદાણીની સત્તાવાર ભાગીદાર તરીકે પસંદગી

viratgujarat
અમદાવાદ, ૦૫ માર્ચ ૨૦૨૬: ભારતના સૌથી મોટા પરિવહન, ઉપયોગિતા અને માળખાગત વિકાસકાર અદાણી ગ્રુપની યુનેસ્કો (યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન ) દ્વારા અને...
અવેરનેસ

શ્રી સ્વામિનારાયણ જેતલપુરધામનાં રેવતીબળદેવજી હરિકૃષ્ણ મહારાજની પ્રાણપ્રતિષ્ઠાના ૨૦૦ વર્ષ નિમિત્તે ઐતિહાસિક દ્વિશતાબ્દી મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણીનું આયોજન

viratgujarat
ભાવી આચાર્ય પ.પૂ.108 વ્રજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના અધ્યક્ષ પદે દ્વિશતાબ્દી પાટોત્સ​વ​ની તા.05-03-2026 થી તા.11-03-2026 સુધી ધામધૂમથી ભવ્યાતિ ભવ્ય ઉજ​વણી કરવામાં આવશે. જેતલપુર, માર્ચ​ 02, 2026 :ભગવાન શ્રી...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

સેવામાં અંતર ભારતીયોના વાર્ષિક 10.8 કલાકનો ભોગ લેવાય છેઃ 44 ટકા બ્રાન્ડ્સ બદલી કરવા માટે તૈયારઃ સર્વિસનાઉના ત્રીજા CX રિપોર્ટનું તારણ

viratgujarat
ભારત | ૦૫ માર્ચ ૨૦૨૬ — વધતી ગ્રાહક અપેક્ષાઓ, વિઘટિત સેવા મંચો અને સાનુભૂતિમાં અંતર ભારતમાં ગ્રાહક વફાદારી પ્રત્યે સૌથી મોટો ખતરો તરીકે ઊભરી રહ્યા...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ધૂળેટી પર્વ દરમિયાન અકસ્માતમાં મ્રુત્યુ પામેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

viratgujarat
અમદાવાદ, ગુજરાત | ૦૫ માર્ચ ૨૦૨૬ — એક તરફ રાજ્યના લોકો ઉલ્લાસભેર ધૂળેટીની ઉજવણી કરવામાં વ્યસ્ત હતા ત્યારે બીજી તરફ રાજયમાં વિવિધ સ્થળોએ અકસ્માતમાં ૨૭...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

મોરારી બાપુએ તલગાજરડા અને સાળંગપુર વચ્ચે એસટી બસ સેવાનું ઉદ્ઘાટન કર્યું

viratgujarat
પૂજ્ય બાપુ એ પૂજા અર્ચન સાથે પ્રથમ મુસાફરી કરી નામ સ્મરણ સાથે શુભેચ્છા પાઠવી તલગાજરડા, ગુજરાત | ૦૫ માર્ચ ૨૦૨૬ — આજરોજ  મહુવા એસ. ટી...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

નકુલ શેરદલાલને ALB ઇન્ડિયા ટોપ IP લોયર્સ 2026 યાદીમાં સ્થાન મળ્યું

viratgujarat
અમદાવાદ, ગુજરાત | ૦૫ માર્ચ ૨૦૨૬ — અમદાવાદના જાણીતા ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી લોયર નકુલ શેરદલાલને એશિયન લીગલ બિઝનેસ (ALB) દ્વારા જાહેર કરાયેલ ALB ઇન્ડિયા ટોપ IP લોયર્સ 2026 ની...
ગુજરાતબિઝનેસમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

બોલીવુડ, આફ્રો હાઉસ અને ટેક્નો હોળીના નવા અવાજને વ્યાખ્યાયિત કરે છે : DJ યશ

viratgujarat
અમદાવાદ, ગુજરાત | ૦૩ માર્ચ ૨૦૨૬ — દેશભરમાં હોળીની ઉજવણી જોરશોરથી ચાલી રહી છે, તેમ સંગીત પણ આ તહેવારના વિકાસ પાછળ એક પરિભાષક બળ તરીકે...
બિઝનેસ

જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડે તેના આંતરરાષ્ટ્રીય બિઝનેસ સાહસોના નેતૃત્વ માટે ડેન બેઈલીની જિયો પ્લેટફોર્મ્સના પ્રેસિડેન્ટ તરીકે નિમણૂક કરવાની જાહેરાત કરી

viratgujarat
મુંબઈ, 3 માર્ચ 2026: જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડે (“જેપીએલ“) આજે ડેન બેઈલીની જિયો પ્લેટફોર્મ્સના પ્રેસિડેન્ટ તરીકે નિમણૂક કરવાની જાહેરાત કરી છે, અહીં તેઓ કંપનીના આંતરરાષ્ટ્રીય બિઝનેસ સાહસોનું નેતૃત્વ કરશે. લંડન સ્થિત ડેન રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડના ચેરમેન આકાશ અંબાણીને રિપોર્ટ કરશે. ડેન કન્સલ્ટિંગ અને ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ ક્ષેત્રે 35 વર્ષથી વધુનો અનુભવ ધરાવે છે, જેમાં તેમણે શ્રોડર્સ/સિટી, મોર્ગન સ્ટેન્લી અને એચએસબીસી જેવી સંસ્થાઓમાં વરિષ્ઠ નેતૃત્વના હોદ્દાઓ સંભાળ્યા છે. તાજેતરમાં તેમણે ડોચ બેન્કની ખૂબ જ પ્રતિષ્ઠિત ટીએમટી પ્રેક્ટિસના ચેરમેન તરીકે સેવા આપી હતી. તેમની કારકિર્દી દરમિયાન ડેને વિશ્વની અનેક મોટી કોર્પોરેટ કંપનીઓ અને નાણાકીય સમૂહોને પરિવર્તનશીલ વ્યવહારો માટેની સલાહ આપી છે, જેમાં ઇતિહાસના કેટલાક સૌથી મહત્વપૂર્ણ ટેલીકોમ સોદાઓનો પણ સમાવેશ થાય છે. ડેન જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડની એક્ઝિક્યુટિવ કમિટીમાં જોડાશે અને સમગ્ર વ્યવસાયમાં વ્યાપક સ્તરે પણ પોતાનું યોગદાન આપશે. જેપીએલની તાજેતરની વાર્ષિક સામાન્ય સભામાં જણાવ્યા મુજબ જિયોનો આગામી અધ્યાય હવે ભારતની બહાર વિસ્તરી રહ્યો છે. છેલ્લા એક દાયકામાં જિયોએ એવા ઈનોવેટિવ ડિજિટલ પ્લેટફોર્મ્સ અને ટેકનોલોજીનું નિર્માણ કર્યું છે જેણે એક અબજથી વધુ લોકો માટે કનેક્ટિવિટી અને એક્સેસની પદ્ધતિ બદલી નાખી છે. સ્પષ્ટ વ્યૂહરચના, મજબૂત ભાગીદારી અને સુનિશ્ચિત રોડમેપ સાથે જિયો હવે આ ક્ષમતાઓને વૈશ્વિક બજારોમાં લઈ જવા માટે તૈયાર છે જે ગ્રાહકો, ભાગીદારો અને શેરધારકો માટે લાંબાગાળાના મૂલ્યનું સર્જન કરશે. આ નિમણૂક અંગે ટિપ્પણી કરતા રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડના ચેરમેન આકાશ અંબાણીએ જણાવ્યું હતું કે “અમે ડેનનું જિયોમાં સ્વાગત કરતા ખૂબ જ આનંદ અનુભવીએ છીએ. ડેન ઘણા વર્ષોથી અમારા વિશ્વાસુ સલાહકાર રહ્યા છે અને જેમ જેમ અમે વિકાસ પામ્યા છીએ તેમ તેમ તેમનું માર્ગદર્શન અમૂલ્ય રહ્યું છે. તેમણે તેમની કારકિર્દી વૈશ્વિક ટેલીકોમ અને ટેકનોલોજી ઇકોસિસ્ટમના કેન્દ્રમાં વિતાવી છે અને તેઓ ઊંડા સંબંધો, વ્યૂહાત્મક સૂઝ અને ઉદ્યોગની જટિલતાની ઘનિષ્ઠ સમજ ધરાવે છે. એટલું જ મહત્વનું એ છે કે ભવિષ્ય માટેની અમારી મહત્વાકાંક્ષા અને ઊર્જામાં તેઓ પણ સહભાગી છે. હું તેમની સાથે નજીકથી કામ કરવા માટે ઉત્સુક છું.”   ડેન બેઈલીએ ઉમેર્યું કે “જિયોએ ભારતમાં જે નિર્માણ કર્યું છે તેની વિશાળતા, ગતિ અને લોકોના જીવન પર તેની સાચી અસરની હું લાંબા સમયથી પ્રશંસા કરું છું. આ સફળતાની ગાથાને વૈશ્વિક સ્તરે લઈ જવામાં મદદ કરવાની તક એવી છે જેના માટે તમારે બીજી વાર વિચારવું ન પડે. હું આકાશ અને તેમની ટીમ સાથે જોડાવા બદલ અત્યંત આનંદિત છું અને કામ શરૂ કરવા માટે હવે રાહ જોઈ શકતો નથી.”...