Virat Gujarat
બિઝનેસ

જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડે તેના આંતરરાષ્ટ્રીય બિઝનેસ સાહસોના નેતૃત્વ માટે ડેન બેઈલીની જિયો પ્લેટફોર્મ્સના પ્રેસિડેન્ટ તરીકે નિમણૂક કરવાની જાહેરાત કરી

મુંબઈમાર્ચ 2026: જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડે (“જેપીએલ“) આજે ડેન બેઈલીની જિયો પ્લેટફોર્મ્સના પ્રેસિડેન્ટ તરીકે નિમણૂક કરવાની જાહેરાત કરી છેઅહીં તેઓ કંપનીના આંતરરાષ્ટ્રીય બિઝનેસ સાહસોનું નેતૃત્વ કરશેલંડન સ્થિત ડેન રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડના ચેરમેન આકાશ અંબાણીને રિપોર્ટ કરશે.

ડેન કન્સલ્ટિંગ અને ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ ક્ષેત્રે 35 વર્ષથી વધુનો અનુભવ ધરાવે છેજેમાં તેમણે શ્રોડર્સ/સિટીમોર્ગન સ્ટેન્લી અને એચએસબીસી જેવી સંસ્થાઓમાં વરિષ્ઠ નેતૃત્વના હોદ્દાઓ સંભાળ્યા છેતાજેતરમાં તેમણે ડોચ બેન્કની ખૂબ  પ્રતિષ્ઠિત ટીએમટી પ્રેક્ટિસના ચેરમેન તરીકે સેવા આપી હતીતેમની કારકિર્દી દરમિયાન ડેને વિશ્વની અનેક મોટી કોર્પોરેટ કંપનીઓ અને નાણાકીય સમૂહોને પરિવર્તનશીલ વ્યવહારો માટેની સલાહ આપી છેજેમાં ઇતિહાસના કેટલાક સૌથી મહત્વપૂર્ણ ટેલીકોમ સોદાઓનો પણ સમાવેશ થાય છે.

ડેન જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડની એક્ઝિક્યુટિવ કમિટીમાં જોડાશે અને સમગ્ર વ્યવસાયમાં વ્યાપક સ્તરે પણ પોતાનું યોગદાન આપશે.

જેપીએલની તાજેતરની વાર્ષિક સામાન્ય સભામાં જણાવ્યા મુજબ જિયોનો આગામી અધ્યાય હવે ભારતની બહાર વિસ્તરી રહ્યો છેછેલ્લા એક દાયકામાં જિયોએ એવા ઈનોવેટિવ ડિજિટલ પ્લેટફોર્મ્સ અને ટેકનોલોજીનું નિર્માણ કર્યું છે જેણે એક અબજથી વધુ લોકો માટે કનેક્ટિવિટી અને એક્સેસની પદ્ધતિ બદલી નાખી છેસ્પષ્ટ વ્યૂહરચનામજબૂત ભાગીદારી અને સુનિશ્ચિત રોડમેપ સાથે જિયો હવે  ક્ષમતાઓને વૈશ્વિક બજારોમાં લઈ જવા માટે તૈયાર છે જે ગ્રાહકોભાગીદારો અને શેરધારકો માટે લાંબાગાળાના મૂલ્યનું સર્જન કરશે.

 નિમણૂક અંગે ટિપ્પણી કરતા રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડના ચેરમેન આકાશ અંબાણીએ જણાવ્યું હતું કે અમે ડેનનું જિયોમાં સ્વાગત કરતા ખૂબ  આનંદ અનુભવીએ છીએડેન ઘણા વર્ષોથી અમારા વિશ્વાસુ સલાહકાર રહ્યા છે અને જેમ જેમ અમે વિકાસ પામ્યા છીએ તેમ તેમ તેમનું માર્ગદર્શન અમૂલ્ય રહ્યું છેતેમણે તેમની કારકિર્દી વૈશ્વિક ટેલીકોમ અને ટેકનોલોજી ઇકોસિસ્ટમના કેન્દ્રમાં વિતાવી છે અને તેઓ ઊંડા સંબંધોવ્યૂહાત્મક સૂઝ અને ઉદ્યોગની જટિલતાની ઘનિષ્ઠ સમજ ધરાવે છેએટલું  મહત્વનું  છે કે ભવિષ્ય માટેની અમારી મહત્વાકાંક્ષા અને ઊર્જામાં તેઓ પણ સહભાગી છેહું તેમની સાથે નજીકથી કામ કરવા માટે ઉત્સુક છું.”

 

ડેન બેઈલીએ ઉમેર્યું કે જિયોએ ભારતમાં જે નિર્માણ કર્યું છે તેની વિશાળતાગતિ અને લોકોના જીવન પર તેની સાચી અસરની હું લાંબા સમયથી પ્રશંસા કરું છું સફળતાની ગાથાને વૈશ્વિક સ્તરે લઈ જવામાં મદદ કરવાની તક એવી છે જેના માટે તમારે બીજી વાર વિચારવું  પડેહું આકાશ અને તેમની ટીમ સાથે જોડાવા બદલ અત્યંત આનંદિત છું અને કામ શરૂ કરવા માટે હવે રાહ જોઈ શકતો નથી.”

Related posts

દ્રોણા સાયબર સોલ્યુશન્સ ‘સાયબર યોદ્ધા’ અભિયાન હેઠળ રાષ્ટ્રીય સાયબર ફોરેન્સિક્સ માસ્ટરક્લાસનું આયોજન કરે છે

viratgujarat

ઇન્ટેલીસ્માર્ટ દ્વારા ડીજીવીસીએલ પ્રોજેક્ટ અંતર્ગત પાલસાણા, ગુજરાત ખાતે સેન્ટર ઓફ એક્સેલન્સનું ઉદ્ઘાટન

viratgujarat

હાયર ઇન્ડિયાએ નવી Gravity AI સિરીઝ એર કન્ડીશનર લોન્ચ કર્યા, AI ફોકસ પ્રોડક્ટ્સ સાથે મોટો માર્કેટ શેર મેળવવાની અપેક્ષા

viratgujarat

Leave a Comment