Virat Gujarat
Uncategorized

યુનેસ્કોના વિશ્વઇજનેરી દિવસ-૨૦૨૬ માટે અદાણીની સત્તાવાર ભાગીદાર તરીકે પસંદગી

અમદાવાદ, ૦૫ માર્ચ ૨૦૨૬: ભારતના સૌથી મોટા પરિવહન, ઉપયોગિતા અને માળખાગત વિકાસકાર અદાણી ગ્રુપની યુનેસ્કો (યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન ) દ્વારા અને વર્લ્ડ ફેડરેશન ઓફ એન્જિનિયરિંગ ઓર્ગેનાઇઝેશન્સ ( WFEO) દ્વારા ટકાઉ વિકાસ માટેના આંતરરાષ્ટ્રીય ઇજનેરી દિવસ – ૨૦૨૬ માટે સત્તાવાર ભાગીદાર તરીકે નિમણૂંક કરવામાં આવી છે.

સ્વચ્છ ઉર્જા સંક્રમણને વેગ આપવા અને સ્કેલ પર સ્વચ્છ, વિશ્વસનીય અને સસ્તું વીજળી પહોંચાડવાની અદાણી ગ્રુપની ક્ષમતામાં આ પસંદગી તેના નેતૃત્વનો પુરાવો છે જે ટકાઉપણાના વૈશ્વિક લક્ષ્યો (સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ -૭) માં ફાળો આપતી વેળા ભારતની ઉર્જા સુરક્ષાને ટેકો આપે છે.

આસ્વીકૃતિ પરત્વે પ્રતિ ભાવ આપતા અદાણી ગ્રીન એનર્જીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સાગર અદાણીએ જણાવ્યું હતું કે, મોટા પાયે સ્વચ્છ ઊર્જા છતાં સસ્તી, શક્તિશાળી છતાં સમાવિષ્ટ હોઈ શકે છે તેવું અમે દર્શાવી રહ્યા છીએ. આ વિશ્વ માટે ભારતનું યોગદાન છે.જ્યાં પ્રગતિ અને ટકાઉપણું એક સાથે આગળ વધે એવું એક મોડેલ છે. તેમણે કહ્યું હતું કે કચ્છના ખાવડા ખાતે નો અમારો રિન્યુએબલ એનર્જી પ્લાન્ટ ભારતની આબોહવા ક્રિયાના પ્રતીક રુપે તરીકે ઉભો છે. જે અદાણી ગ્રીન એનર્જી, અદાણી એનર્જી સોલ્યુશન્સ અને અદાણી ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ ની સામૂહિક શક્તિનું પ્રતિબિંબિત કરવા સાથે એક સંકલિત નવીનીકરણીય ભવિષ્યને આગળ વધારવા માટે એક સાથે કામ કરે છે.

વર્લ્ડ એન્જીનિયરીંગ ડે ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ૨૦૨૬ ની થીમ “નવીનતા અને ડિજિટલાઇઝેશન દ્વારા ટકાઉ ભવિષ્ય માટે સ્માર્ટ એન્જિનિયરિંગ” છે.અદાણી   સમૂહના નવીનીકરણીય ઊર્જા, ડિજિટલ આંતરમાળખું અને વિશાળ પાયે પરિવહન અને ઉપયોગિતા પધ્ધતિઓમાં કાર્યપ્રદાનના આ દ્રષ્ટિકોણ ને નજીકથી પ્રતિબિંબિત કરી દર્શાવે છે કે ટેકનોલોજી-  આધારિત ઇજનેરી વાસ્તવિક દુનિયાની પરિસ્થિતિઓ માં ટકાઉ વિકાસને કેવી રીતે સક્ષમ બનાવી શકે છે.

Related posts

ફેસ્ટિવલ ઓફ એડવર્ટાઇઝિંગ 2026એ સર્જનાત્મક શ્રેષ્ઠતાનો નવો ધોરણ સ્થાપ્યો

viratgujarat

ચાર રાજ્યોમાં નવી શાખાઓ સાથે પીએનબી મેટલાઈફ પહોંચ વિસ્તારે છે

viratgujarat

શું ગુજરાત માં મેડિકલ એજ્યુકેશન-ટેકનીકલ એજ્યુકેશન કરતા બીકોમ, બીએ, બીએસસી અને બીબીએ ભણવું વધારે મોંઘુ?

viratgujarat

Leave a Comment